India Post Recruitment 2026 : ભારતીય ટપાલ વિભાગ (India Post), ગુજરાત સર્કલ દ્વારા મેઇલ મોટર સર્વિસ (MMS) હેઠળ સ્ટાફ કાર ડ્રાઈવર (ઓર્ડિનરી ગ્રેડ) ની કુલ ૪૮ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયક ભારતીય નાગરિકો પાસેથી ઓફલાઇન (ટપાલ દ્વારા) અરજીઓ મંગાવવામાં આવી છે.
આ પોસ્ટ માટે ૧૦ પાસ અને ડ્રાઈવિંગનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. પસંદગી પામેલ ઉમેદવારોને પે-મેટ્રિક્સ લેવલ-૨ મુજબ રૂ. ૧૯,૯૦૦/- થી રૂ. ૬૩,૨૦૦/- નું પગાર ધોરણ મળવાપાત્ર થશે. અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ ૧૯ જાન્યુઆરી ૨૦૨૬ છે.
ઇન્ડિયા પોસ્ટ ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો
| સંસ્થાનું નામ | ઇન્ડિયા પોસ્ટ (ભારતીય ટપાલ વિભાગ), ગુજરાત સર્કલ |
| પોસ્ટનું નામ | સ્ટાફ કાર ડ્રાઈવર (Staff Car Driver – Ordinary Grade) |
| કુલ જગ્યાઓ | ૪૮ |
| પગાર ધોરણ | રૂ. ૧૯,૯૦૦/- થી રૂ. ૬૩,૨૦૦/- (Level-2) |
| અરજી કરવાની રીત | ઓફલાઇન (રજીસ્ટર્ડ એડી / સ્પીડ પોસ્ટ દ્વારા) |
| અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ | ૧૯/૦૧/૨૦૨૬ (સાંજે ૦૬:૦૦ કલાક સુધી) |
કેટેગરી મુજબ જગ્યાઓની વિગત
કુલ ૪૮ જગ્યાઓનું વર્ગીકરણ નીચે મુજબ છે:
- સામાન્ય (UR): ૨૧
- SC: ૦૩
- ST: ૦૭
- OBC: ૧૨
- EWS: ૦૫
- કુલ: ૪૮ (આ પૈકી ૦૫ જગ્યાઓ ESM માટે અનામત છે).
શૈક્ષણિક લાયકાત અને અનુભવ (Eligibility)
અરજી કરવા માટે ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાતો હોવી આવશ્યક છે:
- કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ (SSC) પાસ.
- હળવા (Light) અને ભારે (Heavy) મોટર વાહનો માટેનું માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ
- મોટર મિકેનિઝમનું જ્ઞાન (વાહનમાં આવતી નાની ખામીઓ દૂર કરતા આવડવી જોઈએ).
- હળવા અને ભારે વાહનો ચલાવવાનો ઓછામાં ઓછો ૩ વર્ષનો અનુભવ
- વય મર્યાદા: ૧૮ થી ૨૭ વર્ષ (SC/ST ને ૫ વર્ષ અને OBC ને ૩ વર્ષની છૂટછાટ મળશે).
અરજી ફી (Application Fees)
| જનરલ / OBC / EWS ઉમેદવારો | રૂ. ૧૦૦/- |
| SC / ST / તમામ મહિલા ઉમેદવારો | કોઈ ફી નથી (નિઃશુલ્ક) |
ફી ભરવાની રીત: કોઈપણ કોમ્પ્યુટરાઈઝ્ડ પોસ્ટ ઓફિસમાં ઈ-પેમેન્ટ દ્વારા (ઈ-બિલર આઈડી: 1000099011) ફી ભરીને ચલણની અસલ નકલ અરજી સાથે જોડવાની રહેશે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતી પ્રક્રિયા ઓફલાઇન છે, તેથી ઉમેદવારે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવા:
- સૌ પ્રથમ સત્તાવાર નોટિફિકેશનમાંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢો.
- ફોર્મમાં તમામ વિગતો સ્પષ્ટ અક્ષરે ભરો અને નિયત જગ્યાએ ફોટો ચોંટાડો.
- જરૂરી તમામ દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત (Self-attested) નકલો સાથે જોડો.
- અરજી કવર ઉપર સ્પષ્ટ શબ્દોમાં “APPLICATION FOR DIRECT RECRUITMENT TO THE POST OF STAFF CAR DRIVER (ORDINARY GRADE) IN GUJARAT CIRCLE” લખવું.
- તૈયાર કરેલ અરજી નીચેના સરનામે ૧૯/૦૧/૨૦૨૬ પહેલા પહોંચાડવી.
અરજી મોકલવાનું સરનામું:
સિનિયર મેનેજર (GR.A), મેઇલ મોટર સર્વિસ, GPO કમ્પાઉન્ડ, સલાપાસ રોડ, મિર્ઝાપુર, અમદાવાદ – ૩૮૦૦૦૧.
અગત્યની લિંક્સ
| Notification & Application Form PDF: | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ: | indiapost.gov.in |