ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાની તારીખ જાહેર

વર્ગ-3 બાદ હવે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાને લઇને સૌથી મોટી અપડેટ સામે આવી છે. જેની તારીખ જાહેર કરી દેવાઇ છે. આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે.

 

ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાની તારીખ જાહેર
 
  • ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાની તારીખ જાહેર
  • ગૌણ સેવા પસંદગી મંડળ લેશે પરીક્ષા
  • રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન

ગુજરાતમાં તાજેતરમાં જ વર્ગ-3ની ભરતીને લઇને મોટા સમાચાર સામે આવ્યા હતા. ત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેની ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેશે.

8 ફેબ્રુઆરીથી શરૂ થશે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા

આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા લેશે. રોજના 50 હજાર જેટલાં ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આપશે. પરીક્ષા કોમ્પ્યુટર આધારીત હોવાના કારણે પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે. કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે. રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન છે.

હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે

 

બીજી બાજુ રાજ્યમાં આગામી 15 દિવસમાં જ રાજ્યમાં વર્ગ 3ના કર્મચારીઓની ભરતી કરાશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું છે. તો વર્ગ 3ની ભરતી માટેના નિયમોમાં પણ સરકારે કેટલાંક ફેરફાર કર્યા છે. એટલે કે, હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

Leave a Comment