ગુજરાત સરકારે મહિલા કર્મચારીઓ માટે લીધો મહત્વનો નિર્ણય, પ્રસૂતાને મળશે આટલી માતૃત્વ રજા

ગુજરાત સરકારે (Gujarat Government) મહિલા કર્મચારી (Woman Employee)ઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહિલા કર્મી નોકરીમાં જોડાતા પહેલા પણ માતૃત્વ (Pregnancy) ધારણ કર્યુ હશે તો પણ રજા (Paid Leave)ના લાભને પાત્ર હશે. આ ઠરાવ 22 સપ્ટેમ્બર, 2022થી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાત મુલ્કી સેવા (Gujarat Civil Service)ના નિયમમાં નોકરીમાં જોડાતા પૂર્વે રજા અંગે સ્પષ્ટ ઉલ્લેખ ન કરવાથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. મુલ્કી સેવા નિયમ મુજબ સરકારી નોકરી કરતી મહિલાઓને મેટરનિટી બેનિફિટ (Maternity Benefit) આપવામાં આવે છે. હવેથી નોકરીમાં જોડાતા પહેલા મહિલાએ માતૃત્વ ધારણ કર્યુ હોય તો બાળકના જન્મતારીખમાંથી 180 દિવસ બાદ કરવાના અને બાકી રહેલા દિવસનો રજા માન્ય ગણાશે. આ નિર્ણય હંગામી અને કાયમી નોકરી મહિલા કર્મીઓને લાગૂ થશે.

મહિલાને મેટરનિટી લીવ કેટલી વખત અને કયા લાભો મળે છે?

Maternity Benefit Act 1961 અને Maternity Benefit (Amendment) Act 2016 હેઠળ ભારતમાં મેટરનિટી લીવ 6 મહિના માટે મળવાપાત્ર છે. આ 6 મહિનાની રજા પગારના ધોરણે આપવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે મેટરનિટી લીવના પગારનો કયો ભાગ ચૂકવવામાં આવે છે અને કયો નથી?

મેટરનિટી લીવ (Maternity Leave) પર જતી સ્ત્રીને સંપૂર્ણ પગાર (Salary) મેળવવાનો અધિકાર છે. આ ચુકવણી મહિલાના સરેરાશ દૈનિક વેતન પર આધારિત છે. જે રજા પહેલાના ત્રણ મહિનાના સરેરાશ પગારના આધારે નક્કી થાય છે. આનો અર્થ એ થયો કે, મહિલાને પગારના તમામ ઘટકો જેમ કે મૂળ પગાર, ઘર ભાડું ભથ્થું (HRA) અને અન્ય ભથ્થાં સહિત સંપૂર્ણ પગાર મળશે. જોકે, ઘણી કંપનીઓ ફક્ત મૂળભૂત પગાર જ આપે છે. ખાનગી ક્ષેત્રમાં શરતો સાથે મહિલાને મેટરનિટી લીવ (Maternity Leave) આપવામાં આવે છે. જો નોકરીદાતા મેટરનિટી લીવ આપવામાં ઈન્કાર કરે છે, તો મહિલા કર્મી શ્રમ, રોજગાર કાયદા હેઠળ નોટિસ પાઠવી શકે છે.

મેટરનિટી લીવ (Maternity Leave) મેળવવા માટે, મહિલાએ ડિલિવરી પહેલાના 12 મહિનામાં ઓછામાં ઓછા 80 દિવસ તેની કંપનીમાં કામ કરવું ફરજિયાત છે. જો કોઈ મહિલા નવી નોકરીમાં જોડાઈ હોય અને ફરજિયાત 80 દિવસની રજા પૂર્ણ ન કરે, તો તે રજા માટે પાત્ર રહેશે નહીં. જો તેણી ગર્ભાવસ્થા (Pregnancy)ના બીજા ત્રિમાસિક ગાળા પહેલા કામ કરવાનું શરૂ કરે, તો તેણી 80 દિવસ એક જ સ્થળે કામ કરેલું હોવું જોઈએ.

મહિલાઓને કેટલી લીવ મળવાપાત્ર ગણાય?

પહેલા અને બીજા બાળક માટે મહિલાને 26 અઠવાડિયાની પેઇડ લીવ (Paid Leave) મળે છે. ત્રીજા બાળક માટે આ રજા ઘટાડીને 12 અઠવાડિયા કરવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન કે બાદમાં કોઈ તબીબી સમસ્યા સર્જાય તો મહિલા તબીબી દસ્તાવેજો સાથે વધારાની લીવ માટે અરજી કરી શકે છે. આ કાયદામાં ગર્ભપાત અથવા તબીબી સમાપ્તિના કિસ્સામાં 6 અઠવાડિયાની ફરજિયાત રજાની પણ જોગવાઈ છે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર રજા લંબાવવાની પણ જોગવાઈ છે, પરંતુ તે નોકરીદાતા અને કર્મચારીની પરસ્પર સંમતિ પર આધારિત છે.

મહિલાઓને બાળક દત્તક લેવાના કિસ્સામાં રજા

જો કોઈ મહિલા ત્રણ મહિનાથી ઓછી ઉંમરના બાળકને દત્તક લે છે અથવા સરોગસી દ્વારા બાળકને જન્મ આપે છે તો તેને બાળક સોંપવાની તારીખથી 12 અઠવાડિયાની મેટરનિટી લીવ (Maternity Leave) મળશે.

Leave a Comment