અઢી લાખથી વધુ ઉમેદવારોમાંથી| બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર પીએસઆઈ (PSI) તરીકે સિલેક્ટ થયેલા ૪૪૯ યુવાનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. બુધવારે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU)માં યોજાયેલા કાર્યક્રમમાં વર્ષ ૨૦૩૩ સુધીમાં રાજ્યય પોલીસમાં વધુ| ૫૦,૦૦૦ નવી ભરતીઓનું આયોજન હોવાની
જાહેરાત ગૃહ રાજ્યયમંત્રીએ કરી હતી. પોલીસ ભરતીમાં તૈયારી કરતા ઉમેદવાર યુવાનો માટે તમામ જિલ્લા હેડક્વવાર્ટર માઉન્ડને ખુલ્લા મૂકી દેવાયા છે. પ્રાઈવેટ કોચિંગ સેન્ટરો ઉપર નિર્ભર ન રહેતા ગ્રામીણ અને સામાન્ય પરિવારોના તૈયારી કરતા યુવાનોને પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભ્રષ્ટાચાર સામે કડક વલણ રાખવાની ચેતવણી આપતાં કહ્યું કે. “‘મુખ્યમંત્રી ભૂભુપેન્દ્રભાઈ ઓછું બોલે છે. સૌથી| વધારે લાંચિયા અધિકારીઓને જો કોઈએ| ગંગાજળ પીવડાવ્યું (ઘરભેગા કર્યા) હોય તો એ આપણા મુખ્યમંત્રી છે.
CMનું ‘ગંગાજળ’ તમારા સુધી ત પહોંચેં તે ધ્યાત રાખજો: હર્ષે સંઘલી
એ ગંગાજળ તમારા સુધી ન પહોંચે તે જોવાની જવાબદારી પણ તમારા સૌની છે.’’ સંઘવીએ નવોદિતોને ‘સાહેબ’ કહેવાવાળાથી દૂર રહેવા અને ટેકનોલોજીના સમયમાં ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ને સ્ટ્રોન્ગ રાખવા ટકોર કરી હતી. તેના માટે જૂના કોન્સ્ટેબલો પાસે બેસીને તેમની માહિતી અને અનુભવથી| ગુના શોધવા તેમજ વિસ્તારને જાણવા માટે મદદ| લેવા અનુરોધ કર્યો હતો.પ્રેમ થી મોટું તો કંઈ તથી, તે સિંહતે
પ્રેમથી મોટું તો કંઈ તથી, તે સિંહને પણ પીગળાવી શકે : ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે નવોદિતોને શુભેચ્છા પાઠવતાં પાલિતાણામાં સિંહ અને માલધારીની ઘટના (વીડિયો)ને યાદ કરાવતા કહ્યું કે, ”સવારે સિંહવાળા સમાચાર વાંચ્યા. પ્રેમથી મોટું કંઈ નથી, એ સિંહને પણ પીગળાવી દે છે. સિંહે પગ દબાવી રાખ્યો પણ વ્યકિ્તએ ધીરજ રાખીને સિંહ પ્રત્યે પ્રેમ દાખવ્યો. શકિ્તશાળી વ્યકિ્તને પ્રેમ બતાવીએ તો એ પીગળી જાય. અહીં તો તમારી નોકરી જુદા પ્રકારની છે એટલે પ્રેમ બતાવીએ તો કોઈ ગાંઠે નહીં. એટલે એક બાજુ બીક અને બીજી બાજુ ન્યાય, એ બેઉ ભાવના સંતુલન સાથે ‘નાગરિક દેવો ભવ’’નો મંત્ર સાકાર કરવા આહવાન કર્યું હતું.’