દિવાળી પૂજા મુહૂર્ત | તારીખ સમય વિધિ Diwali 2026

Diwali 2026 Shubh Muhurat: દિપાવલી પર્વ (વિક્રમ સંવત 2082) અને નવા વર્ષ(વિક્રમ સંવત 2083)ના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ દિવાળી અને નવા વર્ષના શુભ મુહૂર્તોની માહિતી આપી છે. ધનતેરસથી લઈને લાભ પાંચમ સુધીની ખરીદી, ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન માટેના શ્રેષ્ઠ મુહૂર્તોની વિગતો નીચે મુજબ છે.

ધનતેરસ (6 નવેમ્બર 2026)

શુક્રવાર, તા. 06/11/2026ના રોજ ધનતેરસ (આસો વદ 13) છે. આ દિવસે ધન્વંતરિ પૂજન, સોના-ચાંદીની ખરીદી અને દીપદાન માટે બપોરે 12:25થી 01:45, સાંજે 04:40થી 05:55 અને રાત્રે 09:15થી 10:45 સુધીના મુહૂર્તો શુભ છે.

કાળી ચૌદશ (7 નવેમ્બર 2026)

શનિવાર, તા. 07/11/2026ના રોજ કાળી ચૌદશ (આસો વદ 14) નિમિત્તે પૂજા અને ઉપાસના માર્ગદર્શન મુજબ કરવામાં આવશે.

દિવાળી અને લક્ષ્મી પૂજન (8 નવેમ્બર 2026)

રવિવાર, તા. 08/11/2026ના રોજ દિવાળી પર્વ ઉજવાશે. લક્ષ્મી પૂજન અને દિપાવલી પૂજન માટે સવારે 11:30થી 12:20, બપોરે 01:50થી 03:10, સાંજે 06:00થી અને રાત્રે 10:05 સુધીના શુભ મુહૂર્તો છે.

પંચાંગ મુજબ, અમાસ તિથિ 8 નવેમ્બર, રવિવારે સવારે 11:27 વાગ્યે શરૂ થશે અને 9 નવેમ્બર, સોમવારે બપોરે 12:31 વાગ્યે પૂર્ણ થશે. દિવાળીની લક્ષ્મીપૂજા પ્રદોષકાળમાં કરવામાં આવે છે. 8 નવેમ્બરે સાંજના પ્રદોષકાળ દરમિયાન અમાસ તિથિ હોવાથી આ દિવસે દિવાળી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

લક્ષ્મીપૂજાનું શુભ મુહૂર્ત

દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. અહેવાલ અનુસાર, 8 નવેમ્બરે સાંજે 5:54 વાગ્યાથી 7:50 વાગ્યા સુધી લક્ષ્મીપૂજાનું શુભ મુહૂર્ત રહેશે. આ સમયગાળો લગભગ એક કલાક અને 56 મિનિટનો છે. જોકે, શહેર અને સ્થાનિક પંચાંગ પ્રમાણે પૂજાના સમયમાં થોડો ફેરફાર થઈ શકે છે.

દિવાળીનું ધાર્મિક મહત્વ

ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે લોકોએ દીવડા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી દિવાળી પ્રકાશ, સમૃદ્ધિ અને શુભતાના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 6 નવેમ્બરે ધનતેરસ, 7 નવેમ્બરે કાળી ચૌદશ અને 8 નવેમ્બરે દિવાળી ઉજવાશે. ત્યારબાદ 10 નવેમ્બરે ગોવર્ધન પૂજા અને 11 નવેમ્બરે ભાઈબીજનો તહેવાર આવશે. ગુજરાતમાં બેસતા વર્ષની ઉજવણી માટે સ્થાનિક પંચાંગ અને પરંપરાને અનુસરવામાં આવે છે.

નૂતન વર્ષ – વિ.સ. 2083 (10 નવેમ્બર 2026)

સોમવારે અમાસ પૂર્ણ થયા બાદ, મંગળવાર, તા. 10/11/2026ના રોજ નૂતન વર્ષ (વિક્રમ સંવત 2083) પ્રારંભ થશે. નવા વર્ષમાં શુભ શરૂઆત હેતુ સવારે 09:40થી બપોરે 01:40 સુધીનો સમય ઉત્તમ છે.

લાભ પાંચમ (14 નવેમ્બર 2026)

શનિવાર, તા. 14/11/2026ના રોજ કારતક સુદ 5 એટલે કે લાભ પાંચમના દિવસે નવા ધંધા-રોજગાર કે શુભ કાર્યોની શરૂઆત માટે સવારે 08:15થી 09:35 અને બપોરે 12:25થી 04:30 સુધીના મુહૂર્તો ઉપલબ્ધ રહેશે.

દીવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ અને સ્ટેટસ (2026) Diwali Wishes

Happy Diwali SMS & Shayari 2026 – best diwali App for download

More Application : Click Here

Happy Diwali Wishes Application : ડાઉનલોડ કરો

Leave a Comment