TAT શિક્ષક બનવાની સુવર્ણ તક, TAT Secondary 2026

ગુજરાત રાજ્યની સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા TAT-HS 2026 માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને મિશન સ્કુલ્સ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષકોની પસંદગી માટે આ દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) – 2020 ના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા દ્વિસ્તરીય પદ્ધતિથી લેવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને વિષયો

નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ શૈક્ષણિક અને તાલીમી લાયકાત હોવી અનિવાર્ય છે. જે વિદ્યાર્થીઓ વર્ષ ૨૦૨૫-૨૬ માં તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે, તેઓ પણ આ પરીક્ષા આપી શકશે.
મુખ્ય વિષયો: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગણિત-વિજ્ઞાન, સંસ્કૃત, કોમ્પ્યુટર વગેરે વિષયો માટે કસોટી યોજાશે.

પરીક્ષાનું માળખું

આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે:પ્રાથમિક પરીક્ષા (૨૦૦ ગુણ): આ પરીક્ષા બહુવિકલ્પ (MCQ) સ્વરૂપની રહેશે, જેમાં બે વિભાગ હશે. તેમાં દરેક ખોટા જવાબ દીઠ ૦.૨૫ નકારાત્મક ગુણ (Negative Marking) રહેશે.મુખ્ય પરીક્ષા (૨૦૦ ગુણ): પ્રાથમિક પરીક્ષામાં ક્વોલિફાય થનાર ઉમેદવારો આ વર્ણનાત્મક પરીક્ષા આપી શકશે. જેમાં ભાષા સજ્જતા અને વિષયવસ્તુના બે પ્રશ્નપત્રો રહેશે.

પરીક્ષા ફી

SC, ST, SEBC, EWS, PH કેટેગરી માટે: રૂ. ૪૦૦/-સામાન્ય (General) કેટેગરી માટે: રૂ. ૫૦૦/-

કેવી રીતે અરજી કરવી?

ઈચ્છુક ઉમેદવારોએ http://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.અરજી કરતા પહેલા ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાતની પૂરતી ચકાસણી કરી લેવી સલાહભર્યું છે.વધુ વિગતો માટે અને સતત અપડેટ રહેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org જોતા રહેવું.

પરીક્ષાનો મહત્વનો કાર્યક્રમ

પરીક્ષા માટેની મહત્વની તારીખો નીચે મુજબ છે:જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખ: ૧૨/૦૨/૨૦૨૬ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો: ૧૮/૦૨/૨૦૨૬ થી ૨૭/૦૨/૨૦૨૬ઓનલાઇન ફી ભરવાનો સમયગાળો: ૧૮/૦૨/૨૦૨૬ થી ૨૮/૦૨/૨૦૨૬પ્રાથમિક પરીક્ષા (MCQ) ની તારીખ: ૨૬/૦૪/૨૦૨૬મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) ની સંભવિત તારીખ: જૂન – ૨૦૨૬

મહત્વની લિંક 

Leave a Comment