ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં રાજ્ય ચૂંટણી કમિશ્નરે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ 16 ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર

 

  • જુનાગઢ મહાનગરપાલિકા
  • 66 નગરપાલિકા
  • તાલુકા પંચાયત: કઠલાલ, કપડવંજ, ગાંધીનગર
  • મધ્યસત્ર ચૂંટણી: બોટાદ અને વાંકાનેર ન.પા.

ક્યાં ક્યાં યોજાશે પેટાચૂંટણી?

  • મનપા: 3 બેઠક
  • નગરપાલિકા: 21 બેઠક
  • જિલ્લા પંચાયત: 09 બેઠક
  • તાલુકા પંચાયત: 91 બેઠક

મહત્વની તારીખો

  • ચૂંટણીની જાહેરાતની તારીખ તા.21/01/2025
  • જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા.27/01/2025
  • ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા.01/02/2025
  • ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા.03/02/2025
  • મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
  • પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
  • મતગણતરીની તારીખ તા.18/02/2025
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025

જાણો જાહેરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. જેમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થશે. સાંજે 4.30 વાગે રાજ્ય ચૂંટણી કમિશ્નર તારીખ જાહેર કરી હતી. આજે ફક્ત જૂનાગઢની મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. કમિશ્નરના જાણાવ્યા મુજબ 4 હજાર ગ્રામપંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરવામાં આવશે.

ચુંટણી સંપૂર્ણ કાર્યક્રમ PDF Download

 

Leave a Comment