BIG NEWS: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખોનું આજે થઈ શકે એલાન, 3 વાગે ECની પ્રેસ કોન્ફરન્સ
મળતી જાણકારી પ્રમાણે, આજે બપોરે ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખોનું મહત્વનું એલાન ચૂંટણી પંચ કરી શકે છે.
- આજે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
- હિમાચલપ્રદેશની ચૂંટણીની તારીખની થઈ શકે છે જાહેરાત
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખના એલાનની પણ શક્યતા
ભાજપે ECને શું રજૂઆત કરી હતી?
- ભાજપના નેતા ચૂંટણી અધિકારીને મળ્યા હતા
- ભાજપે ચૂંટણીપંચને 23 સૂચનો કર્યા હતા
- મતદાનના સમયમાં વધારો કરવા રજૂઆત કરી હતી
- કામદારોને મતદાન માટે છૂટછાટ અપાવવા આપ્યું હતું સૂચન
- સ્ટાર પ્રચારકોની સંખ્યા 40થી વધારવા કર્યું હતું સૂચન
- સ્ટાર પ્રચારકોનો ખર્ચ પાર્ટી પર નાંખવા કર્યું હતું સૂચન
- ઉમેદવારીપત્રની અંતિમ તારીખ, ચકાસણી વચ્ચે એક દિવસ અંતરાલનું સૂચન
- મતદાન મથકથી કાર્યાલય 200 મીટરને બદલે 100 મીટર રાખવા સૂચન
- ચૂંટણીની તારીખમાં લગ્ન-તહેવારોની સિઝનને ધ્યાનમાં લેવા સૂચન
- PMની સભા દરમિયાન થતા ખર્ચ ઉમેદવારો પર ન બાંધવા સૂચન
- કોંગ્રેસે ECને શું રજૂઆત કરી હતી?
કોંગ્રેસે ચૂંટણીપંચને રજૂઆત કરી હતી
- મતગણતરીમાં બેલેટ પેપરની ગણતરી પહેલા થવી જોઈએ
- મતદારયાદીમાં છબરડા જલ્દીથી દૂર કરવા
- ચૂંટણીમાં ગેરરીતિ પર ગંભીર એક્શન લેવામાં આવે
- ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી કરવામાં આવે
- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એકસાથે ચૂંટણી થાય
- દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કામાં ચૂંટણી થાય