ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવેથી ડખ કિસાન યોજના હેઠળ હસો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક e-KYC ફરજીયાતપણે કરાવવાનું રહેશે.
શું છે સરકારનો હેતુ?
સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ યોજનામાં પારદરિ્શતા લાવવાનો અને ખોટા અથવા બિનઅધિકૃત લાભાર્થીઓને દૂર કરવાનો છે. અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ ખોટી ઓળખ અને ડુપિ્લકેટ લાભાર્થીઓ અંગે ફરિયાદો સામે આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
હવેથી આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા e-KYC પૂર્ણ કરેલું હશે. ખેતી નિયામક કચેરી દ્વારા જણાવ્યા મુજબ લાભાર્થીઓએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭માટે વાર્ષિક e-KYCની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. રાજ્યના દરેક લાભાર્થી ખેડૂતોએ તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં e-KYC પૂર્ણ કરવાનું રહેશે. નહીં તો ૨ હજારનો હપ્તો આવતો બંધ થઈ શકે છે.

કેવી રીતે કરશો e-KYc?
નવા નિયમ મુજબ e-KYC પ્રકિ્રયા વધુ સરળ બનાવવામાં આવી છે. હવે ખેડૂતો બાયોમેટિ્રક અને ફેસ ઓથેનિ્ટકેશન બંને માધ્યમથી પોતાની e-KYC પૂર્ણ કરી શકશે. આ માટે નજીકના કોમન સરિ્વસ સેન્ટર (CSC) અથવા અધિકૃત કેન્દ્ર પર જઈને પ્રકિ્રયા પૂર્ણ કરી શકાય છે. સાથે જ મોબાઇલ એપ અને ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ e-KYC કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
લાભાર્થીઓ નીચે મુજબની ૩ સરળ પદ્ધતિઓ પૈકી કોઇપણ રીતે સરળતાથી e-KYC કરી શકશે:
ફેસ ઓથેન્ટિકેશન:
ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે.
બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનઃ
નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ‘ઈ-ગ્રામ’ કેન્દ્ર પર જઈને પણ e-KYC કરાવી શકાશે.
PM કિસાન મોબાઈલ એપ (સ્વયં):
લાભાર્થી પોતે મોબાઈલ એપમાં ‘Benefi-ciary’ તરીકે લોગિન કરી પોતાના આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરી શકે છે. આ પદ્ધતિ દ્વારા એક લાભાર્થી પોતાનું અને અન્ય ૧૦૦ લાભાર્થીઓનું e-KYC પણ કરી શકશે. કોઈ લાભાર્થીઓ બહારગામ હોય અથવા અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોય, તેઓ પણ ત્યાંથી ઉપર મુજબની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને નિર્ધારિત સમયમાં e-KYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.
પીએમ કિસાન યોજના ૨૦૨૬ | PM Kisan Samman Nidhi Yojna 2026 અહીં ક્લિક કરો
PM કિસાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો
