ભારત ચેમ્પિયન : એશિયા કપની ફાઇનલમાં ભારતને જીતનું ‘તિલક’ પાકિસ્તાન ને ૫ વિકેટે હરાવ્યું

એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ ભારત નવમી વખતે એશિયા કપ જીત્યું છે. તિલક વર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી. તેણે 53 બોલમાં 69* બનાવ્યા.

એક ઓવરમાં ભારતે 10 રન કરવાના હતા, ત્યારે તિલક વર્મા અને શિવમ દુબેએ કાંડાની કમાલ દેખાડીને છક્કો અને ચોક્કો ફટકારીને ભારતનો કુલ સ્કોર 150 રને પહોંચાડ્યો હતો.પાકિસ્તાનના તમામ ખેલાડીઓ મળીને 146 રન બનાવી શક્યા હતા, ભારતે આ ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

પ્રારંભિક તબક્કે ભારતની ઇનિંગ ડગમગી ગઈ હતી, પરંતુ તિલક વર્માએ ભારતને વિજય અપાવવા માટે 69 રનની યાદગાર ઇનિંગ રમી હતી.ભારત તરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી હતી. આ સિવાય બુમરાહ, પટેલ તથા ચક્રવર્તીને બે-બે સફળતા મળી હતી.

આ પણ વાંચો  India Team T20 World Cup 2024

Leave a Comment