ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા આયોજિત થનાર રેવન્યુ તલાટીની પરીક્ષાની તારીખને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ એક સારા સમાચાર છે, કારણ કે પ્રાથમિક આયોજન મુજબ આ પરીક્ષા 14 સપ્ટેમ્બરના રોજ યોજાઈ શકે છે. જોકે, આ તારીખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી અને તેમાં કોઈ અડચણ ન આવે તો જ આ તારીખે પરીક્ષા યોજાય તેવી સંભાવના છે.
રેવન્યુ તલાટી પરીક્ષા 14 સપ્ટેમ્બરે યોજાશે?
મહેસૂલ વિભાગ દ્વારા હાલ રેવન્યુ તલાટીની પરીક્ષા માટે 14 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવાનું આયોજન ચાલી રહ્યું છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, જો કોઈ અનિવાર્ય સંજોગો અથવા ટેક્નિકલ કારણોસર કોઈ અડચણ ન આવે તો આ પરીક્ષા આ જ તારીખે લેવામાં આવી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની તૈયારીઓ ચાલુ રાખે અને સત્તાવાર જાહેરાતની રાહ જુએ. આ તારીખની પુષ્ટિ માટે સમયાંતરે વેબસાઇટ અને સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ તપાસતા રહેવું જરૂરી છે.
વધુ માહિતી માટે આ ટ્વીટ જુઓ:
વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો