ગુજરાત પોલીસમાં વર્ગ-3માં 950 જગ્યા માટે ભરતી જાહેરાત

ગુજરાત પોલીસમાં વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી જાહેર. PSI અને ટેક્નિકલ ઓપરેટર માટે 9 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી શરૂ. 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ સેવાઓ અંતર્ગત મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ વિભાગના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં Class-3 (વર્ગ-3) સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે લીલી ઝંડી મળી ગઈ છે. સત્તાવાર જાહેરાત મુજબ, કુલ 950 જેટલી ટેક્નિકલ જગ્યાઓ માટે સીધી Recruitment (ભરતી) પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ આ માટે Online Application (ઓનલાઈન અરજી) કરવાની રહેશે.

પોસ્ટનું નામખાલી જગ્યાઓ
Wireless PSI (વાયરલેસ પીએસઆઈ)172
Technical Operator (ટેક્નિકલ ઓપરેટર)698
Motor Transport PSI (મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈ)35
HC Driver Mechanic (હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક – ગ્રેડ 1)45
કુલ જગ્યાઓ950

અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો

ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે આ ભરતી માટેની અરજી પ્રક્રિયા આગામી 9 January ના રોજ બપોરે 14:00 કલાકથી શરૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 January છે, જેમાં રાત્રે 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. છેલ્લી ઘડીએ સર્વર પર લોડ વધે તે પહેલાં અરજી કરી દેવી હિતાવહ છે.

કોણ કરી શકશે અરજી? (Eligibility)

આ ભરતી પ્રક્રિયા ખાસ કરીને ટેક્નિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો માટે છે. જે ઉમેદવારોએ Engineering (એન્જિનિયરિંગ) અથવા ટેક્નોલોજીના વિવિધ પ્રવાહોમાં અભ્યાસ કર્યો હોય તેઓ અરજી કરવા પાત્ર છે. જેમાં મુખ્યત્વે:

ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન (EC)

Computer Science (કોમ્પ્યુટર સાયન્સ)

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT)

ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ

મિકેનિકલ એન્જિનિયરિંગ

ઉપરોક્ત વિષયોમાં ડિગ્રી કે ડિપ્લોમા ધરાવતા યુવાનો આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે.

PSI અને LRD શારીરિક કસોટીનું અપડેટ

બીજી તરફ, ગુજરાત પોલીસમાં અગાઉ જાહેર થયેલી PSI (પીએસઆઈ) અને LRD (લોકરક્ષક દળ) ની કુલ 13,591 જગ્યાઓ માટે પણ મહત્વના સમાચાર છે. આ ભરતી માટે રાજ્યભરમાંથી રેકોર્ડબ્રેક 14,28,546 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર, આ ઉમેદવારોની Physical Test (શારીરિક કસોટી) આગામી 21 January 2026 થી શરૂ થવા જઈ રહી છે. ગ્રાઉન્ડ ટેસ્ટ માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ અને પ્રક્રિયા અંગેની સત્તાવાર જાહેરાત હવે ટૂંક સમયમાં કરવામાં આવશે. ઉમેદવારોને ઓફિશિયલ વેબસાઈટ જોતા રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે..

ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો

Leave a Comment