₹2,000થી વધુની UPI ચુકવણીઓ પર લાગી શકે છે ચાર્જ : લોકસભામાં બિલ પસાર

ભારતમાં UPI દ્વારા ડિજિટલ ચુકવણીનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને હવે દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ તરીકે સ્થાપિત થઈ ગયો છે. આ વચ્ચે UPI વપરાશકર્તાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકાર UPI ચુકવણીઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અથવા ચાર્જને મંજૂરી આપવાની દરખાસ્ત પર વિચાર કરી રહી છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો ₹2,000થી વધુની વ્યવસાયિક UPI ચુકવણીઓ પર 0.25%થી 0.4% સુધીની ફી લાગુ થઈ શકે છે.

આ ચાર્જથી કોને અસર થશે?

TOIએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે આ દરખાસ્ત મુખ્યત્વે ₹2,000 થી વધુના ટ્રાન્જેક્શન પર લાગુ થાય છે. આ ચાર્જ વેપારીના વ્યવહારો અને મોટી સંસ્થાઓ પર લાગુ થશે.

કોને રાહત મળશે?

₹2,000 થી વધુની ચુકવણી માટે સામાન્ય ગ્રાહકોને મુક્તિ મળશે. આનો અર્થ એ છે કે જો તમે નિયમિત ગ્રાહક અથવા દુકાનદાર છો તો તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

સામાન્ય યુઝર્સ પર કોઈ અસર નહીં

સામાન્ય યુઝર્સ ₹2,000 થી વધુના ટ્રાન્જેક્શન માટે ચાર્જ વિના ચુકવણી કરી શકશે. સામાન્ય UPI મર્યાદા ₹100,000 પ્રતિ દિવસ છે. જોકે, હોસ્પિટલ, કર અને શિક્ષણ હેતુઓ માટે પણ છૂટ ઉપલબ્ધ છે. આ નિર્ણય મૂળ 2020માં લાગુ થવાનો હતો, પરંતુ ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે સરકારે બેન્કો અને ચુકવણી સેવા પ્રદાતાઓને UPI અને RuPay ડેબિટ કાર્ડ વ્યવહારો પર MDR વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વધુ વિગતો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

  • રૂ. ૨,૦૦૦ સુધી: કોઈ ચાર્જ નહીં (૦ ટકા)
  • રૂ. ૩,૦૦૦ ૫૨: ૦.૪૦ ટકા લેખે રૂ. ૧૨
  • રૂ. ૫,૦૦૦ પર: ૦.૪૦ ટકા લેખે રૂ. ૨૦
  • રૂ. ૧૦,૦૦૦ પ૨: ૦.૪૦ ટકા લેખે રૂ. ૪૦
  • રૂ. ૫૦,૦૦૦ ૫૨: ૦.૪૦ ટકા લેખે રૂ. ૨૦૦
  • રૂ. ૭૫,૦૦૦ કે તેથી વધુ પર: ફિકસ્ડ રૂ. ૩૦૦

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ આ ફેરફાર તાત્કાલિક કોઈ શુલ્ક લાદશે નહીં. તેના બદલે તે એક કાનૂની માળખું બનાવશે છે જેનાથી સરકાર પછીથી MDR લાગુ કરવાનો નિર્ણય લઈ શકે છે.  રોઇટર્સના અહેવાલ મુજબ, અધિકારીઓ હજુ એ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે ફી કેવી રીતે લાગુ કરી શકાય અથવા તે કયા ટ્રાન્જેક્શન પર લાગુ કરવામાં આવે. જોકે હજુ સુધી તેના પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.           

ચાર્જ વસૂલ્યા પછી વપરાશકારોનો ઉત્સાહ ઘટશે?

યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ દેશમાં ખૂબ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે અને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ પુષ્કળ ખર્ચ થાય છે. તેથી બેન્કો તથા અન્ય સર્વિસ પ્રોવાઈડર દ્વારા લાંબા સમયથી સરકાર પર ચાર્જ વસૂલવાનું દબાણ હતું. સરકારે આ દિશામાં મહત્ત્વનો નિર્ણય લીધો છે ત્યારે એમડીઆરની જોગવાઈ રાખી નિશ્ચિત રકમના વ્યવહારો પર જ ચાર્જ વસૂલાય તેવી શક્યતા છે. ગ્રાહક અથવા વેપારીમાંથી કોઈની પણ પાસેથી ચાર્જ વસૂલાય તો પણ આખરે તો બોજ સામાન્ય વપરાશકાર પર જ પડવાનો છે. આ સ્થિતિમાં યુપીઆઈના ઉપયોગ બાબતે સામાન્ય વપરાશકારોના ઉત્સાહ પર શું અસર પડે છે, તે જોવું રહ્યું. 

10 હજારના વ્યવહાર પર રૂ.30થી 70નો ચાર્જ શકય

ફિનટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ સાથે સંકળાયેલા સૂત્રોના મતે, યુપીઆઈ વ્યવહારો પર 0.3 ટકાથી 0.7 ટકા સુધીનો ચાર્જ લાગુ પડી શકે છે. એટલે કે 10 હજારના વ્યવહાર પર ~30થી 70 વસૂલવાની જોગવાઈ રાખી શકાય. નાના વેપારીઓ કે ગ્રાહકોને રાહત આપવા માટે સરકાર દ્વારા ~ એક કરોડ કે તેથી વધુનું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓ પાસેથી આ ચાર્જ વસૂલવાની જોગવાઈ રાખી શકાય છે. જાણકારોના મતે ક્રેડિટ કાર્ડ પર એમડીઆર 1થી 3 ટકા છે અને ડેબિટ કાર્ડ પર 0.9 ટકા છે. તેથી યુપીઆઈ પર વસૂલાતો ચાર્જ એકંદરે ક્રેડિટ-ડેબિટ કાર્ડની સરખામણીએ ઓછો રહેવાનો છે.  

મોટાભાગનાં પેમેન્ટ પર ચાર્જ નહીં લાગવાનું કારણ

વર્ષ 2025-26 દરમિયાન 24,000 કરોડ યુપીઆઈ વ્યવહાર થયા હતા, જેનું મૂલ્ય 314 લાખ કરોડ રૂપિયા છે. તેમાંથી મોટાભાગના યુપીઆઈ પેમેન્ટ આગામી સમયમાં પણ ચાર્જ ફ્રી રહેવાની શક્યતા છે. કારણ કે સરકારે ~2,000 સુધીના યુપીઆઈ વ્યવહારો પર સબસિડી લાગુ કરેલી છે અને તેનો લાભ નાના વેપારીઓને મળે છે. રુપે ડેબિટ કાર્ડ તથા ઓછી વેલ્યુના ભીમ-યુપીઆઈ વ્યવહારો થકી નાના વેપારીઓને થયેલા ચુકવણાનો જ આમાં સમાવેશ થાય છે. 24,000 કરોડ વ્યવહારોમાંથી માત્ર 4 ટકા વ્યવહારો જ ~2,000થી વધુના હતા. આમ, 96 ટકાથી વધુ વ્યવહારો પર આગામી સમયમાં ચાર્જ લાગવાની શક્યતા ઓછી છે.

UPI એપ્લિકેશન ડાઉનલોડ કરો

શું કહે છે UPI ટ્રાન્ઝેક્શન પરના નવા નિયમો?

સરકારની આધિકારિક નોટિફિકેશન પ્રમાણે,

1. એક ગ્રાહક તરીકે તમને શું ફેર પડશે?

તમારે UPI વાપરવાનો એક પણ રૂપિયો આપવાનો નથી, તમારા ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારની ટેક્સ કે ડ્યૂટી નહીં લાગે.

2. દુકાનદારો માટે

₹૨,૦૦૦ સુધીના બિલ કે મહિનાનું ₹૧ લાખ સુધીનું કલેક્શન ધરાવતા નાના વેપારીઓ માટે પણ કોઈ ચાર્જ નથી.

Fact – દેશના ૯૫% થી વધુ ટ્રાન્ઝેક્શન આ ₹૨,૦૦૦ સુધીની ટ્રાન્ઝેક્શન શ્રેણીમાં આવે છે.

3. મોટા શોરૂમ કે મોટા વેપારીઓ માટે

જો ગ્રાહક ₹૨,૦૦૦થી વધુનું પેમેન્ટ UPIથી કરશે, તો બેંક દુકાનદાર પાસેથી ₹૧,૦૦૦ પર ₹૪ (0.4%) જેવો ચાર્જ કાપશે. (આ ચાર્જ પણ વધુમાં વધુ ₹૩૦૦ સુધી જ લાગી શકે).

પેટ્રોલ પંપ, રેલવે ટિકિટ, વીમો, રિચાર્જ ઉપર ₹૨,૦૦૦થી ઉપરના બિલ પર ફિક્સ ₹૫ ચાર્જ લાગશે. (અહીં નાગરિક માટે નહીં માલિક અથવા સર્વિસ પ્રોવાઇડર માટેની વાત છે)

પેટ્રોલ પંપ કે રેલવે ટિકિટમાં માર્જિન (નફો) ખૂબ ઓછો (૧% થી ૨%) હોય છે. જો ત્યાં 0.4% ટકાવારી ચાર્જ લગાવાય, તો ₹૫,૦૦૦ ના પેટ્રોલ પર ₹૨૦ કપાઈ જાય, જે પંપ માલિકને પોસાય નહીં. તેથી સરકારે ટકાવારીના બદલે ફ્લેટ ₹૫ ફિક્સ કર્યા.

બીજું કે રેલવે, ઈન્સ્યોરન્સ અને મોબાઈલ રિચાર્જ એવી સેવાઓ છે જે રોજેરોજ લાખો લોકો વાપરે છે. આ સેવાઓ ખોરવાય નહીં તે માટે સરકારે આ કેટેગરીને સ્પેશિયલ લિસ્ટમાં રાખી છે.

તમારે (ગ્રાહક તરીકે) કોઈ વધારાનો રૂપિયો આપવાનો નથી; આ ફિક્સ ₹૫ નો ચાર્જ એ કંપની કે પંપ માલિક બેંકને ચૂકવશે.

સરકારનું કહેવું છે કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ૧.૫% થી ૨% સ્વાયપ ચાર્જ કરતાં 0.4% ઘણો ઓછો છે, જેથી મોટા વેપારીઓ માટે આ ખર્ચ તેમના સામાન્ય બિઝનેસ ખર્ચનો જ એક ભાગ રહેશે અને તેનાથી વસ્તુઓના ભાવ વધારવાની કોઈ જરૂર રહેતી નથી.

હવે લોકોને ચિંતા એ છે કે મોટો દુકાનદાર આ 0.4% નો ખર્ચ સરભર કરવા સામાન મોંઘો ન કરી દે અથવા ‘રોકડા આપો’ એવી જીદ ન પકડે.

તો એના માટે, સરકારે સત્તાવાર ગેઝેટ (રાજપત્ર) નોટિફિકેશનમાં આ મુદ્દે સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ કરી છે:

કોઈ પણ બેંક કે સેવા આપનાર સંસ્થા (દુકાનદાર/મર્ચન્ટ) ગ્રાહક પાસેથી આ ચુકવણી બદલ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ (Directly or Indirectly) કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલી શકશે નહીં.

જો કોઈ મોટો વેપારી ગ્રાહકને એવું કહે કે, “UPI કરશો તો 0.4% વધુ આપવા પડશે” અથવા બિલમાં અલગથી UPI ચાર્જ જોડે, તો તે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ (Payment and Settlement Systems Act) હેઠળ નિયમભંગ ગણાશે.

Refrance Nav Gujarat Samachar

₹2,000થી વધુની UPI ચુકવણીઓ પર લાગી શકે છે ચાર્જ : લોકસભામાં બિલ પસાર

Leave a Comment