ગુજરાત પોલીસ PSIની 472 જગ્યાઓ માટે આખરી પરિણામ જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની 472 જગ્યાઓ માટે આખરી પરિણામ જાહેર કર્યું છે. 4,60,000 ઉમેદવારોમાંથી 1 લાખથી વધુએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી 472 ઉમેદવારોની પસંદગી અને 95ની વેઇટિંગ યાદી પ્રસિદ્ધ થઈ છે.

ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 4,60,000થી વધુ બિન હથિયારી પો.સ.ઇ.ના ઉમેદવારોની જાન્યુઆરી/ફેબ્રુઆરી 2025માં શારીરિક કસોટી લેવામાં આવેલ અને શારીરિક કસોટીમાં ઉર્તિણ થયેલ 1 લાખથી વધુ ઉમેદવારોની પેપર-1 (MCQ)-200 ગુણ તથા પેપર-2 100 ગુણ મળી કુલ 300 ગુણની લેખિત પરીક્ષા 13.4.2025ના રોજ લેવામાં આવી હતી.

ગાંધીનગર: ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા અને લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહેલા ઉમેદવારો અંત આવ્યો છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) માટેની જાહેરાત કરીલે ભરતી ક્રમાંક GPRB/202324/1 અન્વયે લેખિત પરીક્ષા આપી ઉત્તિર્ણ થયા બાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં પણ નામ આવી ગયા હોય તેવા ઉમેદવારો માટે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે કે, કુલ 472 જગ્યાઓ માટે પસંદગી યાદી તથા  95 ઉમેદવારોની પ્રતિક્ષા યાદી(waiting List)  જાહેર જાહેર કરવામાં આવી છે, હવે આ યાદી આધારે PSIની નિમણુક થશે.

Gujarat Police PSI Final Cut Off 2026

કેટેગરીપુરુષમહિલાEx- સર્વિસ મેન
Gen229.75216.25128.25
EWS227.75211.25135.00
SC221.75209.25154.00
SEBC225.25211.25166.50
ST206.00189.25

PSI Waiting List Cut Off

કેટેગરીપુરુષ મહિલા
General225.75211.00
EWS225.25209.75
SC220.00208.75
SEBC224.50210.00
ST204.75187.75
Download PSI Final Resultડાઉનલોડ કરો
Download Waiting Listડાઉનલોડ કરો
Download PSI Not Selected Candidates List PDFડાઉનલોડ કરો
Download PSI Verification Pending List PDFડાઉનલોડ કરો

Leave a Comment