ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મત્સ્ય અધિકારી (સામાન્ય) ભરતી 2025 GSSSB Officer Bharti 2025
GSSSB Fisheries Officer Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ “મત્સ્ય અધિકારી (સામાન્ય)”, વર્ગ-3 સંવર્ગની કુલ-94 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી કરવા માટે ઑનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. જો તમે સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ તમારા માટે એક ઉત્તમ તક છે.
જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.
પ્રથમ 5 વર્ષ માટે ₹40,800/- (ફિક્સ), ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ ₹35,400 – ₹1,12,400 (લેવલ-6)
GSSSB Fisheries Officer Recruitment 2025 જગ્યાઓ
કેટેગરી
જગ્યા
બિન અનામત (સામાન્ય)
42
આર્થિક રીતે નબળા વર્ગ
09
અનુ. જાતિ
05
અનુ. જન જાતિ
14
સા. શૈ. પ. વર્ગ
24
મહિલાઓ માટે અનામત (બિન અનામત)
13
મહિલાઓ માટે અનામત (આર્થિક રીતે નબળા વર્ગ)
02
મહિલાઓ માટે અનામત (અનુ. જાતિ)
01
મહિલાઓ માટે અનામત (અનુ. જન જાતિ)
04
મહિલાઓ માટે અનામત (સા. શૈ. પ. વર્ગ)
07
શારીરિક અશક્ત (દિવ્યાંગ)
00
માજી સૈનિક
09
કુલ જગ્યાઓ
94
નોંધ: આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી, કારણ કે તેની અલગથી જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે.
GSSSB Fisheries Officer Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત
ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી ઇન ફિશરીઝ સાયન્સ અથવા ઝૂલોજી અથવા માઇક્રોબાયોલોજી.
ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ (જનરલ) નિયમો, 1967 માં નિર્ધારિત મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું ફરજિયાત છે.
ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ.
GSSSB Fisheries Officer Recruitment 2025 માટે ઉંમર મર્યાદા
વર્ગ
વયમર્યાદા (અરજીની છેલ્લી તારીખ મુજબ)
જનરલ
18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં
વયમર્યાદામાં છૂટછાટ:
કેટેગરી
છૂટછાટ
મહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીનાં મહિલા ઉમેદવારોને
5 વર્ષ
–
અનામત કેટેગરીનાં પુરુષ ઉમેદવારોને
5 વર્ષ
–
અનામત કેટેગરીનાં મહિલા ઉમેદવારોને
10 વર્ષ (5+5)
45 વર્ષની મર્યાદામાં
સામાન્ય કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં પુરુષ ઉમેદવારોને
10 વર્ષ
45 વર્ષની મર્યાદામાં
સામાન્ય કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં મહિલા ઉમેદવારોને
પ્રથમ 5 વર્ષ માટે ₹40,800/- (ફિક્સ), ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ ₹35,400 – ₹1,12,400 (લેવલ-6)
GSSSB Fisheries Officer Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
પ્રથમ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ પર જાઓ: ojas.gujarat.gov.in
“Online Application” માં “Apply” પર ક્લિક કરો અને GSSSB સિલેક્ટ કરો.
જાહેરાત ક્રમાંક: 313/202526, “મત્સ્ય અધિકારી (સામાન્ય)”, વર્ગ-3 સંવર્ગની જાહેરાત માટે “Apply” પર ક્લિક કરો.
“Apply now” પર ક્લિક કરવાથી Application Format ખુલશે, જેમાં સૌ પ્રથમ “Personal Details” ભરો. (લાલ ફુદડી (*) ની નિશાનીવાળી વિગતો ફરજિયાત છે.)
Personal Details ભરાયા બાદ “Educational Details” ભરો.
ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરી “Save” પર ક્લિક કરો.
“Save” પર ક્લિક કરવાથી “Application Number” જનરેટ થશે, જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
હવે “Upload Photograph” પર ક્લિક કરો. તમારો એપ્લિકેશન નંબર અને જન્મતારીખ ટાઈપ કરીને ફોટો અને સિગ્નેચર અપલોડ કરો. (ફોટો: 5 સે.મી. ઊંચાઈ x 3.6 સે.મી. પહોળાઈ; સિગ્નેચર: 2.5 સે.મી. ઊંચાઈ x 7.5 સે.મી. પહોળાઈ). બંને JPG ફોર્મેટમાં 15 kb થી વધુ ન હોવા જોઈએ.
પેજના ઉપરના ભાગમાં “Online Application” ટેબમાં “Confirm Application” પર ક્લિક કરો. એપ્લિકેશન નંબર અને જન્મતારીખ ટાઈપ કર્યા બાદ Ok પર ક્લિક કરો. અરજી કન્ફર્મ કરતા પહેલા તેમાં સુધારો કરી શકો છો, પરંતુ એકવાર કન્ફર્મ થયા બાદ કોઈ સુધારો શક્ય બનશે નહીં. સંપૂર્ણ ચકાસણી બાદ જ “Confirm Application” પર ક્લિક કરો.
“Confirm Application” પર ક્લિક કરતા “Confirmation Number” જનરેટ થશે. આ કન્ફર્મેશન નંબર ભવિષ્યની તમામ કાર્યવાહી માટે જરૂરી હોઈ, તેને સાચવી રાખો.
હવે “Print Application” પર ક્લિક કરો અને તમારી અરજીની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.