અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ભરતી 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેલ્થ / સો.વે.મે. ખાતા હેઠળ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી માટે સત્તાવાર જાહેરાત (જાહેરખબર ક્રમાંક: ૦૫/ ૨૦૨૫-૨૬) બહાર પાડવામાં આવી છે. કુલ ૮૪ જગ્યાઓ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2025 છે, અને અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 02 ઓગસ્ટ 2025 છે. ઉમેદવારોને સમયસર અરજી કરવા અને સત્તાવાર નોટિફિકેશનનો સંપૂર્ણ અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. (30 જુલાઈ 2025 ના રોજની સ્થિતિ મુજબ)
ઉંમરમાં છૂટછાટ:
મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ (EWS/આ.ન.વ.) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ (5) વર્ષની છુટછાટ.
મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ (5) વર્ષની છુટછાટ.
પગાર ધોરણ (Pay Scale)
નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ માટે રૂ. 26,000/- નું માસિક ફિક્સ વેતન આપવામાં આવશે.
ત્યારબાદ, કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ, સાતમા પગારપંચ મુજબ લેવલ 4, પે મેટ્રિક્સ રૂ. 25,500/- થી રૂ. 81,100/- + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં મળવાપાત્ર રહેશે.