મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (AEIAT) 2026 પેપર સોલ્યુશન

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (AEIAT) લેવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાંથી નોંધાયેલા 25,991 ઉમેદવારોમાંથી 17,119 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે 8,872 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ, કુલ 65.87 ટકા હાજરી નોંધાઈ હતી.

વર્ગ-3ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં આવેલી 137 પરીક્ષા કેન્દ્રોના 1,302 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા 13 જાન્યુઆરી, 2026ના રોજ AEIAT અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તે મુજબ 1 માર્ચ, રવિવારે બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી.

પરીક્ષા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે યોજાઈ હતી. AEIATની પ્રાથમિક કસોટી 200 ગુણની હતી, જેમાં 200 બહુવિકલ્પ પ્રશ્નો પૂછાયા હતા. વિભાગ-1માં 50 ગુણના 50 પ્રશ્નો અને વિભાગ-2માં 150 ગુણના 150 પ્રશ્નો સમાવાયા હતા. દરેક સાચા જવાબ માટે એક ગુણ અને ખોટા જવાબ દીઠ 0.25 ગુણની નકારાત્મક માર્કિંગ રાખવામાં આવી હતી.

આ પ્રાથમિક કસોટી માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે ગણાશે. મુખ્ય પરીક્ષાના આધારે અંતિમ પરિણામ જાહેર કરાશે. પ્રાથમિક કસોટીમાં કટ-ઓફ અથવા તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોમાંથી કેટેગરી મુજબની જગ્યાના સાત ગણાં ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પાત્રતા આપવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ મુખ્ય પરીક્ષા યોજાશે અને તેના આધારે ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

રાજ્યના ચાર શહેરોમાં હાજર ઉમેદવારોની વિગતો

શહેર    હાજર    ગેરહાજર    ટકાવારી

અમદાવાદ7,124    4,341    62.14%

રાજકોટ    3,450    1,518    69.44%

સુરત    2,580    1,267    67.07%

વડોદરા    3,965    1,746    69.43%

કુલ    17,119    8,872    65.87%

💥 ૦૧-૦૩-૨૦૨૬ લેવાયેલ મદદનીશ કેળવણી નિરીક્ષકનું  પેપર PDF ડાઉનલોડ કરો

પ્રશ્નોના જવાબો નીચે મુજબ છે:

​વિભાગ ૧: શિક્ષણ અને મનોવિજ્ઞાન
​(૧) નીચે પૈકી કયું સામાન્ય રીતે તરૂણાવસ્થાનું લક્ષણ નથી?
​જવાબ: (D) કૌટુંબિક જવાબદારી સાથે સામાજિક રીતે પરિપક્વતા ખૂબ જ વિકસે છે. 

​(૨) શિક્ષણમાં ‘પંચપદી’ના રચયિતા કોણ છે?
​જવાબ: (A) જોન ફ્રેડરિક હર્બર્ટ 

​(૩) પરીક્ષામાં નિષ્ફળ જનાર વિદ્યાર્થી અભ્યાસ પ્રત્યે વધુ ધ્યાન આપી તૈયારી કરે તે કઈ પ્રવૃત્તિ ગણીશું?
​જવાબ: (B) લક્ષ્યકેન્દ્રિત પ્રવૃત્તિ
 
​(૪) નીચેનામાંથી કયું લક્ષણ ઝડપી અધ્યેતાનું લક્ષણ સૂચવે છે?
​જવાબ: (D) તર્કશક્તિ અને નિર્ણય શક્તિ 

​(૫) કઈ અવસ્થાને ‘પ્રશ્ન પૂછવાની ઉંમર’ તરીકે ઓળખવામાં આવે છે?
​જવાબ: (D) પ્રારંભિક બાલ્યાવસ્થા 

​(૬) બાળકને ગોળ આકારની સંકલ્પના સમજાવવા લખોટી બતાવવી જોઈએ. – આ કયો અધ્યયન સિદ્ધાંત દર્શાવે છે?
​જવાબ: (B) મૂર્ત પરથી અમૂર્ત

​(૭) નીચેના પૈકી કઈ લાક્ષણિકતા નિદાન કસોટી માટેની નથી?
​જવાબ: (D) ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોય છે. 

​(૮) બુદ્ધિ કસોટીઓનો ઉપયોગ શેના માટે થઈ શકતો નથી?
​જવાબ: (C) સામાજિક માર્ગદર્શન 

​(૧૦) અધ્યયન, ધારણ અને વિસ્મૃતિ વચ્ચેનો સાચો સંબંધ શો છે?
​જવાબ: (B) વિસ્મૃતિ = અધ્યયન – ધારણ 
​વિભાગ ૨: માહિતી અધિકાર (RTI) અને શિક્ષણ નીતિ (NEP)

​(૧૧) NEP 2020 મુજબ શાળા પાસેથી શું બનવાની અપેક્ષા રાખવામાં આવી છે?
​જવાબ: (D) સામાજિક ચેતનાનું કેન્દ્ર 

​(૧૫) માહિતી અધિકાર અધિનિયમની કઈ કલમથી કેટલીક માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે?
​જવાબ: (B) કલમ – 8 

​(૧૬) પ્રથમ અપીલના નિર્ણયથી અસંતુષ્ટ વ્યક્તિ બીજી અપીલ કોને કરી શકે છે?
​જવાબ: (A) રાજ્ય માહિતી આયોગ 

​(૨૦) RTI-2005 મુજબ કોનો સમાવેશ જાહેર સત્તામંડળમાં થતો નથી?
​જવાબ: (B) સહકારી બેંક 

​(૨૨) સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત નોડલ એજન્સી કઈ છે?
​જવાબ: (B) GCERT 

​(૨૮) Teacher Education માટે સમર્પિત કઈ ચેનલ છે?
​જવાબ: (B) PM e-Vidya Channel 80 

​(૩૧) NEP-2020 ના મુખ્ય આધાર સ્તંભ જણાવો.
​જવાબ: (A) (1) Access (2) Equity (3) Quality (4) Affordability (5) Accountability 

​(૩૬) કયા વર્ષ સુધીમાં સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે?
​જવાબ: (B) 2025 

​(૩૮) 5+3+3+4 મુજબનું માળખું ગુજરાતમાં કયા વર્ષથી અમલમાં આવ્યું?
​જવાબ: (B) 2023-24 
​વિભાગ ૩: બંધારણીય જોગવાઈઓ અને સરકારી યોજનાઓ

​(૪૧) સ્ત્રીઓ અને બાળકોના ઉત્કર્ષ માટે કઈ કલમ હેઠળ ખાસ જોગવાઈ થઈ શકે?
​જવાબ: (C) બંધારણની કલમ-15 (3) 

​(૪૬) કયા સુધારા અન્વયે શિક્ષણને સમવર્તી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો?
​જવાબ: (A) 42 મો સુધારો 

​(૫૦) બંધારણનો અનુચ્છેદ-45 કઈ બાબતને લગતો છે?
​જવાબ: (C) બાળ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ 

​(૬૧) PMSHRI નું પૂરું નામ શું છે?
​જવાબ: (B) PM Schools for Rising India 

​(૬૮) PARAKH નું પૂરું નામ શું છે?
​જવાબ: (B) Performance Assessment Review and Analysis of Knowledge for Holistic Development
 
​(૬૯) NMMS પરીક્ષા સંદર્ભે કયા વિધાનો સાચા છે?
​જવાબ: (D) ઉપરોક્ત તમામ સાચા 

મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (AEIAT) 2026 પેપર સોલ્યુશન

મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (AEIAT) 2026 ભરતીની જાહેરાત અહીં ક્લિક કરો

મદદનીશ કેળવણી નિરીક્ષક ભરતી બાબતે અહીં ક્લિક કરો

Leave a Comment