મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના | Mukhyamantri Mahila Utkarsh Yojana in Gujarati

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના મહિલાઓ માટેની યોજના છે. જેમાં મહિલાઓને પોતાના ધંધા અને રોજગાર માટે રૂ.1લાખ સુધી ની વગર વ્યાજે લોન આપવામાં આવશે. Mukhyamantri Mahila Utkarsh Yojana નો ઉદ્દેશ શું છે,યોજના માટે અરજી કેવી રીતે કરવી ,કોણ કોણ યોજના નો લાભ લઇ શકશે , ક્યા ડોક્યુમેન્ટ્સ ની જરૂર છે તે બધી વિગતો આ લેખ માં જાણવા મળશે. 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શું છે?

પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યની મહિલાઓ સમુહમાં ધંધો-રોજગાર કરી આર્થિક રીતે પગભર થઇ શકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. મહિલાઓ એ 10 મહિલાઓ નું જૂથ બનાવવા નું રહેશે અને આ યોજના અંતર્ગત આવા કુલ 1 લાખ જૂથ બનાવવામાં આવશે. જેમાં શહેરી વિસ્તારના 50000 જૂથ અને ગ્રામ્ય વિસ્તારના 50000 જૂથ રહેશે. તમામ જૂથને રૂ.1,00,000/- ની વગર વ્યાજની 1 વર્ષની સમય અવધી માટે લોન આપવામાં આવશે. આ બધા જ ગ્રૂપ ને જોઈન્ટ લાયેબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવશે.

યોજના નું નામમુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના
કોના દ્વારા શરુ કરવામાં આવી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
લાભાર્થીગુજરાત રાજ્યની મહિલાઓ 
યોજના નો લાભમહિલા જૂથો ને રૂ.1 લાખ ની લોન 
યોજના નો ઉદેશ્ય રાજ્યની મહિલાઓ સમુહમાં ધંધો-રોજગાર કરી આર્થિક રીતે પગભર કરવા માટે

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નો હેતુ 

  • રાજય ની મહિલાઓ સમૂહ માં ધંધો-રોજગાર કરી આર્થિક રીતે પગભર થઇ શકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
  • આ યોજના હેઠળ સરકાર તે તમામ મહિલા ગ્રૂપ ને એક વર્ષ માટે રૂ.૧ લાખ ની વગર વ્યાજે લોન આપવાનો હેતુ છે.
  • ધિરાણ ના માધ્યમ ની મહિલાઓ માં સ્વ-રોજગારી અને આજીવિકા પૂરી પાડવી.
આ પણ વાંચો  ઘરે બેઠા રેશન કાર્ડ કેવાયસી કરો Ration Card E KYC Gujarat 2025

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના કોણ લાભ લઈ શકે

  • ધિરાણ મેળવવવા માટે ઇચ્છુક 10 મહિલાઓ
  • જુથમાં જોડાયેલ દરેક મહિલા સભ્યની ઉંમર 18 વર્ષ થી 59 વર્ષની હોવી જોઈએ.
  • જુથમાં એક કુટુંબના એકજ મહિલાને સભ્ય તરીકે લઇ શકાશે.
  • જૂથના સભ્યો એકજ વિસ્તારમાં રહેતા હોય / એકજ વિસ્તારમાં કામ કરતા હોવા જોઈએ.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • ગ્રુપ ના દરેક સભ્યો ના પાસપોર્ટ સાઈઝ ફોટા 
  • ગ્રુપ ના દરેક સભ્યોના આધાર કાર્ડ
  • ગ્રુપ ના દરેક સભ્યોના રહેઠાણ નો પુરાવો 
  • ગ્રુપ ના સભ્યોનું સંયુક્ત બેંક ખાતું

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2022  Mukhyamantri Mahila Utkarsh Yojana in Gujarati

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નિયમ અને શરતો

  • પ્રવર્તમાન યોજના DAY- NULM હેઠળ નોંધાયેલ / અન્ય સ્વ સહાય જૂથ (SHG)ની કોઈ ધિરાણ આપતી સંસ્થાની લોન બાકી ન હોય તેવા હયાત સ્વસહાય જૂથો પણ આ યોજનાનો લાભ લઇ શકશે.
  • વિધવા અને વિકલાંગ બહેનોને આ યોજનામાં અગ્રતા આપવામાં આવશે. જૂથ ઘ્વારા આર્થિક પ્રવૃત્તિ સાથે બચતનું કામ પણ કરવાનું રહેશે.
  • પ્રતિ માસ રૂ.10,000/- લોનના હપ્તા પેટે ભરવાના રહેશે. આથી જૂથની દરેક મહિલા સભ્ય રૂ.1,000/- માસિક હપ્તા પેટે ભરવાના રહેશે.
  • નિયમિત માસિક હપ્તા ભરપાઈ થવાથી 11 અને 12 આ મહિનાના રૂપિયા 10,000/- બે માસિક હપ્તાની રકમ જૂથના ખાતામાં બચત તરીકે જમા રહેશે. 
  • આ યોજના હેઠળ જૂથને નિયમિત માસિક હપ્તા ભરપાઈ કરવાથી સંપૂર્ણ વ્યાજ રહિત લોન આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • જૂથ ઘ્વારા જૂથનું સંયુક્ત ખાતું ખોલવાનું રહેશે, જે ખાતામાં દરેક સભ્યે રૂ. 300/- જૂથના બેન્કના બચત ખાતામાં જમા કરાવવાના રહેશે.
  • જૂથના સભ્યો ધ્વારા લેવામાં આવેલ લોન ભરપાઈ કરવાની જવાબદારી જૂથના તમામ સભ્યોની રહેશે કે જે સભ્યોએ સરખા ભાગે ભરપાઈ કરવાની રહેશે. જૂથના સભ્યો દ્વારા જૂથ માટે પ્રમુખ, મંત્રી તથા ખજાનચી તરીકે વિધિવત પસંદગી કરવાની રહેશે અને જૂથ વતી તેઓને બેંકના વ્યવહાર કરવાના રહેશે. 
  • જૂથ દ્વારા આ યોજનાની તમામ જોગવાઈઓ નું પાલન કરવાનું રહેશે અન્યથા વ્યાજમાં સહાય મળવાપાત્ર રહેશે નહિ.
આ પણ વાંચો  Gujarat Public Holidays 2024 @gad.gujarat.gov.in

યોજના માટે કુલ બજેટ

રૂ.૧૬૮.૦૦ કરોડ


મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • શહેરી વિસ્તારની મહિલાઓએ મહાનગર પાલિકા ની “અર્બન કોમ્યુનીટી ડીપાર્ટમેન્ટ સેન્ટર” માંથી ફોર્મ લઇ અરજી કરવી.
  • ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ “તાલુકા પંચાયત ની “મહિલા અને બાળ વિકાસ અધિકારી” ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો -FAQs 

પ્રશ્ન 1: મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ કેટલા રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે?

જવાબ: આ યોજના હેઠળ દરેક ગ્રુપ ને 1 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે.

પ્રશ્ન 2: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ લેવા માટે એક ગ્રૂપ માં કેટલી મહિલાઓ હોવી જોઈએ?

જવાબ: એક ગ્રુપમાં 10 મહિલાઓ આવશ્યક છે.

પ્રશ્ન 3: યોજનામાં જોડાવા માટે મહિલાઓની ઉંમર કેટલી હોવી જોઈએ?

જવાબ: યોજનામાં જોડાવા માટે મહિલા સભ્યોની ઉંમર 18 વર્ષથી 59 વર્ષની હોવી જોઈએ.

પ્રશ્ન 4: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો મુખ્ય હેતુ શું છે?જવાબ: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નો મુખ્ય હેતુ એ છે કે રાજ્યની મહિલાઓ સમૂહમાં ધંધો રોજગાર કરી આર્થિક રીતે પગભર થઈ શકે.

Leave a Comment