ગુજરાતમાં વસ્તી ગણતરી મોકૂફ, વસ્તી ગણતરીમાં કયા 33 સવાલો Census 2027

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાતને પગલે વસ્તી ગણતરી (Census 2027) હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ જાહેર કરાયેલ ૨૦ એપ્રિલથી શરૂ થનારી હાઉસ લિસ્ટિંગની કામગીરી હવે ચૂંટણી પછી નવી તારીખો જાહેર કરાશે, કારણ કે પ્રશાસન હાલ ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત છે. 

મુખ્ય બાબતો:

  • કારણ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા/જિલ્લા પંચાયત).
  • નવી તારીખ: વસતિ ગણતરી અને હાઉસ લિસ્ટિંગ (ઘર ગણતરી) ની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે.
  • અગાઉનું આયોજન: ૨૦ એપ્રિલ થી ૧૯ મે, ૨૦૨૬ દરમિયાન ૩૩ સવાલો સાથે ગણતરી થવાની હતી.

આગામી અપડેટ્સ માટે સત્તાવાર સરકારી જાહેરાતો પર નજર રાખવી.

વસ્તી ગણતરીમાં કયા 33 સવાલો

વસ્તીગણતરીની વેબસાઇટ મુજબ આ પ્રક્રિયામાં તમારે આટલા સવાલોની માહિતી આપવાની રહેશે.

1. તમારા બિલ્ડિંગનો નંબર

2. તમે જ્યાં રહો છો તે ઘરનો નંબર

3. ઘરનું ભોંયતળિયું કઈ સામગ્રીનું બનેલું છે?

4. ઘરની દીવાલો શેની બનેલી છે?

5. ઘરની છત શેની બનેલી છે? (કૉન્ક્રિટની છે કે કાચી)

6. ઘરનો ઉપયોગ

7. ઘરની સ્થિતિ કેવી છે?

8. પરિવારમાં કેટલા સભ્યો છે?

9. ઘરમાં સામાન્ય રીતે કેટલા લોકો રહે છે?

10. પરિવારના વડાનું નામ ?

11. પરિવારના વડાનું લિંગ (સ્ત્રી છે કે પુરુષ)

12. જાતિ (સામાન્ય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અથવા OBC)

13. ઘરની માલિકીની સ્થિતિ

14. ઘરમાં રૂમની સંખ્યા

15. ઘરમાં પરિણીત યુગલોની સંખ્યા

16. પીવાના પાણીનો સ્ત્રોત

17. પીવાના પાણીની ઉપલબ્ધતા

18. વીજળીનો સ્ત્રોત

19. શૌચાલયની ઉપલબ્ધતા

20. શૌચાલયનો પ્રકાર

21. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા

22. બાથરૂમની ઉપલબ્ધતા

23. ગૅસ કનેક્શન (એલપીજી/પીએનજી કનેક્શન)

24. રસોઈનું મુખ્ય ઇંધણ

25. ઘરમાં રેડિયો /ટ્રાન્ઝિસ્ટર છે?

26. ઘરમાં ટીવી છે?

27. ઇન્ટરનેટ ઍક્સેસ ધરાવો છો?

28. લેપટૉપ અથવા કમ્પ્યુટર છે?

29. ટેલિફોન/મોબાઇલ/સ્માર્ટ ફોન છે?

30. સાયકલ/સ્કૂટર/મોટરસાઇકલ/મોપેડ છે?

31. કાર/જીપ/વાન છે?

32. મુખ્યત્વે કયું અનાજ ખાવ છો?

33. મોબાઇલ નંબર (માત્ર વસ્તીગણતરીના હેતુસર)

જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરી: સ્વ-ગણતરી 17 મેથી 31 મે સુધી અને વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 1 જૂનથી 30 જૂન સુધી.

હિમાચલ પ્રદેશ: સ્વ-ગણતરી 1 જૂનથી 15 જૂન સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 16 જૂનથી 15 જુલાઈ સુધી.

કેરળ અને નાગાલેન્ડ: સ્વ-ગણતરી 16 જૂનથી 30 જૂન સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 1 જુલાઈથી 30 જુલાઈ સુધી.

તમિલનાડુ અને ત્રિપુરા: સ્વ-ગણતરી 17 જુલાઈથી 31 જુલાઈ સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 1 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી.

આસામ: સ્વ-ગણતરી 2 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી.

મણિપુર: સ્વ-ગણતરી 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓના કારણે સ્વ-ગણતરી હજુ નક્કી થવાની બાકી છે. આ ઉપરાંત ગુજરાતમાં તારીખોમાં ફેરફાર શક્ય થશે. ઝારખંડમાં પણ અત્યારે વસ્તી ગણતરી કરાવવાના ઈરાદાનું જાહેરનામું બહાર પડી ચૂક્યું છે, પરંતુ મકાન યાદીનો સમયગાળો પછીથી જાહેર કરવામાં આવશે.

Leave a Comment