શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: NEET વિવાદ વચ્ચે પદ છોડ્યું! જાણો પત્રમાં શું લખ્યું?
દેશભરમાં ચાલી રહેલા યુવા| આંદોલન અને હિંસક બનાવો વચ્ચે રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી| ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા આંદોલને| ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે દિલ્હીના જંતર-મંતર તેમજ બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં પ્રદર્શન દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી હતી. આ ગંભીર સ્થિતિ વચ્ચે મંત્રીએ વડાપ્રધાનને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.
આંદોલન અને રાજીનામું
- મુખ્ય કારણ: NEET પેપર લીક પ્રકરણ અને જંતર-મંતર પર ૩૬ દિવસથી ચાલી રહેલું યુવા આંદોલન.
- વ્યાપક અસર: દિલ્હી અને બિહાર સહિત દેશભરમાં ફેલાયેલું ઉગ્ર પ્રદર્શન.
- વડાપ્રધાનને મોકલાયું રાજીનામું: ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંત્રીએ રાજીનામું સોંપ્યું.
રાજીનામા પત્રમાં શું લખ્યું છે?
પોતાના રાજીનામા પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે તેઓ છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારણા માટે સમરિ્પત રહ્યા છે. એક સશક્ત અને દૂરંદેશી શિક્ષણ વ્યવસ્થા જ| સશક્ત રાષ્ટ્રની આધારશિલા છે તેવા પોતાના વિશ્વાસનો તેમણે ઉલ્લેખ કર્યો છે. તેમણે દેશના યુવાનોની આકાંક્ષાઓ અને ન્યાયી અપેક્ષાઓનું ઊડું સન્માન વ્યક્ત કરતા વડાપ્રધાનના નેતૃત્વમાં રાષ્ટ્રસેવા કરવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રાજીનામા પત્રની મુખ્ય બાબતો
- વિદ્યાર્થી હિત સર્વોપરી: રાષ્ટ્ર હિત અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે તે મુખ્ય ધ્યેય.
- રાષ્ટ્રસેવા માટે આભાર: વડાપ્રધાનના નેતૃત્વમાં કામ કરવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો.
- શિક્ષણનું મહત્ત્વ: સશક્ત શિક્ષણ વ્યવસ્થાને રાષ્ટ્રની આધારશિલા ગણાવી.
પોતાના રાજીનામા પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે તેઓ છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારણા માટે સમરિ્પત રહ્યા છે. એક સશક્ત અને દૂરંદેશી શિક્ષણ વ્યવસ્થા જ| સશક્ત રાષ્ટ્રની આધારશિલા છે તેવા પોતાના વિશ્વાસનો તેમણે ઉલ્લેખ કર્યો છે. તેમણે દેશના યુવાનોની આકાંક્ષાઓ અને ન્યાયી અપેક્ષાઓનું ઊડું સન્માન વ્યક્ત કરતા વડાપ્રધાનના નેતૃત્વમાં રાષ્ટ્રસેવા કરવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પત્રમાં 3 મે 2026ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષાની અનિયમિતતાઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે સરકારે ત્વરિત પગલાં લઈને તપાસ CBIને સોંપી હતી, પરીક્ષા રદ કરી પુનઃ પરીક્ષાની તારીખ જાહેર કરી હતી અને| આગામી વર્ષથી પરીક્ષા કમ્પ્યુટર-બેઝ્ડડ (CBT)| મોડમાં યોજવાનો નિર્ણય કર્યો હતો. 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા સુચારુ રીતે યોજાય તે| માટે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત પ્રયાસો| કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ-વાલીઓના સહયોગથી 21 જૂન 2026ના રોજ પરીક્ષા પૂર્ણ થઈ હતી.
મંત્રીએ જણાવ્યું કે, તેમણે શરૂઆતથી જ આ મામલાની જવાબદારી સ્વીકારી હતી અને પરીક્ષા| માફિયાઓના કારણે કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીની| સંભાવનાઓ કે ભવિષ્ય સાથે અન્યાય ન થાય તેવો સંકલ્પ કર્યો હતો. 16 જુલાઈના રોજ જાહેર થયેલા નીટ-યુજીના પરિણામો સંતોષકારક રહ્યા હતા અને ગરીબ પૃષ્ઠભૂમિના અનેક વિદ્યાર્થીઓ સફળ પણ થયા હતા. જો કે, આ દરમિયાન કેટલાક જવાબદાર| પદો પર બેઠેલા લોકો દ્વારા વિદ્યાર્થીઓને ગુમરાહ કરવાના પ્રયાસો થવાથી તેમનું મન અત્યંત વ્યથિત થયું હતું.
રાષ્ટ્રવિરોધી તાકાતો લાભ ન ઉઠાવે
છેલ્લા 10 દિવસના ઘટનાક્રમથી દુઃખી થઈને તેમણે| સ્પષ્ટ કર્યું કે, આ મામલો વ્યકિ્તગત પ્રતિષ્ઠાનો| નથી, પરંતુ દેશની યુવાશક્તિનો ભ્રમના ચક્રવ્યૂહમાં ફસાતી અટકાવવાનો છે. જંતર-મંતર અને દેશભરમાં બનેલી પરિસ્થિતિનો રાષ્ટ્રવિરોધી તાકાતો લાભ ન ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં અટવાઈ જવાને બદલે અભ્યાસ પર ધ્યાન કેનિ્દ્રત કરે તે હેતુથી તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું છે. અંતમાં તેમણે વડાપ્રધાનના માર્ગદર્શન, મંત્રીપરિષદના સહયોગીઓ અને આધિકારીઓનો| આભાર વ્યક્ત કરતા ઓડિશાની જનતા તથા દેશના યુવાનોની સેવામાં હંમેશા સમરિ્પત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.