UPI યુઝર્સ સાવધાન ! આવતીકાલે ૪૫ મિનિટ માટે બંધ રહેશે પેમેન્ટ સેવા

SBI UPI Maintenance Schedule: દેશની સૌથી મોટી સરકારી બૅંક ભારતીય સ્ટેટ બૅંક(SBI)ના ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. બૅંકની UPI સેવા 19 નવેમ્બરના રોજ આશરે 45 મિનિટ માટે બંધ રહેવાની છે. આ અંગેની માહિતી ખુદ બૅંક દ્વારા આપવામાં આવી છે. બૅંકે જણાવ્યું છે કે મેન્ટેનન્સના કામને કારણે 19 નવેમ્બરના રોજ SBI મારફતે થતી UPI સેવાઓ થોડા સમય માટે ઉપલબ્ધ રહેશે નહીં

બેંક દ્વારા મોકલવામાં આવેલ માહિતી

SBIએ સત્તાવાર X એકાઉન્ટ પર આપી માહિતી

બૅંકે પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘નિયત મેન્ટેનન્સ કામગીરીને કારણે 19.11.2026ના રોજ 01:15 વાગ્યાથી 02:00 વાગ્યા (IST) સુધી SBIની UPI સેવાઓ અસ્થાયી રૂપે ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, આ કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ થઈ શકે છે. ગ્રાહકો કોઈપણ અવરોધ વિના સેવાઓનો લાભ લઈ શકે તે માટે UPI Liteનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. ગ્રાહકોને થતી અસુવિધા બદલ અમને ખેદ છે.’

UPI તમામ સુવિધા બંધ રહેશે

આ સમયગાળા દરમિયાન બેંકના ખાતાધારકો Google Pay, PhonePe, Paytm કે બેંકની પોતાની મોબાઇલ એપ દ્વારા UPI મારફતે પૈસા મોકલી કે મેળવી શકશે નહીં, તેમજ બેલેન્સ ચેક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે નહીં.

ટેકનિકલ મેઇન્ટેનન્સ અને સર્વર અપગ્રેડેશન

સત્તાવાળાઓએ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકોને વધુ ઝડપી, સુરક્ષિત અને અવિરત ડિજિટલ બેંકિંગ અનુભવ પૂરો પાડવા માટે સિસ્ટમમાં જરૂરી ટેકનિકલ મેઇન્ટેનન્સ અને સર્વર અપગ્રેડેશન (Scheduled Maintenance) ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ નિયમિત પ્રક્રિયા ભાગ હોવાથી ગ્રાહકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.

UPI Lite દ્વારા પેમેન્ટની સુવિધા ચાલુ રહેશે

બૅંકની આ જાહેરાત મુજબ, નિર્ધારિત સમય દરમિયાન સામાન્ય UPI એપ્સ મારફતે પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડશે. જોકે, ગ્રાહકો UPI Liteનો ઉપયોગ કરી શકશે. UPI Liteને નાના વ્યવહારો માટેની પેમેન્ટ સુવિધા તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. તેના દ્વારા યુઝર્સ પોતાના બૅંક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરીને સપોર્ટ કરતા પેમેન્ટ એપના વોલેટમાં જમા કરાવી શકે છે. વોલેટમાં બેલેન્સ જમા થયા બાદ દરેક ખરીદી વખતે UPI PIN દાખલ કર્યા વિના પણ પેમેન્ટ કરી શકાય છે.

Yono Lite SBI : એપ્લિકેશન ડાઉનલોડ કરો

ગ્રાહકો માટે બેંકની ખાસ સલાહ:

૪૫ મિનિટના આ મેઈન્ટેનન્સ સમયગાળા દરમિયાન જો કોઈ અત્યંત જરૂરી નાણાકીય વ્યવહાર કરવાનો હોય, તો ગ્રાહકો UP Lite અથવા ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ (જો ચાલુ હોય તો) નો વિકલ્પ અપનાવી શકે છે. નિર્ધારિત ૪૫ મિનિટ પૂર્ણ થતાં જ તમામ UP| સેવાઓ આપોઆપ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે. આથી, કોઈ પણ અગવડતાથી બચવા માટે ગ્રાહકોને પોતાના જરૂરી ડિજિટલ| પેમેન્ટ્સ આ સમયગાળા પહેલાં અથવા પછી પૂર્ણ| કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

YONO SBI : એપ્લિકેશન ડાઉનલોડ કરો

Google Pay : ગૂગલ પે એપ્લિકેશન ડાઉનલોડ કરો

Amazon Pay એપ્લિકેશન ડાઉનલોડ કરો

BHIM UPI એપ્લિકેશન ડાઉનલોડ કરો

PhonePe : ફોન પે એપ્લિકેશન ડાઉનલોડ કરો

PayTm : પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરો

Leave a Comment