ગુજરાત સરકાર દ્વારા વર્ગ-3 (Group-A અને Group-B) ની ભરતી માટે Gujarat Subordinate Services, Class III (Combined Competitive Examination) Rules, 2026 જાહેર કરવામાં આવ્યા છે.
પરીક્ષાનું માળખું
- પ્રાથમિક પરીક્ષા: 150 ગુણ (MCQ), સમય: 2 કલાક.
- મુખ્ય પરીક્ષા (ગ્રુપ-A): વર્ણનાત્મક (Descriptive) – 350 ગુણ.
- મુખ્ય પરીક્ષા (ગ્રુપ-B): MCQ પદ્ધતિ – 200 ગુણ.
પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ
| વિષય | ગુણ |
|---|---|
| ગુજરાતી | 15 |
| અંગ્રેજી | 15 |
| જનરલ અવેરનેસ & કરંટ અફેર્સ | 30 |
| ગણિત (Quantitative Aptitude) | 30 |
| રીઝનિંગ (Reasoning) | 60 |
મહત્વના મુદ્દાઓ
- દરેક ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે.
- પરીક્ષામાં “Not attempted” નો વિકલ્પ પણ મળશે.
- મુખ્ય પરીક્ષા માટે ખાલી જગ્યાના 7 ગણા ઉમેદવારો ક્વોલિફાય થશે.
- હવેથી કોઈ Waiting List રાખવામાં આવશે નહીં.
નોંધ: વધુ વિગતવાર માહિતી માટે સત્તાવાર ગેઝેટ અવશ્ય વાંચો.
GSSSB CCE મુખ્ય પરીક્ષા (Main Exam) નું નવું માળખું
CCE 2026 ના નવા નિયમો મુજબ, મુખ્ય પરીક્ષામાં ગ્રુપ-એ અને ગ્રુપ-બી માટે અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે.
ગ્રુપ-એ (Group-A): વર્ણનાત્મક પરીક્ષા
ગ્રુપ-એ ની મુખ્ય પરીક્ષા કુલ 350 ગુણની રહેશે, જેમાં નીચે મુજબના પેપરો હશે:
| પેપર | વિષય | ગુણ | સમય |
|---|---|---|---|
| I | ગુજરાતી ભાષા કૌશલ્ય | 100 | 3 કલાક |
| II | અંગ્રેજી ભાષા કૌશલ્ય | 100 | 3 કલાક |
| III | જનરલ સ્ટડીઝ (GS) | 150 | 3 કલાક |
ગ્રુપ-બી (Group-B): MCQ પરીક્ષા
ગ્રુપ-બી માટે 200 ગુણની એક જ પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે:
- ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ (20 ગુણ)
- જાહેર વહીવટ અને શાસન (20 ગુણ)
- સરકારી યોજનાઓ (30 ગુણ)
- ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને વારસો (30 ગુણ)
- અર્થતંત્ર, વિજ્ઞાન અને કરંટ અફેર્સ
પસંદગીના મહત્વના નિયમો
- દરેક પેપરમાં પાસ થવા માટે ન્યૂનતમ 40% ગુણ જરૂરી છે
- મુખ્ય પરીક્ષાના ગુણના આધારે જ આખરી મેરિટ લિસ્ટ તૈયાર થશે.
- નેગેટિવ માર્કિંગ (ગ્રુપ-બી અને પ્રાથમિક માટે): 0.25
CCE ભરતી 2026
- 5700 જગ્યાઓ
- પરીક્ષાની સંભવિત તારીખ : 15 March 2026
- Notification : Coming Soon