રેલવેના ભરતી એપ્રેન્ટિસ ભરતી 2025 RRC WR Apprentices 2025

રેલવેના ભરતી સેલ દ્વારા એપ્રેન્ટિસશિપ ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એપ્રેન્ટિસશિપ માટે ગત 30મી ઓગષ્ટ, 2025થી અરજી સ્વીકારવાનું શરૂ કરી દેવાયું છે. જે ઉમેદવારો પિૃમ રેલવેમાં એપ્રેન્ટિસશિપ કરવા માટે જોડાવા માંગતા હોય તેઓ માટે આ સોનેરી અવસર છે. એપ્રેન્ટિસશિપ માટે

રેલવેના ભરતી એપ્રેન્ટિસ ભરતી 2025

સંસ્થાનું નામરેલવેના ભરતી સેલ
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કુલ જગ્યાઓ2865
શૈક્ષણિક લાયકાતઆઈ.ટી.આઈ. પાસ
અરજી શરૂ થવાની તારીખ30/08/2025
અરજીની છેલ્લી તારીખ29/09/2025

કુલ 2865 પદો પર ભરતી કરવામાં આવશે, જે પૈકી જનરલ કેટેગરીના 1150 પદ, SC કેટેગરીના 433 પદ, ST કેટેગરીના 215 પદ, OBC 778 પદ તેમજ EWS કેટેગરીના 289 પદ પર ભરતી અનામત રખાશે. સાથે જ આ પદો પર ભરતી થવા માટે અરજી કરવાની આખર તારીખ 29મી સપ્ટેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે.

શૈક્ષણિક યોગ્યતા :

અરજી કરવા માટે ઉમેદવારે ભારતની કોઈપણ માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 10 કે 12 ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે પાસ કર્યું હોવું જોઈએ. આ ઉપરાંત, NCVT, SCVT માન્યતાપ્રાપ્ત સંસ્થાનમાંથી નેશનલ ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ સર્ટિફિકેટ મેળવ્યું હોવું જોઈએ. સાથે જ ઉમેદવારોની પસંદગી ધોરણ 10 તેમજ ધોરણ 12માં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે.

વયમર્યાદા :

અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 15 વર્ષ હોવી જરૂરી છે, જ્યારે 24 વર્ષથી ઓછી હોવી જોઈએ. જો કે, SC અને ST ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની, OBC વર્ગના ઉમેદવારોને 3 વર્ષની તેમજ દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.

અરજી ફી :

અરજી કરવા માટે ઉમેદવારોએ ફી ભરવાની રહેશે. ઉમેદવારોએ અરજી ફી પેટે 100 રૂપિયા તેમજ પ્રોસેસિંગ ફી પેટે 41 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત SC/ST કેટેગરીના ઉમેદવારોને અરજી ફી માંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, SC/ST ઉમેદવારોએ 41 રૂપિયા પ્રોસેસિંગ ફી જમા કરાવવાની રહેશે.

આ પણ વાંચો  યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વેલ્થ મેનેજરની 250 પોસ્ટ માટે ભરતીની જાહેરાત Union Bank Bharti 2025

જરૂરી ડોક્યુમેન્ટ્સ :

અરજી કરવા માટે ઉમેદવારોએ નિયત દાસ્તાવેજ જેવા કે પાસપોર્ટ સાઈઝ ફોટો, ધોરણ 10નું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, ITI પ્રમાણપત્ર તેમજ અન્ય જરૂરી દાસ્તાવેજ રજૂ કરવાના રહેશે.

અગત્યની તારીખો

ફોર્મ ભરવાની શરૂઆત30/08/2025
ફોર્મની છેલ્લી તારીખ29/09/2025

અરજી કઈ રીતે કરવી?

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ રેલવેના ભરતી સેલની ઓફિશિયલ વેબસાઇટ nitplrrc.com પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અગત્યની લિંક્સ

Official NotificationClick Here
ટેલિગ્રામ ચેનલમા જોડાઓઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment