Gujarat Cabinet Reshuffle: ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી દીધી છે. બુધવારે (16 ઑક્ટોબર, ગુરુવાર) રાજ્યના તમામ 16 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા બાદ આજે, શુક્રવારે (17 ઑક્ટોબર) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળ માટે શપથવિધિ યોજવામાં આવી.
યુવા ઊર્જાનો પ્રતિનિધિત્વ
રીવાબા બાદ કૌશિક વેકરિયાનું નામ બીજા સૌથી યુવા મંત્રી તરીકે સામે આવ્યું છે, તેમની ઉંમર 39 વર્ષ છે. ત્યાર બાદ હર્ષ સંઘવી અને પ્રવીણ માળી બંનેની ઉંમર 40 વર્ષ છે. તે ઉપરાંત સ્વરૂપજી ઠાકોર (43 વર્ષ) અને સંજયસિંહ (45 વર્ષ) પણ યુવા શ્રેણીમાં ગણાય છે. આથી સ્પષ્ટ થાય છે કે નવી કેબિનેટમાં 45 વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા છ ચહેરાઓનો સમાવેશ થયો છે, જે ભાજપના “યુવા નેતૃત્વ”ના સૂત્રને મજબૂત કરે છે.
જાણો કોને કયુ ખાતું મળ્યું
- હર્ષ સંઘવી – નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ વિભાગ
- ઋષિકેશ પટેલ – ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને સાંસદીય બાબતો
- જીતુ વાઘાણી – કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન
- કુંવરજી બાવળિયા – શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામીણ વિકાસ
- કનુ દેસાઈ – નાણાં, કેબિનેટ કક્ષાના શહેરી વિકાસ મંત્રી
- નરેશ પટેલ – આદિવાસી વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ
- અર્જુન મોઢવાડિયા – વન અને પર્યાવરણ, સાયન્સ અને ટેકનોલોજી
- ડૉ. પ્રદ્યુમ્ન વાજા – પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ,
- રમણ સોલંકી – અન્ન અને નાગરિક પુરવઠા
- ઈશ્વર પટેલ – શહેરી વિકાસ
- પ્રફુલ પાનસેરિયા – આરોગ્ય ખાતું
- મનીષા વકીલ – મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી)
- પરસોત્તમ સોલંકી – મત્સ્યોદ્યોગ
- કાંતિલાલ અમૃતિયા – શ્રમ અને રોજગાર
- રમેશ કટારા – કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગાય સંવર્ધન
- દર્શના વાઘેલા – શહેરી વિકાસ અને આવાસ
- કૌશિક વેકરિયા – કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદાકીય અને સંસદીય બાબતો
- પ્રવીણ માળી – જંગલો અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, પરિવહન
- જયરામ ગામિત – રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંગઠનોનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન
- ત્રિકમ છાંગા – ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
- કમલેશ પટેલ – નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, દારૂબંધી અને આબકારી
- સંજયસિંહ મહિડા – મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામીણ ગૃહનિર્માણ, ગ્રામીણ વિકાસ
- પી.સી. બરંડા – આદિજાતિ વિકાસ, ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો
- સ્વરૂપજી ઠાકોર – ખાદી અને ગ્રામોદ્યોગ
- રિવાબા જાડેજા – પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ



