સરકારી બેંકોમાં અધિકારી પદ માટે ઓગસ્ટથી ત્રણ મોટી પ્રવેશ પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન દ્વારા પ્રોબેશનરી ઓફિસર અને સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તમે જુલાઈના ત્રીજા અઠવાડિયા સુધી ત્રણેય પરીક્ષાઓ માટે અરજી કરી શકો છો.
SBI પર્સનલ સિલેક્શન : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ PO (પ્રોબેશનરી ઓફિસર) ની 541 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ૧૪ જુલાઈ સુધી અરજીઓ કરી શકાશે. પ્રિલિમ્સ, મેઈન્સ અને ઈન્ટરવ્યૂ/ગ્રુપ ચર્ચા દ્વારા પસંદગી કરવામાં આવશે. પ્રિલિમ્સ પરીક્ષા જુલાઈ અથવા ઓગસ્ટમાં, મેઈન્સ સપ્ટેમ્બરમાં અને ઇન્ટરવ્યૂ ઓક્ટોબર-નવેમ્બરમાં લેવામાં આવશે. કોઈપણ વિષયના સ્નાતકો આ પરીક્ષા માટે અરજી કરી શકે છે.
૨. પ્રોબેશનરી ઓફિસર ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ ૧૧ બેંકોમાં પ્રોબેશનરી ઓફિસરની પર૦૮ જગ્યાઓ ૫૨ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડયું છે. તમે ૨૧ જુલાઈ સુધી આ માટે અરજી કરી શકો છો. પ્રિલિમ્સ પરીક્ષા ઓગસ્ટમાં યોજાશે. મેઈન્સ ઓક્ટોબરમાં અને ઈન્ટરવ્યૂ ડિસેમ્બરમાં યોજાશે. કોઈપણ વિષયના સ્નાતકો ફોર્મ ભરી શકે છે. વય મર્યાદા ૨૦ થી ૩૦ વર્ષ છે.
૩.સ્પેશિયાલિસ્ટ ઓફિસર જો તમે કૃષિ, કાયદો, IT, માર્કેટિંગ અથવા હિન્દી જેવા વિશેષ વિષયોનો અભ્યાસ કર્યો હોય, તો તમે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની 1007 જગ્યાઓ માટે અરજી કરી શકો છો. ઉમેદવારો 21 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકે છે. પ્રિલિમ્સ પરીક્ષા નવેમ્બરમાં યોજાશે. પસંદગી પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. વય મર્યાદા 20 થી 28 વર્ષ છે. સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી ધરાવતા ઉમેદવારો પાત્ર છે.
ઓનલાઇન અરજી કરો : અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો