શિક્ષણ સહાય યોજના | Shikshan Sahay Yojana @bocwwb.gujarat.gov.in

બાંધકામ વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો ના બાળકો પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ શ્રમયોગી શિક્ષણ સહાય સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે?

રાજ્ય માં બાંધકામ વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો ના બાળકો જે ઉચ્ચતર અભ્યાસ અને શિક્ષણ માં આગળ વધી તેનું બાળક પણ ડોકટર, એન્જિનિયર બને તેવા હેતુસર તેના માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. 

યોજના નું નામશ્રમયોગી શિક્ષણ સહાય યોજના
વિભાગબાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત
લાભાર્થીગુજરાત ના બાંધકામ શ્રમિકો ના બાળકો
મળવાપાત્ર સહાયરૂ. 30,000 સુધી શિક્ષણ સહાય
સતાવાર વેબસાઇટsanman.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર079-25502271

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના ના નિયમો

  • શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • બાંધકામ શ્રમિકે નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • જો બાંધકામ શ્રમિકના બે બાળકોને જ સહાય મળવા પાત્ર રહેશે. તે બંને બાળકના અલગ અલગ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.
  • બાંધકામ શ્રમયોગીના બાળકો ની ઉંમર વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપંગ હોય તો તેને વયમર્યાદામાં લાગુ પડશે નહીં.
  • જે તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે. જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે જ વર્ગ કે ધોરણમાં બીજી વાર સહાય મળવા પાત્ર રહેશે નહીં.
  • જે બાળકો ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે બાળકોને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં.
  • અરજદાર હોય ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે અન્યથા તેની અરજી રદ શકે છે.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ – Shramyogi Shikshan Sahay Yojana Benefits

શ્રમયોગી આકસ્મિક મૃત્યુ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.

  • બાંધકામ શ્રમિક ના બાળકો ને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ના અભ્યાસ માટે 30,000 સુધી ની સહાય આપવામાં આવશે.
ધોરણસહાયની રકમહોસ્ટેલ સાથે
ધોરણ ૧ થી ૪રૂા. ૫૦૦/-
ધોરણ ૫ થી ૯રૂા. ૧૦૦૦/-
ધોરણ ૧૦ થી ૧૨રૂા. ૨,૦૦૦/-રૂ ૨,૫૦૦/-
આઇ.ટી.આઇ.રૂા. ૫,૦૦૦/-
પી.ટી.સી.રૂા. ૫,૦૦૦/-
ડિપ્‍લોમાં કોર્ષરૂા. ૫,૦૦૦/-રૂ. ૭,૫૦૦/-
ડીગ્રી કોર્ષરૂા. ૧૦,૦૦૦/-રૂ. ૧૫,૦૦૦/-
પી.જી. કોર્ષરૂા. ૧૫,૦૦૦/-રૂ. ૨૦,૦૦૦/-
પેરા મેડીકલ, નર્સિંગ, ફાર્મસી, ફીસીયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદરૂા. ૧૫,૦૦૦/-રૂ. ૨૦,૦૦૦/-
મેડીકલ/એન્‍જિનીયરીંગ/ એમ.બી.એ./એમ.સી.એ./ આઇ.આઇ.ટી.રૂા. ૨૫,૦૦૦/-રૂ. ૩૦,૦૦૦/-
પી.એચ.ડીરૂા. ૨૫૦૦૦/-

ઉપર ની માહિતી વેબસાઇટ માંથી લેવામાં આવી છે. 

શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Required Documents Of Shikshan Sahay Yojana

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું બોનાફાઇડ સર્ટિફિકેટ
  • આધાર કાર્ડ
  • બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક
  • વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું રીઝલ્ટ
  • શાળા કે કોલેજમાં ફી ભર્યા ની રીસીપ્ટ
  • જો રૂપિયા 5000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંબંધી પત્રક ભરવાનું રહેશે

બોનાફાઇડ સર્ટિફિકલ્ટ નો નમુનો ડાઉનલોડ કરો

સોગંદનામુ અને સંમતિપત્રક ડાઉનલોડ કરો

નિયમો

  • બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્‍યાની તારીખથી જ આ યોજનાનો લાભ શ્રમિકને મળવાપાત્ર થશે. બાંધકામ શ્રમિક તરીકેનું ઓળખકાર્ડ નોંધણી તારીખથી ત્રણ વર્ષે રીન્‍યુ થયેલ હોવું જોઇએ.
  • બાંધકામ શ્રમિકે નિયત નમુનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. પ્રત્‍યેક શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મળ્યાથી ૩ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • અરજી સાથે જે તે શૈક્ષણિક સંસ્‍થામાં પ્રવેશ મેળવ્‍યા બાબતના પુરાવા જેવા કે સંસ્‍થાના આચાર્યનું પ્રમાણપત્ર કે પ્રવેશપત્ર રજૂ કરવાનું રહેશે.
  • હોસ્‍ટેલ પ્રવેશ સંદર્ભમાં સંબંધિત હોસ્‍ટેલના રેકટર/વોર્ડન/સંસ્‍થાની અધિકૃત વ્‍યક્તિની સહીવાળું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • આ સહાય માત્ર સરકારે માન્‍ય કરેલ હોય તેવી શૈક્ષણિક સંસ્‍થા/શાળા/કોલેજોમાં પ્રવેશ લીધેલ હોય તેવા બાંધકામ શ્રમિકના પુત્ર/પુત્રી તથા બાંધકામ શ્રમિકના પત્ની (વય મર્યાદા ૩૦ વર્ષ) સંબંધમાં જ મળવાપાત્ર થશે.
  • બાંધકામ શ્રમિકના આશ્રિત તેવા માત્ર બે બાળકો તથા બાંધકામ શ્રમીકની પત્ની (વય મર્યાદા ૩૦ વર્ષ) પૂરતી જ સહાય મળવાપાત્ર થશે.
  • સરકાર માન્ય સંસ્થા/કોલજો માં થી એક્ષટરનલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા બાંધકામ તરીકેના બાળકોને પણ હાલની ધારા ધોરણ મુજબ શિક્ષણ સહાય મળવા પત્ર થશે.
  • નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ કરતા બાંધકામ શ્રમિકોના બાળકોને પણ શિક્ષણ સહાય મળવા પત્ર છે.
  • જે તે શૈક્ષણિક વર્ષ/સેમેસ્‍ટરમાં એકવાર અનુતીર્ણ થનાર વિદ્યાર્થીને તે જ ધોરણ/વર્ગ માટે બીજા વર્ષે/સેમેસ્‍ટર માટે પણ આ સહાય મળવાપાત્ર થશે. અલબત્ત આ સહાય માત્ર એક ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે. તે જ ધોરણ/વર્ગમાં બીજીવાર નાપાસ થનારને તે જ ધોરણ/વર્ગ માટે ફરી સહાય મળવાપાત્ર થશે નહીં.

કાર્યપદ્ધતિ

  • શિક્ષણ સહાય માટે સત્ર શરૂ થયા તારીખથી/ એડમિશન લીધા તારીખથી ૯૦ દિવસ(૩ માસમાં) નિયત અરજી ફોર્મ અરજી કરવાની રહેશે
  • નાણાંકીય સહાય મેળવવા માટે નોંધાયેલ બાંધકામ શ્રમિકે આ સાથે બીડેલ નમુનામાં અરજી જે તે જિલ્‍લાના સંબંધિત પ્રોજેક્ટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ને રજૂ કરવાની રહેશે.
  • બાંધકામ શ્રમિકે કરેલ અરજીમાં તેના બાળકો, શૈક્ષણિક સંસ્‍થામાં ભણતા હોય તે શાળા/કોલેજ/સંસ્‍થા પાસેથી, અરજી પત્ર (ફોર્મ) ના નમુનામાં દર્શાવ્‍યા મુજબનું ‘‘આચાર્યનું પ્રમાણપત્ર’’ આ અરજી સાથે બીડવાનું રહેશે.
  • જો હોસ્‍ટેલમાં પ્રવેશ લીધેલ હોય તો હોસ્‍ટેલના સંબંધિત રેકટર/વોર્ડન/વડાનું પ્રમાણપત્ર પણ બીડવાનું રહેશે.
  • બાંધકામ શ્રમિકે તેની આ અરજી આચાર્યના પ્રમાણપત્ર સહીત જે તે ઉપરોકત અધિકારીની કચેરીમાં આપવાની રહેશે.
  • પ્રોજેક્ટ મેનેજરે દર્શાવેલ વિગતોની ચકાસણી અને ખરાઇ કરીને અરજી મળ્યેથી દિન-૩૦ માં પોતાની ભલામણ સહીત રૂ. ૫૦૦૦/- ઉપરની અરજીઓ વડી કચેરીમાં મોકલી આપવાની રહેશે.
  • રૂ. ૫૦૦૦/- થી નીચેની શિક્ષણ સહાય અરજી પ્રોજેક્ટ મેનેજરે તેઓના જીલ્લામાં સમિતિ બોલાવી તેનો નિકાલ કરવાનો રહેશે.
  • ના-મંજૂર કરવા અંગેના કારણોની લેખિત નોંધ કરી તેની જાણ સંબંધિત શ્રમિકને કરવાની રહેશ.મંજૂર થયેલ નાણાંકીય સહાય બાંધકામ શ્રમિકની બેંક અથવા પોસ્‍ટ ઓફિસના ખાતામાં જમા કરી શકાશે અથવા તો ઓળખકાર્ડના ફોટા ઉપરથી ખાત્રી કરી લાભાર્થીને રૂા. ૨૫૦/- સુધી રોકડ/ચેકથી ચૂકવવાની રહેશે અને તે ચૂકવ્‍યા બદલ તેની પહોંચ મેળવી લેવાની રહેશે.

Important Link

અરજી ફોર્મ ડાઉનલોડ કરવાઅહીં ક્લીક કરો
સત્તાવાર વેબસાઈટsanman.gujarat.gov.in
@ bocwwb.gujarat.gov.in
વધુ માહિતી માટેઅહીં ક્લીક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…….

Leave a Comment