ગુજરાત સરકારનો રાજ્યના કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય

ના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના વારસદારો માટે એક અત્યંત મહત્વપર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તારીખ ૦૧/૦૮/૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા અધિકૃત ઠરાવ (કમાંક: રહમ/૧૦૨૦૧૮/યુ.ઓ./૨૦૧/કા.મ્.અ.) મુજબ, રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS) નો લાભ આપવાની મંજૂરી આપવામાં આવી છે.

સરકારના ઠરાવ મુજબના મુખ્ય નિયમો અને પાત્રતા:

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ વસીમ ચૌહાણની સહીથી પ્રસિદ્ધ થયેલા આ ઠરાવ અન્વયે નીચે મુજબના કિસ્સાઓમાં આવરી લેવાયેલા કર્મચારીઓને નાણા વિભાગના તારીખ ૦૮/૧૧/૨૦૨૪ અને તારીખ ૧૬/૦૪/૨૦૨૫ના ઠરાવોની| જોગવાઈઓ મુજબ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે

૧. સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૦૬/૨૦૦૪ના ઠરાવ મજબ તા.૧૫/૦૬/૨૦૦૪ થી તા.૩૧/૦૩/૨૦૦૫ સુધીમાં અર્થાત તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં રહેમરાહે નિમણક પામેલ હોય તેવા કર્મચારીઓ.

અથવા

૨. તા.૧૫/૦૬/૨૦૦૪ થી તા.૩૧/૦૩/૨૦૦૫ સધીમાં અર્થાત તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં ગજરાત ગૌણ સેવા પસંદગી પંચાયત, ગ્રામ ગહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રહેમરાહે નિમણુક માટે ફાળવણી (ભલામણ) કરવામાં આવેલ પરંતુ તા.૦૧/૦૪/૨૦૦૫ પછી નિમણક આપવામાં આવી હોય તેવા કર્મચારીઓ.

૩. ઉક્ત બંને કિસ્સાઓ મુજબ નિમણૂક કે ભલામણ મેળવ્યા બાદ તા.૦૧/૦૪/૨૦૦૫ પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરીને નિયમિત નિમણૂક પામેલ હોય તેવા તમામ કર્મચારીઓ આ યોજના માટે પાત્ર ઠરશે.

૩. ઉક્ત બંને કિસ્સાઓ મુજબ નિમણૂક કે ભલામણ મેળવ્યા બાદ તા.૦૧/૦૪/૨૦૦૫ પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો, પૂર્ણ કરીને નિયમિત નિમણૂક પામેલ હોય તેવા તમામ કર્મચારીઓ આ યોજના માટે પાત્ર ઠરશે.

3 મહિનામાં અરજી કરવી ફરજિયાતઃ

આ ઠરાવમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતાં અધિકારીઓ અને કર્મચારીઓએ આ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી ૩ (ત્રણ) માસની અંદર સંબંધિત કચેરી ખાતે નિયમાનુસાર અરજી કરવાની રહેશે. આ| પ્રકિ્રયા સંદર્ભે નાણા વિભાગની તા.૦૮/૧૧/૨૦૨૪ તથા તા.૧૬/૦૪/૨૦૨૫ની અન્ય તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ મહત્વપર્ણ નિર્ણય નાણા વિભાગની તા.૧૮/૦૯/૨૦૨પ તથા સરકારની તા.૦૧/૦૮/૨૦૨૬ની નોંધથી મળેલી મંજરી અન્વયે ગુજરાતના રાજ્યપાલના હકમથી અને તેમના નામે જાહેર કરવામાં આવ્યો છે. આ ઠરાવની નકલ રાજ્યપાલના અગ્રસચિવ, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ, તમામ મંત્રીઓના અંગત સચિવો, હાઈકોર્ટના રજિસ્ટ્રાર તેમજ તમામ વિભાગો અને ખાતાના વડાઓને તથા યોગ્ય અમલવારી અર્થે મોકલી આપવામાં આવી છે.

Leave a Comment