GPSSB Recruitment 2026: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-3 ની વિવિધ સંવર્ગની જગ્યાઓ માટે સીધી ભરતીની ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત લેબોરેટરી ટેકનીશિયન, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), જુનિયર ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કરની કુલ ૨૬૪૦થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.
GPSSB ભરતી 2026 વિગતવાર માહિતી
| વિગત | માહિતી |
| મંડળનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
| પોસ્ટનું નામ | વિવિધ (વર્ગ-3) |
| કુલ જગ્યાઓ | ૨૬૪૦ |
| અરજીનો પ્રકાર | ઓનલાઇન |
| અરજીની તારીખ | ૨૯/૦૪/૨૦૨૬ થી ૨૦/૦૫/૨૦૨૬ |
| સત્તાવાર વેબસાઇટ | gpssb.gujarat.gov.in |
કયા સંવર્ગમાં કેટલી જગ્યાઓ છે?
આ ભરતીમાં અલગ-અલગ કેટેગરી મુજબ જગ્યાઓની ફાળવણી નીચે મુજબ કરવામાં આવી છે:
| પોસ્ટ | જગ્યાઓ |
|---|---|
| લેબોરેટરી ટેકનીશિયન (Lab Technician) | ૧૦૮ જગ્યાઓ |
| મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર – પુરુષ (MPHW) | ૪૨૦ જગ્યાઓ |
| જુનિયર ફાર્માસિસ્ટ (Junior Pharmacist) | ૧૬૪ જગ્યાઓ |
| ફિમેલ હેલ્થ વર્કર (FHW) | ૧૯૪૮ જગ્યાઓ |
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ ઓજસની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.
- ‘Online Application’ વિભાગમાં જઈને ‘Apply’ પર ક્લિક કરો.
- તમારી લાયકાત મુજબની પોસ્ટ પસંદ કરો.
- ફોર્મમાં માંગેલી તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરો.
- ફોટો અને સહી અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો.
- છેલ્લે, કન્ફર્મ થયા બાદ તમારા ‘Confirmation Number’ ની પ્રિન્ટ કાઢી લો.
અરજી કરવા માટેની મહત્વની તારીખો
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૨૯ એપ્રિલ, ૨૦૨૬
- અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૦ મે, ૨૦૨૬
- પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: ૨૦ મે, ૨૦૨૬ (SBI E-Pay ના માધ્યમથી)
મહત્વની લિંક્સ
- ઓનલાઇન અરજી કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો : https://ojas.gujarat.gov.in
- સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરો: GPSSB Website