ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મત્સ્ય અધિકારી (સામાન્ય) ભરતી 2025 GSSSB Officer Bharti 2025

GSSSB Fisheries Officer Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ “મત્સ્ય અધિકારી (સામાન્ય)”, વર્ગ-3 સંવર્ગની કુલ-94 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી કરવા માટે ઑનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. જો તમે સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ તમારા માટે એક ઉત્તમ તક છે.

જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.

GSSSB Fisheries Officer Recruitment 2025 | મત્સ્ય અધિકારી (સામાન્ય) ભરતી 2025

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામમત્સ્ય અધિકારી (સામાન્ય)
કુલ જગ્યા94
નોકરી સ્થાનગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ1 જુલાઈ 2025 (બપોરે 14:00 કલાક)
અરજી કરવાની છેલ્લી તારીખ15 જુલાઈ 2025 (રાત્રે 23:59 કલાક)
ફી ભરવાની છેલ્લી તારીખ18 જુલાઈ 2025 (રાત્રે 23:59 કલાક)
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણપ્રથમ 5 વર્ષ માટે ₹40,800/- (ફિક્સ), ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ ₹35,400 – ₹1,12,400 (લેવલ-6)

GSSSB Fisheries Officer Recruitment 2025 જગ્યાઓ

કેટેગરી જગ્યા
બિન અનામત (સામાન્ય)42
આર્થિક રીતે નબળા વર્ગ09
અનુ. જાતિ05
અનુ. જન જાતિ14
સા. શૈ. પ. વર્ગ24
મહિલાઓ માટે અનામત (બિન અનામત)13
મહિલાઓ માટે અનામત (આર્થિક રીતે નબળા વર્ગ)02
મહિલાઓ માટે અનામત (અનુ. જાતિ)01
મહિલાઓ માટે અનામત (અનુ. જન જાતિ)04
મહિલાઓ માટે અનામત (સા. શૈ. પ. વર્ગ)07
શારીરિક અશક્ત (દિવ્યાંગ)00
માજી સૈનિક09
કુલ જગ્યાઓ94

નોંધ: આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી, કારણ કે તેની અલગથી જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે.

GSSSB Fisheries Officer Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી ઇન ફિશરીઝ સાયન્સ અથવા ઝૂલોજી અથવા માઇક્રોબાયોલોજી.
  • ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ (જનરલ) નિયમો, 1967 માં નિર્ધારિત મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું ફરજિયાત છે.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ.

GSSSB Fisheries Officer Recruitment 2025 માટે ઉંમર મર્યાદા

વર્ગવયમર્યાદા (અરજીની છેલ્લી તારીખ મુજબ)
જનરલ18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં

વયમર્યાદામાં છૂટછાટ:

કેટેગરીછૂટછાટમહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીનાં મહિલા ઉમેદવારોને5 વર્ષ
અનામત કેટેગરીનાં પુરુષ ઉમેદવારોને5 વર્ષ
અનામત કેટેગરીનાં મહિલા ઉમેદવારોને10 વર્ષ (5+5)45 વર્ષની મર્યાદામાં
સામાન્ય કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં પુરુષ ઉમેદવારોને10 વર્ષ45 વર્ષની મર્યાદામાં
સામાન્ય કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં મહિલા ઉમેદવારોને15 વર્ષ (10+5)45 વર્ષની મર્યાદામાં
અનામત કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં પુરુષ ઉમેદવારો15 વર્ષ (5+10)45 વર્ષની મર્યાદામાં
અનામત કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં મહિલા ઉમેદવારો20 વર્ષ (5+10+5)45 વર્ષની મર્યાદામાં
માજી સૈનિક ઉમેદવારોઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલી ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે.

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

GSSSB Fisheries Officer Recruitment 2025 અરજી ફી

કેટેગરીપ્રાથમિક પરીક્ષા ફી
બિનઅનામત વર્ગ₹500/-
અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો)₹400/-

પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. ફી ફક્ત ઑનલાઇન માધ્યમથી જ ભરવાની રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ 2025 (23:59 કલાક) છે. ફી રસીદની પ્રિન્ટ ફરજિયાતપણે મેળવીને સાચવવી.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા એક તબક્કામાં લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા (હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT / OMR પદ્ધતિ) દ્વારા થશે. પરીક્ષા બે ભાગમાં લેવાશે:

ભાગ – A

ક્રમવિષયગુણ
1તાકીક કસોટીઓ તથા Data Interpretation30
2ગાણિતિક કસોટીઓ30
કુલ ગુણ60

ભાગ – B

ક્રમવિષયગુણ
1ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન30
2સંબંધીત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો120
કુલ ગુણ150
  • કુલ 210 પ્રશ્નો (ભાગ-A: 60, ભાગ-B: 150) પૂછવામાં આવશે.
  • બંને ભાગ માટે સંયુક્ત રીતે કુલ 3 કલાક (180 મિનિટ) નો સમય મળશે.
  • ખોટા જવાબ માટે 1/4 ગુણ કાપવામાં આવશે (નેગેટીવ માર્કિંગ).

GSSSB Fisheries Officer Recruitment 2025 અગત્યની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ1 જુલાઈ 2025 (બપોરે 14:00 કલાક)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 જુલાઈ 2025 (રાત્રે 23:59 કલાક)
ફી ભરવાની છેલ્લી તારીખ18 જુલાઈ 2025 (રાત્રે 23:59 કલાક)

GSSSB Fisheries Officer Recruitment 2025 પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
મત્સ્ય અધિકારી (સામાન્ય)પ્રથમ 5 વર્ષ માટે ₹40,800/- (ફિક્સ), ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ ₹35,400 – ₹1,12,400 (લેવલ-6)

GSSSB Fisheries Officer Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. પ્રથમ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ પર જાઓ: ojas.gujarat.gov.in
  2. “Online Application” માં “Apply” પર ક્લિક કરો અને GSSSB સિલેક્ટ કરો.
  3. જાહેરાત ક્રમાંક: 313/202526, “મત્સ્ય અધિકારી (સામાન્ય)”, વર્ગ-3 સંવર્ગની જાહેરાત માટે “Apply” પર ક્લિક કરો.
  4. “Apply now” પર ક્લિક કરવાથી Application Format ખુલશે, જેમાં સૌ પ્રથમ “Personal Details” ભરો. (લાલ ફુદડી (*) ની નિશાનીવાળી વિગતો ફરજિયાત છે.)
  5. Personal Details ભરાયા બાદ “Educational Details” ભરો.
  6. ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરી “Save” પર ક્લિક કરો.
  7. “Save” પર ક્લિક કરવાથી “Application Number” જનરેટ થશે, જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  8. હવે “Upload Photograph” પર ક્લિક કરો. તમારો એપ્લિકેશન નંબર અને જન્મતારીખ ટાઈપ કરીને ફોટો અને સિગ્નેચર અપલોડ કરો. (ફોટો: 5 સે.મી. ઊંચાઈ x 3.6 સે.મી. પહોળાઈ; સિગ્નેચર: 2.5 સે.મી. ઊંચાઈ x 7.5 સે.મી. પહોળાઈ). બંને JPG ફોર્મેટમાં 15 kb થી વધુ ન હોવા જોઈએ.
  9. પેજના ઉપરના ભાગમાં “Online Application” ટેબમાં “Confirm Application” પર ક્લિક કરો. એપ્લિકેશન નંબર અને જન્મતારીખ ટાઈપ કર્યા બાદ Ok પર ક્લિક કરો. અરજી કન્ફર્મ કરતા પહેલા તેમાં સુધારો કરી શકો છો, પરંતુ એકવાર કન્ફર્મ થયા બાદ કોઈ સુધારો શક્ય બનશે નહીં. સંપૂર્ણ ચકાસણી બાદ જ “Confirm Application” પર ક્લિક કરો.
  10. “Confirm Application” પર ક્લિક કરતા “Confirmation Number” જનરેટ થશે. આ કન્ફર્મેશન નંબર ભવિષ્યની તમામ કાર્યવાહી માટે જરૂરી હોઈ, તેને સાચવી રાખો.
  11. હવે “Print Application” પર ક્લિક કરો અને તમારી અરજીની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.

ફોર્મ ભરવાની લિંક અને અગત્યની લિંક્સ

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:ડાઉનલોડ કરો
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
મંડળની સત્તાવાર વેબસાઇટ:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment