ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ – A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ૫૩૭૦ જગ્યાઓ માટેની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ – A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટેની જાહેરાત (૩૭૮/૨૦૨૫૨૬) પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી દ્વારા વિવિધ વિભાગોમાં કુલ ૫૩૭૦ જગ્યાઓ ભરવામાં આવશે.

લાયક ઉમેદવારો તા. ૦૫/૦૨/૨૦૨૬ (૧૪:૦૦ કલાક) થી તા. ૨૦/૦૨/૨૦૨૬ (૨૩:૫૯ કલાક) સુધી OJAS ની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.

GSSSB CCE ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો

સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંક૩૭૮/૨૦૨૫૨૬
કુલ જગ્યાઓ૫૩૭૦ (ગ્રુપ-A: ૨૩૬૫, ગ્રુપ-B: ૩૦૦૫)
અરજી શરૂ થવાની તારીખ૦૫/૦૨/૨૦૨૬
અરજી કરવાની છેલ્લી તારીખ૨૦/૦૨/૨૦૨૬

જગ્યાઓની વિગત (Senvarg-wise Vacancies)

ગ્રુપ-A (Group-A)

સંવર્ગ (વર્ગ-૩)જગ્યાખાતાના વડાની કચેરી
સમાજ કલ્યાણ નિરીક્ષક૧૨૫નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગર
કાર્યાલય અધીક્ષકનિયામકશ્રી, મત્સ્યોદ્યોગ કચેરી
કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક)૧૬૦૦કલેક્ટર કચેરીઓ
હેડ ક્લાર્ક૧૩૪વિવિધ ખાતાના વડા
સીનિયર ક્લાર્ક૫૦૩વિવિધ ખાતાના વડા
કુલ ગ્રુપ-A૨૩૬૫*

ગ્રુપ-B (Group-B)

સંવર્ગ (વર્ગ-૩)જગ્યાખાતાના વડાની કચેરી
જુનિયર ક્લાર્ક૩૦૦૫વિવિધ ખાતાના વડા
કુલ ગ્રુપ-B૩૦૦૫*
  • કુલ કુલ જગ્યાઓ (A + B): 2365 + 3005 = 5370
કેટેગરીમળવાપાત્ર છૂટછાટમહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો૫ વર્ષ
અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો૫ વર્ષ
અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો૧૦ વર્ષ (૫+૫)મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ
સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો૧૦ વર્ષમહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ
સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો૧૫ વર્ષ (૧૦+૫)મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ
અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો૧૫ વર્ષ (૫+૧૦)મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ
અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો૨૦ વર્ષ (૫+૧૦+૫)મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ
માજી સૈનિક ઉમેદવારોબજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ૩ વર્ષ

CCE ફોર્મ કેવી રીતે ભરવું?

અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ ટૂંકમાં છે:

  • Registration: સૌ પ્રથમ ‘One Time Registration’ (OTR) કરાવવું જરૂરી છે.
  • Apply: ‘Apply now’ પર ક્લિક કરી વ્યક્તિગત વિગતો (Personal Details) અને શૈક્ષણિક વિગતો (Educational Details) ભરવી.
  • Photo & Signature Upload: ફોટો અને સહી જે .jpg ફોર્મેટમાં (15 KB થી વધવા ન જોઈએ) હોય તે અપલોડ કરવા. ફોટો સફેદ બેકગ્રાઉન્ડ વાળો અને જાહેરાત પ્રસિદ્ધ થયા પછીની તારીખનો હોવો જોઈએ.
  • Confirmation: બધી વિગતો ચકાસીને ‘Confirm Application’ પર ક્લિક કરવું. કન્ફર્મ થયા પછી જ તમારી અરજી માન્ય ગણાશે.
  • Print: અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી લેવી, જે ભવિષ્યમાં કામ આવશે.

ખાસ નોંધ: જો એકથી વધુ અરજી કરશો, તો તમારી છેલ્લી કન્ફર્મ થયેલી અરજી જ માન્ય રાખવામાં આવશે.

પરીક્ષા ફીનું ધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતી (વર્ગ-૩, ગ્રુપ-A અને ગ્રુપ-B) માટે પરીક્ષા ફી નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

કેટેગરીપરીક્ષા ફી (પ્રાથમિક પરીક્ષા માટે)
બિન અનામત વર્ગ (General)₹ ૫૦૦/-
અનામત વર્ગ (મહિલાઓ, સા.શૈ.પ.વર્ગ, SC, ST, EWS, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન)₹ ૧૦૦/-
વિગતગ્રુપ-A (Group-A)ગ્રુપ-B (Group-B)
પરીક્ષાનો પ્રકારવર્ણનાત્મક (Descriptive)MCQ પદ્ધતિ
પસંદગીનો આધારમુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણમુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ
લઘુત્તમ ગુણદરેક પેપરમાં ઓછામાં ઓછા ૪૦% ગુણઓછામાં ઓછા ૪૦% ગુણ

અગત્યની લિંક્સ

ઓનલાઇન અરજી કરવા માટે:અહીં ક્લિક કરો
સત્તાવાર નોટિફિકેશન PDF:ડાઉનલોડ કરો
GSSSB CCE પરીક્ષાનું નવું માળખુંડાઉનલોડ કરો

Leave a Comment