Ram Navami 2025: રામ નવમી કેમ ઉજવવામાં આવે છે? ઇતિહાસ, મહત્વ અને શુભકામના પાઠવો

Happy Ram Navami 2025 Wishes: રામલલાનો જન્મ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. એટલા માટે દર વર્ષે ચૈત્ર મહિનાની નવમી તારીખે શ્રીરામની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ભગવાન શ્રી રામને સત્ય, અહિંસા અને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે, તેથી દરેકને તેમના પગલે ચાલવાની સલાહ આપવામાં આવે છે. રામલલાના જન્મ દિવસે, મંદિરોમાં ફક્ત પ્રાર્થના અને પૂજા જ નહીં, પરંતુ તેમનો જન્મદિવસ પણ ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારે રામલલાના જન્મ પહેલાં જ તમારા પ્રિયજનોને જન્મદિવસની શુભેચ્છાઓ મોકલવી જોઈએ. અહીં કેટલાક સુંદર ગુજરાતીમાં હેપી રામનવમીના મેસેજ આપ્યા છે.

રામ નવમીનો શુભ મુહુર્ત

6 એપ્રિલ 2025ના રોજ રામ નવમીના દિવસે પૂજાનો શુભ સમય સવારે 11.08 વાગ્યાથી શરૂ થશે. આ શુભ સમય બપોરે 1.39 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન તમે ભગવાન શ્રી રામની પૂજા કરી શકો છો.

રામ નવમીનો શુભ યોગ

પંચાંગ અનુસાર રામ નવમી પર પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે. આ સિવાય આ દિવસે સુકર્મ યોગ ચાલુ રહેશે જે સાંજે 6.54 સુધી ચાલશે. આ પછી ધૃતિ યોગ બનશે.

રામ નવમી કેમ ઉજવવામાં આવે છે? (Why Ram Navami Celebrated)

રામ નવમીનો પવિત્ર તહેવાર ભગવાન શ્રીરામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ, ભગવાન વિષ્ણુ પોતાનો સાતમો અવતાર ધરી અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના પુત્ર તરીકે પૃથ્વી પર પ્રગટ થયા.વિશ્વનું કલ્યાણ અને રાવણના અન્યાયનો અંત લાવવા માટે, શ્રીરામનો અવતાર થયો.

આ તહેવાર માત્ર ભગવાન રામના જન્મોત્સવ માટે જ નહીં, પરંતુ સત્ય અને ન્યાયના વિજયનો પ્રતીક પણ છે. શ્રીરામ જીવનભર ધર્મના પથ પર અડગ રહ્યા, અને રામ નવમી એ જ આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોની યાદ અપાવે છે.

રામ નવમીનો ઇતિહાસ (Ram Navami History)

રામાયણ મુજબ, અયોધ્યાના રાજા દશરથની ત્રણ રાણીઓ હોવા છતાં, તેમને સંતાનસુખ પ્રાપ્ત નહોતું, જેનાથી તેઓ ખૂબ જ વ્યથિત હતા. સંતાનપ્રાપ્તિની ઈચ્છાથી રાજાએ વિશેષ યજ્ઞ કર્યો, જેના પરિણામ સ્વરૂપે તેમની ત્રણેય રાણીઓ ગર્ભવતી બની.

ચૈત્ર મહિનાની નવમી તિથિએ, રાણી કૌશલ્યાના ગર્ભમાંથી ભગવાન શ્રીરામનો જન્મ થયો. તેઓ રાજા દશરથના સૌથી મોટા પુત્ર હતા. તેમના પછી, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્રનો જન્મ થયો. શ્રીરામે પૃથ્વી પર પાપ અને અન્યાયનો નાશ કરી, ધર્મ સ્થાપન માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.

રામ નવમી ખાસ કરીને અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ભક્તિ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે, કારણ કે તે સત્ય અને ન્યાયના વિજયનું પ્રતિક છે.

રામ નવમીનો મહત્વ (Ram Navami Importance)

હિન્દુ ધર્મમાં રામ નવમી વિશેષ મહત્વ ધરાવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, જે ભક્ત આ પવિત્ર દિવસે પૂર્ણ શ્રદ્ધા અને વિધિપૂર્વક મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની પૂજા કરે છે, તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

માન્યતા છે કે રામ નવમીના પવિત્ર દિવસે દેવી દુર્ગા અને શ્રીરામની પૂજા કરવાથી ભક્તોને ઇચ્છિત ફળ મળે છે. આ સાથે, જીવનમાં આવેલ તમામ વિધ્રો અને કઠિનાઈઓનો નાશ થાય છે, અને જીવનમાં શાંતિ અને સાકારાત્મકતા પ્રવેશ કરે છે.

રામ નવમીની શુભકામના પાઠવો : અહીં ક્લિક કરો

Leave a Comment