ગુજરાત પોલીસની ભરતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર(LRD)ની ભરતી પ્રક્રિયાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે ગત 21 જાન્યુઆરી 2026થી રાજ્યના 15 કેન્દ્રો પર શરૂ થયેલી શારીરિક કસોટીનું પરિણામ આજે 2જી એપ્રિલે સત્તાવાર રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://gprb.gujarat.gov.in/ પર જાહેર કરી દેવામાં આવ્યું છે
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લોકરક્ષક દળની ફિઝીકલ ટેસ્ટની પરિક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો આગામી તબક્કા માટે ક્વોલિફાય થયા છે. આ સાથે જ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા આગામી ૧૪ જૂન ૨૦૨૬ના રોજ યોજાશે. ગત ૨૧ જાન્યુઆરીએ રાજ્યના ૧૫ કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી યોજાઈ હતી. હવે પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકે છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-૩ સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાજ્યના ૧૫ જેટલા કેન્દ્રો પર ૨૧ જાન્યુઆરી ૨૦૨૬થી શારીરિક કસોટી યોજાઈ હતી. જાહેર થયેલા આ આંકડાઓમાં કોન્સ્ટેબલ અને PSI બંને કેડરના ઉમેદવારોનો સમાવેશ થાય છે. જે ઉમેદવારોએ માત્ર PSI કેડર માટે ફોર્મ ભર્યા હશે, તેમની યાદી અલગથી હોઈ શકે છે, પરંતુ સંયુક્ત રીતે અત્યારે ૨.૬૩ લાખથી વધુ ઉમેદવારો સફળ થયા છે.
અહીં ચકાશો તમારું નામ છે કે નહીં 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી ડાઉનલોડ કરો
લેખિત પરીક્ષા ક્યારે યોજાશે ?
આ સાથે જ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 14 જૂન 2026ના રોજ લેખિત પરીક્ષા યોજાશે. ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં ટેકનિકલ કે ક્લેરિકલ ભૂલને કારણે લાયક ઠર્યો હશે, તો તેની પસંદગી કોઈપણ તબક્કે રદ થઈ શકે છે.
વાંધા રજૂ કરવાની અંતિમ તારીખ
પરિણામ જાહેર થયા બાદ, જો કોઈ ઉમેદવારને પોતાની વિગતો કે ગુણ બાબતે કોઈ વાંધો હોય, તો તેઓ 8 એપ્રિલ 2026ના રોજ સાંજે 5:30 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆત કરી શકશે. ઉમેદવારોએ જરૂરી પુરાવા અને કોલ લેટરની નકલ સાથે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરીએ રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરિયર મારફતે અરજી મોકલવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલી કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
ઉમેદવારો માટે મહત્ત્વની વિગતો
- લેખિત પરીક્ષાની તારીખ: 14 જૂન 2026 (રવિવાર)
- વાંધા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ: 8 એપ્રિલ 2026
- કેટેગરી: પુરુષ, મહિલા અને માજી સૈનિક ઉમેદવારોના પરિણામ અલગથી જોઈ શકાશે.