ધોરણ 10 અને 12નું પરિણામ
આ વર્ષથી માર્કશીટમાં ક્યુઆર કોડ રહેશે, ઓનલાઈન વેરિફિકેશન કરી શકાશે હાલ બોર્ડમાં ગુણ મેળવવાની અને તેની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે
ધોરણ 10 અને 12નું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર થઇ શકે છે. હાલમાં પેપર ચેકિંગ બાદની પ્રક્રિયા ચાલી રહી છે. વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ન આવે તે માટે દરેક માર્કશીટને અલગ અલગ તબક્કમાંથી પસાર કરીને તૈયાર કરવામાં આવે છે. જેથી કોઇપણ પ્રકારની ખામી કે વિદ્યાર્થીઓને નુકસાન ન થાય.
બોર્ડ દ્વારા દરેક માર્કશીટ પર ક્યુઆર કોડ લગાવાશે
આ સાથે જ આ વર્ષે વિદ્યાર્થીઓની સુવિધા વધારવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા દરેક માર્કશીટ પર ક્યુઆર કોડ લગાવાશે. જેથી વિદ્યાર્થીઓ કોઇપણ સ્થળેથી વેરિફિકેશન કરી શકે છે. ક્યુઆર કોડ લાગુ કરવાના કારણે વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. કોઇપણ સંસ્થા ક્યુઆર કોડ સ્કેન કરીને બોર્ડની લિંક પરથી માર્કશીટનું વેરિફિકેશન કરી શકાશે.
દસ્તાવેજોની ચકાસણી પેપરલેસ
માર્કશીટમાં ક્યુઆર કોડ લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટની ડિજિટલ કોપી ગમે ત્યાંથી વેરિફાય કરાવી શકશે. કોલેજ એડમિશન પ્રક્રિયામાં દસ્તાવેજોની ચકાસણી પેપરલેસ અને ભૂલરહિત બનશે. માર્કશીટ બોર્ડના સર્વર સાથે લિંક હશે, જેથી છેડછાડ પકડાઈ જશે.
આ રીતે ગુજરાત બોર્ડનું પરિણામ તૈયાર થાય છે
પેપરમાં બારકોડ સ્ટિકર લાગ્યા બાદ પરિણામ સમયે વિદ્યાર્થીના બેઠક નંબરની જાણ થાય છે
પરીક્ષામાં વિદ્યાર્થીની ઓળખ ન થાય તે માટે પેપર પર બારકોડ લાગે છે
પેપર પૂંરું થયા બાદ જવાબવહીને ‘પાલા કેન્દ્ર’માં મોકલાય છે
જવાબવહી મિક્સ કર્યા બાદ તેને 50-60ના બંચમાં ચેક કરવા મોકલાય છે
ચેક થઈ આવ્યા પછી બારકોડ નંબર મુજબ ગુણની એન્ટ્રી થાય છે
બારકોડના આધારે તમામ વિષયોનું સોફ્ટવેરની મદદથી ઓટોમેટિક રીઝલ્ટ તૈયાર થાય છે
જે દિવસે પરિણામ જાહેર થવાનું હોય ત્યારે ઓનલાઇન બારકોડ અને બેઠક નંબર મેચ થાય છે
રિઝલ્ટ જાહેર થવાના દિવસે જ રિઝલ્ટનું પ્રિન્ટિંગ ચાલુ થાય છે
એપ્લિકેશન ડાઉનલોડ કરો