ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પરંતુ વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો હતો. ટીમ ઈન્ડિયાએ આખરે વર્ષોની રાહનો અંત લાવ્યો છે. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર ચેમ્પિયન બની છે.
મહિલા વનડે વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાનો સામનો કરી રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા. ટીમ માટે શેફાલી વર્માએ 87 રનની જોરદાર ઇનિંગ રમી, જ્યારે દીપ્તિ શર્માએ 58 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ પણ 45 રનનું યોગદાન આપ્યું. દક્ષિણ આફ્રિકા માટે આયાબોંગા ખાકાએ 3 વિકેટ લીધી.
બંને ટીમોની સ્ક્વોડ
દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ: લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), તાઝમીન બ્રિટ્સ, એન્નેકે બોશ, સુને લુસ, મેરિઝાન કેપ્પ, સિનાલો જાફતા (વિકેટકીપર), અન્નેરી ડેર્કસેન, ક્લો ટ્રાયઓન, નાદીન ડી ક્લાર્ક, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા, મસ્લાબા, તુક્કુમ, નોનકુલુલેકો મ્લાબા, મસ્લાબાહુ શાંગાસે, કારાબો મેસો.
ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રેણુકા સિંહ ઠાકુર, હરલીન દેઓલ, અરુંધતી રેડ્ડી, રિચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી વેરાની, શફા રાણા, શફા રાણા (વિકેટકીપર).