નવી મતદાર યાદી 2022 , PDF ફાઈલ ડાઉનલોડ કરો New Matdaryadi Gujarat

તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જયારે જે લોકોને ૧૮ વર્ષ થઇ ગયા છે કે તેનાથી વધુ પુખ્તવયના લોકો અત્યારે ચૂંટણીની ચર્ચા કરી રહ્યા હોય છે. અત્યારે લગભગ ગામેગામ એક જ ચર્ચા થઇ રહી છે કે બસ ચૂંટણીમાં આ વર્ષે કોણ જીતશે અને આ જ અંદાજ કાઢવા માટે લોકો અત્યારે મતદાર યાદી ચકાશતા હોય છે અને એ મતદાર યાદી તમને સરળતાથી પ્રાપ્ત થાય એ માટે તમારા માટે આ લેખ લઇ આવ્યા છીએ. તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની મતદાર યાદી , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો , ગુજરાત ગામ શહેર મતદાર યાદી 2022

મતદાર યાદી 2022 , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો

  • રાજ્યમાં 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની તૈયીરી પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર રાજ્યમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.

વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ સજાગ અને સજ્જ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈ ચૂંટણી પંચે તૈયારી ડબલ રફતારમાં શરૂ કરી દીધી છે. આખરી મતદાર યાદી જાહેર થતાં જ હવે એ પણ કંઈ શકાય કે ચૂંટણીનું એલાન થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પંચે મતદારોની બેઠક દીઠ મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે તેમજ ચૂંટણીલક્ષી તૈયારીની માહિતી પણ જાહેર કરી છે જેમાં ચૂંટણીમાં 50 ટકાથી વધુ મતદાન મથક પર બાજ નજર રાખી શકાય તે માટે વેબ કેમેરાનો ઉપયોગ કરાશે

ગુજરાતના આ જિલ્લાઓમાં સૌથી વધારે મતદારો

ગુજરાતમાં સૌથી વધારે મતદારો ધરાવતા જિલ્લાઓની વાત થાય તો તેમાં ટોપ 5 જિલ્લાઓમાં અમદાવાદ, સુરત , વડોદરા, બનાસકાંઠા અને રાજકોટનો સમાવેશ થાય છે. સૌથી વધારે મતદારો ધરાવતા જિલ્લામાં અમદાવાદ મોખરે છે.

જિલ્લાનું નામ પુરુષ મતદારો મહિલા મતદારો અન્ય મતદારો કુલ
અમદાવાદ 31,17,271 28,75,564 211 59,93,046
સુરત 25,46,933 21,92,109 159 47,39,201
વડોદરા 13,31,174 12,70,875 223 26,02,272
બનાસકાઠા 12,92,584 11,97,094 16 24,89,694
રાજકોટ 11,96,011 11,09,556 34 23,05,601

અમદાવાદમાં સૌથી વધુ 59,93,046 મતદારો છે. જેમાં 31,17,271 પુરુષ મતદારો, 28,75,564 મહિલા મતદારો અને 211 અન્ય મતદારો નોંધાયા છે. બીજા નંબર પર સુરત જિલ્લો છે. સુરતમાં કુલ 47,39,201 મતદારો છે. જેમાં 25,46,933 પુરુષ મતદારો, 21,92,109 મહિલા મતદારો અને 159 અન્ય મતદારો નોંધાયા છે.

ત્રીજા નંબર પર વડોદરા જિલ્લો છે. વડોદરામાં કુલ 26,02,272 મતદારો છે. જેમાં જેમાં 13,31,174 પુરુષ મતદારો, 12,70,875 મહિલા મતદારો અને 223 અન્ય મતદારો નોંધાયા છે. ચોથા નંબર પર બનાસકાઠા જિલ્લો છે. બનાસકાઠામાં કુલ 24,89,694  મતદારો છે. જેમાં 12,92,584 પુરુષ મતદારો, 11,97,094 મહિલા મતદારો અને 16 અન્ય મતદારો નોંધાયા છે. પાંચમા નંબર પર રાજકોટ જિલ્લો છે. રાજકોટમાં કુલ 23,05,601 મતદારો છે. જેમાં 11,96,011 પુરુષ મતદારો, 11,09,556 મહિલા મતદારો અને 34 અન્ય મતદારો નોંધાયા છે.

નવી મતદાર યાદી 2022 , PDF ફાઈલ ડાઉનલોડ કરો New Matdaryadi Gujarat

ગુજરાતના આ જિલ્લાઓમાં સૌથી ઓછા મતદારો

ગુજરાતમાં સૌથી ઓછા મતદારો ધરાવતા જિલ્લાઓની વાત થાય તો તેમાં ટોપ 5 જિલ્લાઓમાં ડાંગ, નર્મદા, પોરબંદર, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે.ડાંગ, નર્મદા, પોરબંદર, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સૌથી ઓછા મતદારો ડાંગ જિલ્લામાં છે. ડાંગમાં કુલ 1,93,298 મતદારો છે. જેમાં 96,909 પુરુષ મતદારો, 96,387 મહિલા મતદારો અને 2 અન્ય મતદારો નોંધાયા છે.

તમારા ગામની નવી મતદાર યાદી અહીંથી જુઓ

ઉપરની લિંક પર ક્લિક કરવાથી  એક નવી સાઇટ ખૂલશે જેમાં નીચે મુજબનાં કોલમ ખૂલશે

  1. પ્રથમ  જિલ્લા (District)  (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
  2. ત્યાર બાદ Assembly  સિલેક્ટ કરો
  3. હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો

મહત્વપૂર્ણ લિંક: 

મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા માટે  અહી ક્લિક કરો
ગુજરાત ચૂંટણી મતદાર યાદીમાં નામ તપાસો અહીં ક્લિક કરો
વોટર હેલ્પ લાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરો

ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

Leave a Comment