ભારતીય સ્ટેટ બેંકમાં 7150 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી SBI Apprentice 2026

SBI Apprentice Recruitment 2026 : ભારતીય સ્ટેટ બેંક (SBI) તમારા માટે મોટી તક લઈને આવી છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે 7150 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા આજથી એટલે કે 19 મે 2026 થી શરૂ થઈ ગઈ છે, જે 8 જૂન 2026 સુધી ચાલશે. આ ભરતીની ખાસ વાત એ છે કે, તેનો હેતુ યુવાનોને બેંકિંગ ક્ષેત્રનો અનુભવ આપવાનો છે.

SBI એપ્રેન્ટિસ ભરતી

SBIએ 2026 માટે એપ્રેન્ટિસ ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે. બેંક દ્વારા કુલ 7150 જગ્યાઓ પર ભરતી થશે. ઉમેદવારો SBIની સત્તાવાર વેબસાઈટ કે એપ્રેન્ટિસશિપ પોર્ટલ્સ મારફતે પણ અરજી કરી શકે છે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે આખી અરજી પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે. એટલે ઉમેદવારોએ છેલ્લા સમયે ટેકનિકલ સમસ્યાથી બચવા માટે સમયસર અરજી કરવી જોઈએ. SBIએ અગાઉ પણ મોટા પાયે એપ્રેન્ટિસ ભરતી કરી હતી. વર્ષ 2023માં બેંકે 6000 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી હતી.

કોણ કરી શકે છે અરજી ?

આ ભરતી માટે ઉમેદવાર કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. ઉમેદવાર કોઈપણ વિષયમાં સ્નાતક હોઈ શકે છે. ઉંમરની વાત કરીએ તો, અરજી કરતી વખતે ઉમેદવારની ઉંમર 20થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે. આ ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય, OBC અને EWS વર્ગના ઉમેદવારોને 300 રૂપિયા અરજી ફી ભરવી પડશે. જ્યારે SC, ST, PwBD અને અન્ય આરક્ષિત વર્ગના ઉમેદવારો માટે કોઈ ફી નથી.

પસંદગી કેવી રીતે થશે?

SBI એપ્રેન્ટિસ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓનલાઈન લેખિત પરીક્ષા દ્વારા થશે. પરીક્ષા કુલ 1 કલાકની હશે અને તેમાં 100 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્ન 1 ગુણનો હશે. પરીક્ષામાં સામાન્ય અને નાણાકીય જાગૃતિ, સામાન્ય અંગ્રેજી, રીઝનિંગ તથા કમ્પ્યુટર એપ્ટિટ્યુડથી સંબંધિત પ્રશ્નો આવશે. બધા પ્રશ્નો ઓબ્જેક્ટિવ ટાઈપના હશે અને નેગેટિવ માર્કિંગ પણ લાગુ પડશે. ખોટો જવાબ આપવાથી 1/4 ગુણ કપાશે.

પરીક્ષાનું પધ્ધતિ શું હશે ?

ઓનલાઈન પરીક્ષાને ચાર વિભાગમાં વહેંચવામાં આવી છે અને દરેક વિભાગ માટે 15 મિનિટનો સમય મળશે. સામાન્ય અને નાણાકીય જાગૃતિમાંથી 25 પ્રશ્નો, સામાન્ય અંગ્રેજીમાંથી 25 પ્રશ્નો, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ-કમ્પ્યુટર એપ્ટિટ્યુડમાંથી 25-25 પ્રશ્નો પૂછાશે. કુલ 100 પ્રશ્નો અને મહત્તમ 100 ગુણ રહેશે. આરક્ષિત વર્ગના ઉમેદવારોને (OBC, SC, ST, PwBD) પાસિંગ માર્ક્સમાં 5% છૂટછાટ મળશે.

કેટલો પગાર મળશે અને શું એપ્રેન્ટિસશિપથી SBIમાં પક્કી નોકરી મળશે?

એપ્રેન્ટિસશિપ દરમિયાન ઉમેદવારોને દર મહિને 15,000 રૂપિયા સ્ટાઈપેન્ડ મળશે. આ રકમ ટ્રેનિંગ પિરિયડ સુધી મળશે. આ ઉપરાંત ઘણા ઉમેદવારોને પ્રશ્ન હોય છે કે ટ્રેનિંગ પછી SBIમાં પક્કી નોકરી મળશે કે નહીં. SBIએ સ્પષ્ટ કર્યું છે કે એપ્રેન્ટિસનું પદ નિયમિત નોકરી નથી. આ માત્ર ટ્રેનિંગ પ્રોગ્રામ છે. એક વર્ષની ટ્રેનિંગ પછી ઉમેદવારને મુક્ત કરવામાં આવશે અને એપ્રેન્ટિસને SBI કર્મચારીનો દરજ્જો પણ નહીં મળે. જોકે, આ ટ્રેનિંગથી એક ખૂબ જ મોટો ફાયદો મળશે. 

કેમ ફાયદાકારક છે આ ટ્રેનિંગ?

આ ભરતીમાં ભલે જ નોકરીની ગેરંટી ન હોય, પણ આ ટ્રેનિંગ ભવિષ્યની બેંકિંગ નોકરીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જે ઉમેદવારો સફળતાપૂર્વક ટ્રેનિંગ અને સ્કિલ એસેસમેન્ટ ટેસ્ટ પાસ કરશે, તેમને નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ મળશે. તેના આધારે ભવિષ્યમાં SBI ક્લાર્ક ભરતીમાં ખાસ છૂટછાટ મળશે.

કેમ ફાયદાકારક છે આ ટ્રેનિંગ?

આ ભરતીમાં ભલે જ નોકરીની ગેરંટી ન હોય, પણ આ ટ્રેનિંગ ભવિષ્યની બેંકિંગ નોકરીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જે ઉમેદવારો સફળતાપૂર્વક ટ્રેનિંગ અને સ્કિલ એસેસમેન્ટ ટેસ્ટ પાસ કરશે, તેમને નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ મળશે. તેના આધારે ભવિષ્યમાં SBI ક્લાર્ક ભરતીમાં ખાસ છૂટછાટ મળશે.

Leave a Comment