RTE ફોર્મ 2023-24 ગુજરાત
RTE ગુજરાત પ્રવેશ ફોર્મ 2023-24 ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. RTE Gujarat 2023 પ્રવેશ: વર્ષ 2023 ના RTE Gujarat પ્રવેશના અધિકાર વિશેની મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું. આ લેખમાં, ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થવાનું છે અને છેલ્લી તારીખ શું છે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શેર કરીશું, જેના દ્વારા તમે ગુજરાતમાં પ્રવેશ ફોર્મ ભરી શકો છો. ઉપરાંત, અમે પાત્રતાના માપદંડ અને પ્રવેશ 2023 ની મહત્વપૂર્ણ તારીખ વિશે મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું.
યોજના નું નામ | RTE Admission Gujarat 2023-24 |
સહાય | આ એડમીશન અંતર્ગત બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે. અને પ્રાઈવેટ સ્કુલ માં મફત મા શિક્ષણ આપવામાં આવે છે. |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | જે બાળકો નાં પરિવાર આર્થિક રીતે નબળા હોઈ અને તેઓ નાં બાળકો સારા માં સારી શાળા માં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને સારું શિક્ષણ આપવાના હેતુ થી. |
લાભાર્થી | ગુજરાત રાજ્ય નાં આર્થિક અને પછાત સમાજ ના તમામ બાળકો જેનું લીસ્ટ નીચે આપેલ છે. |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | Toll-free Number :- 079-41057851 |
RTE Gujarat પ્રવેશ જાહેરાત 2023
ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -૨૦૦૯ ની કલમ ૧૨ ( ૧ ) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં રપ % મુજબ વિનામૂલ્ય ધોરણ -૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે . જે બાળકોએ ૧ જૂન -૨૦૨3 ના રોજ ૬ વર્ષ પૂર્ણ કરેલ હોય (નવી શિક્ષણ નીતિ મુજબ ફેરફાર થયેલ છે)અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.
તા. 04/05/2023નાં રોજ બહાર પાડવામાં આવશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે
ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ 13/05/2023, શનિવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.
વિગતવાર માહિતી : ડાઉનલોડ કરો
