GSEB Academic Calendar 2026-27: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટેનું સત્તાવાર કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત સાથે જ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવા કેલેન્ડર મુજબ, વર્ષ 2027ની બોર્ડની પરીક્ષાઓ માર્ચને બદલે ફેબ્રુઆરીના અંતમાં શરૂ થશે.
બોર્ડ પરીક્ષા 2027નું સમયપત્રક
બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ની પરીક્ષાઓ વહેલી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરીક્ષાનો પ્રારંભ 25 ફેબ્રુઆરી, 2027નો રોજ થશે, અને પરીક્ષાનો અંત 17 માર્ચ, 2027નો રોજ થશે. આ ફેરફારથી વિદ્યાર્થીઓને આગળના ઉચ્ચ શિક્ષણ અને પ્રવેશ પ્રક્રિયાઓ માટે વધુ સમય મળી રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

શૈક્ષણિક વર્ષ અને રજાઓનું આયોજન
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 8 જૂન, 2026થી થશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, આગામી વર્ષમાં કુલ 80 દિવસની રજાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્કૂલ વેકેશનની વિગતો
દિવાળી વેકેશનની વાત કરીએ તો વર્ષ 2027 માં દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી રહેશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કુલ 21 દિવસનું વેકેશન મળશે. જ્યારે ઉનાળુ વેકેશનની વાત કરીએ તો શૈક્ષણિક સત્રના અંતે 3 મે, 2027 થી 35 દિવસનું લાંબુ ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
| નવું શૈક્ષણિક સત્ર શરૂ | 8 જૂન, 2026 |
| બોર્ડ પરીક્ષા (ધો. 10 અને 12) | 25 ફેબ્રુઆરી થી 17 માર્ચ, 2027 |
| શાળાકીય વાર્ષિક પરીક્ષા | 5 એપ્રિલ થી 20 એપ્રિલ, 2027 |
| દિવાળી વેકેશન (21 દિવસ) | 5 નવેમ્બર થી 25 નવેમ્બર, 2027 |
| ઉનાળુ વેકેશન (35 દિવસ) | 3 મે, 2027 થી શરૂ |
વાર્ષિક અને સ્થાનિક પરીક્ષાઓ
બોર્ડની પરીક્ષાઓ સિવાય અન્ય ધોરણો માટેની વાર્ષિક પરીક્ષાઓનું માળખું પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ 5 એપ્રિલ, 2027 થી 20 એપ્રિલ, 2027 દરમિયાન યોજાશે. શિક્ષણ બોર્ડના આ અગાઉથી જાહેર કરાયેલા કેલેન્ડરને કારણે શાળાઓ પોતાનો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરી શકશે અને વિદ્યાર્થીઓને રિવિઝન માટે પૂરતો સમય મળશે.
🔥વર્ષ 2027 નું શાળાકીય કાર્યદિવસો ની યાદી
પ્રથમ સત્ર 120 દિવસનુ રહેશે
બીજું સત્ર 124 દિવસનુ રહેશે



