પીએમ ઇન્ટર્નશિપ યોજના શું છે?
પીએમ ઇન્ટર્નશિપ યોજના એ ભારત સરકારની એક પહેલ છે જે રિલાયન્સ, ટીસીએસ, ઓએનજીસી જેવા દેશના વિવિધ ક્ષેત્રોની ટોચની 500 કંપનીઓમાં યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડે છે. આ યોજના યુવાનોને અગ્રણી ભારતીય કંપનીઓ સાથે કામ કરીને અનુભવ મેળવવાની તક આપે છે, જેથી તેઓ તેમની ક્ષમતાઓમાં સુધારો કરી શકે.
આ યોજના હેઠળ ઇન્ટર્નશિપ કરવાથી, વ્યવહારુ અનુભવ ઉપરાંત, વ્યાવસાયિક સંપર્કો બનાવવાની તક પણ મળે છે. જોકે આ ઇન્ટર્નશિપ રોજગારની ગેરંટી આપતી નથી, પરંતુ તે ચોક્કસપણે રોજગારની તકો મેળવવાની ક્ષમતામાં વધારો કરી શકે છે.
પીએમ ઇન્ટર્નશિપ યોજનાના બીજા તબક્કા માટે નોંધણી ચાલુ છે. જરૂરી લાયકાત ધરાવતા 21 થી 24 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે. યોજનાના બીજા તબક્કામાં લગભગ 1,18,957 ઇન્ટર્નશિપની તકો છે. તમિલનાડુમાં સૌથી વધુ 15,785 ઇન્ટર્નશિપ તકો છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 15,187, ગુજરાતમાં 10504 અને કર્ણાટકમાં 9,928 ઇન્ટર્નશિપ તકો છે.
પીએમ ઇન્ટર્નશિપ યોજના હેઠળ, યુપીમાં 7714 ઉમેદવારો અને બિહારમાં 2,308 ઉમેદવારો માટે ઇન્ટર્નશિપની તકો ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોને દેશની અગ્રણી ખાનગી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. ઇન્ટર્નશિપ દરમિયાન, ઉમેદવારોને દર મહિને ₹ 5000 સ્ટાઇપેન્ડ (પગાર) મળશે.
ગુજરાતમાં 10504 ઇન્ટર્નશિપ તકો
- ધોરણ 10 – 802
- ધોરણ 12 – 3361
- આઇટીઆઇ – 1848
- ડિપ્લોમા – 1758
- ગ્રેજ્યુએટ – 2735
પીએમ ઇન્ટર્નશિપ યોજનાની જાહેરાત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષે 23 જુલાઈના રોજ તેમના બજેટ ભાષણમાં કરી હતી અને તે 3 ઓક્ટોબર, 2024 થી શરૂ થશે. કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ તાજેતરમાં લોકસભામાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ યોજનાએ 28,141 ઉમેદવારોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડી છે. આ ઇન્ટર્નશિપ 12 મહિના સુધી ચાલશે, જેમાં ઓછામાં ઓછો અડધો કાર્યક્રમ વ્યવહારુ કાર્ય અનુભવ પર કેન્દ્રિત હશે.
કોણ અરજી કરી શકે છે?
પીએમ ઇન્ટર્નશિપ યોજનામાં અરજી ભરવા માટે જરુરી લાયકાત
- ભારતીય નાગરિક હોવો જોઈએ.
- ઉંમર 21-24 વર્ષની વચ્ચે હોવી જોઈએ (અરજીની છેલ્લી તારીખે).
- ઉમેદવાર પૂર્ણ-સમય નોકરી કે અભ્યાસમાં રોકાયેલ ન હોવો જોઈએ.
- ઓનલાઈન અથવા ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ્સનો અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે છે.
- ઉમેદવાર ધો.10, ધો.12 અથવા સમકક્ષ, ITI, ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન (BA, B.Sc, B.Com, BCA, BBA, B.Pharma) હોવો આવશ્યક છે.
પીએમ ઇન્ટર્નશિપ યોજનામાં જોડાવાના ફાયદા
- એક વખતની સહાય: ઇન્ટર્નશિપ દરમિયાન INR 6,000 ની એક વખતની સહાય અને વીમા કવચ.
- વીમા કવચ: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ પણ વીમા સુરક્ષા ઉપલબ્ધ થશે.
- તમને કયા ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપની તકો મળશે?
- ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપની તકો આપવામાં આવશે, જેમ કે:
- આઇટી અને સોફ્ટવેર ડેવલપમેન્ટ, બેંકિંગ અને નાણાકીય સેવાઓ, તેલ અને ગેસ, ફાર્મા, એફએમસીજી, ટેલિકોમ, બાંધકામ, ઓટોમોબાઇલ્સ, મીડિયા, શિક્ષણ, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, કન્સલ્ટિંગ સેવાઓ, આરોગ્યસંભાળ વગેરે
PM Internship Scheme 2025: પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ 2025 માટે જે વિદ્યાર્થીઓએ હજુ સુધી અરજી કરી નથી તેમના માટે બીજી તક છે. કારણ કે હવે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવીને 31મી માર્ચ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ pminternship.mca.gov.in પર જઈને અરજી કરી શકે છે. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ હતી.
પીએમ ઈન્ટર્નશીપ સ્કીમ 2025 માટે કોઈ અરજી ફી નથી
પીએમ ઈન્ટર્નશીપ સ્કીમ 2025 માટે કોઈ અરજી ફી નથી, તમામ વિદ્યાર્થીઓ માટે અરજી મફત છે. PM ઇન્ટર્નશિપ સ્કીમ 2025: તમને ભારતની ટોચની કંપનીઓમાં 12 મહિનાની ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. ભારત સરકાર દ્વારા 4,500 રૂપિયા અને ઉદ્યોગ દ્વારા 500 રૂપિયાની માસિક સહાય આપવામાં આવશે. આ સ્કીમ દ્વારા તમને 5,000 રૂપિયાની માસિક સહાય મળશે.
તમે આ ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપ કરી શકો છો
બેંકિંગ, સંરક્ષણ, ઉત્પાદન, શિક્ષણ, કૃષિ, સોફ્ટવેર વિકાસ, તેલ, ગેસ, ઉર્જા, ધાતુઓ, એફએમસીજી, ટેલિકોમ્યુનિકેશન વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપની તકો ઉપલબ્ધ થશે.
સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો
અગાઉ આ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ, 2025 હતી. પરંતુ હવે કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા અરજીની તારીખ લંબાવવામાં આવી છે. આ યોજના માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ https://pminternship. mca.gov.in/login/ પર જઈને અરજી કરે.
ઉમેદવારો 31 માર્ચ, 2025 સુધી અરજી કરી શકે છે
બીજા તબક્કા માટે અરજીની પ્રક્રિયા ગયા મહિને ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવી હતી. હવે ઉમેદવારો 31 માર્ચ, 2025 સુધી અરજી કરી શકે છે. આ તબક્કા હેઠળ, 1 લાખ ઉમેદવારોને દેશભરની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક આપવામાં આવશે.
12 pass
I want to internship for Software Testing.