ગુજરાત પોલીસ દળમાં ઓક્ટોબર 2026 સુધીમાં નવી ૩૦૦૦ પોલીસની ભરતી કરવામાં આવશે

ગુજરાત પોલીસ દળમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવા અંગે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરાઈ હતી. જે મુજબ પોલીસ વિભાગમાં ડાયરેક્ટ રિકૂટમેન્ટ અને| પ્રમોશનલ એમ બંને સ્તરે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. કોન્સ્ટેબ્યુલરી સંવર્ગની 11 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયામાં પેપર-1(MCQ)| માં સફળ ઠરેલા 10.930 ઉમેદવારોના પેપ૨-2 (વર્ણનાત્મક)ની ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી ચાલે છે. આ મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ| પરિણામ જાહેર કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાથ ધરાશે. વધુમાં અત્યાર સુધીમાં 697 જગ્યાઓ| પ્રમોશનથી ભરી દેવાઈ છે.

આ ઉપરાંત, નવી ૩ હજાર ઉમેદવારોની ભરતી માટે ગુજરાત પોલીસ રિકૂટમેન્ટ બોર્ડને રિકિ્વઝિશન મોકલી દેવાયું છે. હાઇકોર્ટનું અવલોકનઃ સુનાવણી દરમિયાન| હાઇકોર્ટે ટિપ્પણી કરી કે, માત્ર ખાલી જગ્યાઓ ભરવી પૂરતી નથી, વસ્તીના પ્રમાણમાં પોલીસ બળ વધારવું જરૂરી છે. દર 1 હજાર નાગરિકો દીઠ પોલીસના સંખ્યાબળ ની સમીક્ષા જરૂરી છે.

પોલીસભરતી માટે અરજી કરવા : અહીં ક્લિક કરો

ભરતી અંગેની વર્તમાન સ્થિતિ (Status)

  • પરિણામ અને વેરિફિકેશન: હાલમાં ભરતીની પ્રક્રિયા (મૂલ્યાંકન) ચાલુ છે. તે પૂરું થયા પછી પરિણામ જાહેર થશે અને દસ્તાવેજોની ચકાસણી (ડોક્યુમેન્ટ વેરિફિકેશન) કરવામાં આવશે.
  • પ્રમોશન (બઢતી): અત્યાર સુધીમાં 697 જગ્યાઓ પ્રમોશન આપીને ભરી દેવામાં આવી છે.
  • નવી ભરતી: નવી 3,000 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવા માટે ‘ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ’ને મંજૂરી/વિનંતી (રિક્વિઝિશન) મોકલી દેવાઈ છે.

હાઈકોર્ટનું મહત્વનું અવલોકન (ટિપ્પણી)

  • અદાલતે કહ્યું કે માત્ર ખાલી જગ્યાઓ ભરી દેવાથી કામ પૂરું થઈ જતું નથી.
  • વસ્તી વધારાની સામે પોલીસની સંખ્યા (પોલીસબળ) પણ વધારવી ખૂબ જરૂરી છે.
  • દર 1,000 નાગરિકોની સુરક્ષા માટે કેટલા પોલીસ કર્મચારીઓ હોવા જોઈએ, તેની ફરીથી સમીક્ષા (ચેકિંગ) કરવી જરૂરી છે.

Leave a Comment