ભારતીય સેનામાં અધિકારી બનવાની સુવર્ણ તક Territorial Army Bharti 2025

પ્રાદેશિક સેના એટલે કે, Territorial Army દ્વારા વર્ષ ૨૦૨૫માં દેશભરમાંથી અધિકારીઓના પદો પર નિમણૂક માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. નાગરિક ઉમેદવારો અરજી કરી શકે એ માટે ગત ૧૨મી મે, ૨૦૨૫ના રોજ સત્તાવાર વેબસાઈટ પર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારો અધિકારી પદો માટે તૈયારી કરી રહ્યા હોય તેઓ પ્રાદેશિક સેનાની સત્તાવાર વેબસાઈટ https://territorialarmy.in પર વિસ્તૃત માહિતી સાથેનું જાહેરનામું વાંચી શકે છે.

આ પોર્ટલ પર તમને પ્રાદેશિક સેના-૨૦૨૫ના ભરતી અભિયાન અંગેની તમામ મહત્ત્વપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી પ્રક્રિયા, મહત્ત્વની તારીખો, વયમયાંદા, યોગ્યતા, ખાલીપદોની સંખ્યા, પગારધોરણ તેમજ મહત્ત્વની લિંકનો સમાવેશ થાય છે. સત્તાવાર વેબસાઈટ પર પ્રદર્શિત સંક્ષિપ્ત સૂચના મુજબ, ચાલુ માસ એટલે કે, મે-૨૦૨૫ દરમિયાન સત્તાવાર વેબસાઈટ પર નોટિફિકેશન આપવામાં આવશે.

સંસ્થાભારત સરકાર
વિભાગસંરક્ષણ વિભાગ
પોસ્ટપ્રાદેશિક સેના અધિકારી
વિષયસેના અધિકારી ભરતી 2025
વય મર્યાદા42 વર્ષ સુધી નિયમ મુજબ

પ્રાદેશિક સેના ભરતી-૨૦૨૫ માટે જાહેરનામું

પ્રાદેશિક સેના અધિકારી અંગે વિસ્તૃત જાહેરનામું પોર્ટલ પર અપાશે. જ્યાંથી તમે PDF પણ ડાઉનલોડ કરી શકશો.

પ્રાદેશિક સેના-૨૦૨૫ ભરતીની મહત્ત્વની તારીખો

ઓનલાઈન આવેદન પ્રક્રિયા સત્તાવાર વેબસાઈટ પર તારીખ ૧૨ મેથી શરૂ કરીને તારીખ ૧૦મી જૂન, ૨૦૨૫ સુધી ચાલુ રહેશે. એટલે કે, આરંભિક તારીખ ૧૨મી મે, ૨૦૨૫ જ્યારે અંતિમ તારીખ ૧૦મી જૂન, ૨૦૨૫ નિયત કરવામાં આવી છે.

પ્રાદેશિક સેના ભરતી-૨૦૨૫ માટે અરજી ફી

આ પદો પર ભરતી કરવા માટે ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ નિયત અરજી કી ભરવાની રહેશે. ઉમેદવારોએ વેબસાઈટ પર નિયત રીતે ૫૦૦ રૂપિયા ફી ભરવાની રહેશે. કોઈ અન્ય રીતે ફી સ્વીકાર્ય નહીં રહે કે પછી માન્ય ગણાશે નહીં નિયત ફી નહીં ભરી હોય તો. ફોર્મ સીધા જ અસ્વીકાર્ય ગણાશે.

ખાલીપદો પર ભરતીની વિગત

ભરતી અભિયાન થકી કુલ ૧૯ ખાલીપદો ભરવામાં આવશે. આ ૧૯ પદો પૈકી પુરુષ ઉમેદવારો માટે ૧૮ જ્યારે મહિલા ઉમેદવાર માટે ૦૧ પદ મળવાપાત્ર છે. તમારે સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ પદોની માહિતી માટે જાહેરનામું જોઈ જવાનું રહેશે. કુલ પ્રાદેશિક સેના ભરતી-૨૦૨૫ પગારધોરણ Viith CPC વગેરે તમે જાહેરનામામાં જોઈ શકશો.

પસંદગી પ્રક્રિયા

પ્રાદેશિક સેના દ્વારા શરૂ કરવામાં આવેલી ભરતી મુજબ પસંદગી પ્રક્રિયામાં નીચેનાતબક્કા સામેલ છે. જેમાં લેખિત પરીક્ષા, SSB ઈન્ટરવ્યુ, ડોક્યુમેન્ટ ચકાસણી, મેડિકલ ટેસ્ટ

અરજી કેવી રીતે કરશો?

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ થકી અરજી કરી શકે છે. નીચે આપેલા સૂચન મુજબ અરજી કરવી. સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://territorialarmy.in/ પર જવું લિંક પર જરૂરી માહિતી ભરવી. ત્યારબાદ અરજી ફોર્મ ભરી દેવું. સૂચન મુજબ જરૂરી દાસ્તાવેજ જમા કરાવવા. ભવિષ્યના સંદર્ભમાટે તેની પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી રાખવી.

સવિસની શરતો અને નિયમ

પ્રાદેશિક સેના એક અલ્પસમયની અવધારણા છે, જેમાં એક વર્ષમાં બે મહિના પ્રશિક્ષણ અનિવાર્ય છે અને તે પુર્ણસમયની કારકિર્દી આપી શકતી નથી. પ્રાદેશિક સેનામાં સેવા આપવાથી પેન્શનની ગેરંટી નથી મળતી અને સંગઠનાત્મક જરૂર મુજબ સેવાને આધિન છે.

લેફ્ટનન્ટના પદો પર કમિશન અપાય છે:

પ્રશિક્ષણ અને સૈન્ય સેવા માટે સામેલ થતાની સાથે પગારધોરણ અને ભથ્થા તેમજ વિશેષાધિકાર નિયમિત સેનાના અધિકારીઓને સમકક્ષ હશે. નિર્ધારીત માપદંડો પૂરા કરતાં જ સમય-સ્કેલ મુજબ લેફટનન્ટ-કર્નલ સુધીના પદો પર પ્રમોશન મળી શકે. પસંદગી દ્વારા કર્નલ અને બ્રિગેડિયરના પદો સુધી પદોન્નતિ મળી શકે. પ્રાદેશિક સેનામાં કમિશન પૂર્ણ કરનાર અધિકારીઓને જરૂર મુજબ લાંબા સમય માટે સૈન્ય સેવા માટે બોલાવવામાં આવી શકે છે.

Important EventsDate
Online Apply Start Date12-05-2025
Online Apply Last Date10-06-2025

How to applyClick Here
Official NotificationDownload Here
Online ApplyApply Here
Telegram ChannelClick Here
WhatsApp GroupClick Here
Google NewsFollow Us

Leave a Comment