CWG 2026 : કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે મેડલ જીતનારા ખેલાડીઓની યાદી

CWG 2026 : કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું પ્રદર્શન સતત મજબૂત રહ્યું છે. અત્યાર સુધી ભારતે કુલ 6 મેડલ જીત્યા છે, જેમાં 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી આ પ્રતિષિ્ઠત સ્પર્ધામાં ભારતના 122 ખેલાડીઓ વિવિધ રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે મેડલ જીતનારા ખેલાડીઓની યાદીમાં મીરાબાઈ ચાનુ, ઋષિકાંત સિંહ અને રાજા મુથુપાંડી મુખ્ય છે. આ ખેલાડીઓએ વેઇટલિફ્ટિંગ અને પેરા પાવરલિફ્ટિંગમાં દેશ માટે મેડલ જીત્યા છે.

CWG 2026માં અત્યાર સુધી ભારત માટે મેડલ જીતનારા ખેલાડીઓ

​🥇 ગોલ્ડ મેડલ (Gold)

  • મીરાબાઈ ચાનુ – વેઈટલિફ્ટિંગ (મહિલાઓની 48 કિગ્રા કેટેગરી, કુલ 190 કિગ્રા વજન ઉપાડીને પ્રથમ સ્થાન મેળવ્યું)
  • શર્મિલા ધાંઢર – પેરા એથલેટિક્સ (મહિલાઓનો શૉટ પુટ F57)

​🥈 સિલ્વર મેડલ (Silver)

  • ઋષિકાંત સિંહ – વેઈટલિફ્ટિંગ (પુરુષોની 60 કિગ્રા)
  • મુથુપંડી રાજા – વેઈટલિફ્ટિંગ (પુરુષોની 65 કિગ્રા)
  • જ્ઞાનેશ્વરી યાદવ – વેઈટલિફ્ટિંગ (મહિલાઓની 53 કિગ્રા)
  • સર્વેશ કુશારે – એથલેટિક્સ (પુરુષોની હાઈ જમ્પ)
  • વલ્લુરી અજય બાબુ – વેઈટલિફ્ટિંગ (પુરુષોની 79 કિગ્રા)

​🥉 બ્રોન્ઝ મેડલ (Bronze)

  • ઝાંડુ કુમાર – પેરા પાવરલિફ્ટિંગ (હેવીવેઇટ)
  • બિંદિયારાની દેવી – વેઈટલિફ્ટિંગ (મહિલાઓની 58 કિગ્રા)
  • શિલ્પા કે. શૈલા – પેરા એથલેટિક્સ (મહિલાઓનો શૉટ પુટ F57)

મીરાબાઈ ચાનુએ ફરી ત્રિરંગો લહેરાવ્યો

મીરાબાઈ ચાનુએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલાઓની 48 કિલોગ્રામ ઇવેન્ટમાં કુલ 190 કિલોગ્રામ વજન ઉપાડ્યું. તે અગાઉ 2018 ગોલ્ડ કોસ્ટ અને 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ વખતે વેઇટલિફ્ટિંગ સ્ટેજ પર પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું. મીરાબાઈ ચાનુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભકામના પાઠવી છે.

WG 2026

AthleteEventSportMedal
Jhandu KumarMen’s heavyweightPara powerliftingBronze
Rishikanta SinghMen’s 60kgWeightliftingSilver
Mirabai ChanuWomen’s 48kgWeightliftingGold
Muthupandi RajaMen’s 65kgWeightliftingSilver
Gyaneshwari YadavWomen’s 53kgWeightliftingSilver
Bindyarani DeviWomen’s 58kgWeightliftingBronze
Sharmila DhankarWomen’s shot put F57Para athleticsGold
Sarvesh KushareMen’s high jumpAtheticsSilver
Shilpa K ShylaWomen’s shot put F57Para athleticsBronze
Valluri Ajaya BabuMen’s 79kgWeightliftingSilver

Leave a Comment