World Sparrow Day : દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી. વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે. ચકલીઓ હવે શહેરમાં તો ભાગ્યે જ જોવા મળે છે. ગામડાઓમાં પણ હવે ચકલીઓની ઓછી ઘણી ઘટી રહી છે. ચકલીઓ બચે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ ચકલી દિવસ ઇતિહાસ
દુનિયાભરમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવમી કરવામાં આવે છે. વર્ષ 2010માં પહેલીવાર વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફ્રાન્સની ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી.
ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઇલ અને ટીવી ટાવરોના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાનજક ઘટાડો થયો છે.
વિશ્વ ચકલી દિવસ મહત્વ
ચકલીઓની વસ્તીમાં ધીમે ધીમે ઘટાડો ઇકોસિસ્ટમ માટે હાનિકારક છે. આ દિવસનો હેતુ જૈવવિવિધતા અને આપણા પર્યાવરણ માટે આ પક્ષીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. દિવસ પસાર કરવાનો શ્રેષ્ઠ રીત એ છે કે ચકલીઓની વસ્તીમાં ધરખમ વધારો જોવા મળે તે સુનિશ્ચિત કરવા માટે આપણે જે વિવિધ પહેલો હાથ ધરી શકીએ છીએ તેના વિશે આપણી જાતને શિક્ષિત કરવી. આપણે તેમની વસ્તીની સુરક્ષા માટે સંરક્ષણના પ્રયત્નોને વિસ્તૃત કરવા માટે સભાનપણે પ્રયત્નો કરવા જોઈએ.
એશિયા અને આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા યુરોપ, લટકામાં અમેરિકા-પૃથ્વીના મોટા ભાગનાં ખંડોને ચકીબેને પોતાનું ઘર બનાવ્યું છે. વર્ષના વધારે સમય બરફથી આચ્છાદિત પ્રદેશો, વિશાળ અને ગીચ જંગલો, અને વિસ્તરાયેલા રેગીસ્તાન જેવા પ્રદેશોને બાદ કરતાં જ્યાં જ્યાં માનવ વસવાટ છે ત્યાં ત્યાં ચકીબેન પણ જઈને વસ્યાં છે. ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં આ દિવસની ઊજવણી કરવાનું વિચારવું એ ખરેખર ચકલીઓ અને અન્ય અદ્રશ્ય થઈ રહેલા પક્ષીઓના સંરક્ષણ માટે એક પ્રશંસનીય પગલું છે. ચકલીની વાત આવે એટલે આપણાં મૂર્ધન્ય કવિ શ્રી રમેશ પારેખની ચકલીઓ પ્રત્યે પ્રેમ અને લાગણી પ્રદર્શિત કરતી આ પંક્તિઓ યાદ આવી જ જાય :
“તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું, મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું.”
એક સમયે ઘર આંગણે સવારથી સાંજ લગી કલરવ કરતી ચકલીનો ચી.. ચી.. અવાજ આજે સાંભળવા મળતો નથી. વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે. શહેરોમાં દિનપ્રતિદિન ચકલીઓની સંખ્યા નામશેષ થઈ રહી છે. ગામડાઓમાં પણ હવે ચકલીઓની સંખ્યા ભયજનક રીતે ઘટી રહી છે.
ચકલી બેસે એ મારું રજવાડું – રમેશ પારેખ
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું,
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઊઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.
મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,
મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું.
તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠઠ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.
આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું,
