ભાવનગરમાં ST દ્વારા એપ્રેન્ટીસ તાલીમાર્થીની ભરતીનું આયોજન

અરજી પત્રક તા.19 જુલાઈ સુધીમાં જમા કરાવાના રહેશે

ભાવનગરમાં ST દ્વારા એપ્રેન્ટીસ તાલીમાર્થીની ભરતીનું આયોજન

તા.7 જુલાઇથી 19 જુલાઇ સુધીમાં કચેરીમાંથી અરજી મેળવી લેવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર આઈ.ટી. આઈ માં મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશ્યન, કોપા, પેન્ટર, મોટર વ્હીકલ બોડી બિલ્ડર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ પાસ કરેલ ઉમેદવારોમાટે એપ્રેન્ટીસ ભરતી આઈ.ટી. આઈ મેરીટ ધોરણે યોજાનાર હોવાથી આ ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા હોય, તેવા ઉમેદવારોએ વિભાગીય કચેરી પાનવાડી એસ.ટી ભાવનગર ખાતેથી રૂબરૂમાં તા.7 જુલાઇથી 19 જુલાઇ સુધી સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં કાર્યાલયના કામકાજ ના દિવસો/સમય દરમ્યાન (રજાના દિવસો બાદ) અરજી પત્રક મેળવી.

ઓનલાઈન રજીસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની સ્વ-પ્રમાણિત નકલો અને https://apprenticeshipindia.org/ તથા https://anubandham.gujarat.gov.in/home બંને વેબસાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી સહિત અરજી પત્રક તા.19 જુલાઇ બપોરના 2 કલાક સુધીમાં વિભાગીય કચેરી,પાનવાડી ભાવનગર ખાતે જમા કરાવવાનું રહેશે.

જો કોઈ ઉમેદવારએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલ હોય કે હાલમાં એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી જેની ખાસ નોંધ લેવી. મિકેનિક ટ્રેડ માટે લઘુતમ લાયકાત ધોરણ-10 તથા કોપા તેમજ હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ માટે 12 પાસ અને આઈ.ટી.આઈ ટ્રેડ પાસ રહેશે તેમજ ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે તેમ ભાવનગરના વિભાગીય નિયામકની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો  ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક પરીણામ જાહેર Indian Post GDS Result 2025

Leave a Comment