ખેડૂતોને 10,000 કરોડના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઓનલાઈન અરજી કરો – KRP પોર્ટલ

આવતીકાલ 14 નવેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકશે

ગુજરાત સરકારે ગત મહિને જાહેર કરેલ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આવતીકાલ 14મી નવેમ્બરથી 15 દિવસ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરશે. આ પોર્ટલ ઉપર અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો તેમના ખેતરમાં માવઠાથી થયેલા નુકસાન અંગેનું વળતર મેળવવા માટે અરજી કરી શકશે.

કૃષિ રાહત પેકેજનો લાભ

ગુજરાત સરકારે ગત મહિને જાહેર કરેલ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આવતીકાલ 14મી નવેમ્બરથી 15 દિવસ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરશે. આ પોર્ટલ ઉપર અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો તેમના ખેતરમાં માવઠાથી થયેલા નુકસાન અંગેનું વળતર મેળવવા માટે અરજી કરી શકશે.

ઐતિહાસિક રાહત સહાય પેકેજ જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ ઐતિહાસિક અને ઉદારતમ રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ

કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતાં કહ્યું કે, આ પેકેજનો લાભ મેળવવા માટે 14 નવેમ્બર, શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે.

આ પણ વાંચો  ખેડૂતો માટે સારા સમાચાર : માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારે સહાયની કરી જાહેરાત

કૃષિ રાહત પેકેજ – KRP પોર્ટલ

આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ Link : https://krp.gujarat.gov.in પર ગ્રામ પંચાયતના VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ કૃષિમંત્રીએ જણાવ્યું હતું.

ઓનલાઇન અરજી કેવીરીતે કરવી ?

ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો

કૃષિ રાહત પેકેજ ની ઓનલાઈન અરજી તારીખ ૧૪/૧૧/૨૦૨૫ ના બપોર ૧૨:૦૦ કલાક થી ૧૫ દીવસ સુધી, કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર VCE/VLC મારફત કરવા ની રેહશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • ૭/૧૨/૮ અ
  • તલાટી શ્રી નો વાવેતર અંગેનો દાખલો
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • મોબાઇલ નંબર
  • સયુંક્ત ખાતાના કિસ્સા મા સંયુકત ખાતેદાર નુ “ના વાધા અંગે નુ સંમતિ પત્રક”

Leave a Comment