ગુજરાત સરકારમાં મહેસૂલ તલાટીની નોકરી માટે ફોર્મ ભર્યું છે એવા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. GSSSB દ્વારા મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 14 સપ્ટેમ્બર 2025ના રોજ આ પરીક્ષા લેવાશે.
પરીક્ષાની માહિતી
| પરીક્ષાનો પ્રકાર | પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમયે | કુલ માર્ક |
| પ્રાથમિક પરીક્ષા(O.M.R.Based) | 14-9-2025 | બપોરે 2થી5 કલાક | 200 માર્ક્સ |
મહેસૂલ તલાટી ભરતી માટે પોસ્ટની વિગતો
| જિલ્લો | જગ્યા |
| અમદાવાદ | 113 |
| અમરેલી | 76 |
| અરવલ્લી | 74 |
| આણંદ | 77 |
| કચ્છ | 109 |
| ખેડા | 76 |
| ગાંધીનગર | 13 |
| ગીર સોમનાથ | 48 |
| છોટાઉદેપુર | 135 |
| જામનગર | 60 |
| જુનાગઢ | 52 |
| ડાંગ | 43 |
| દાહોદ | 85 |
| તાપી | 63 |
| દેવભૂમિ દ્વારકા | 20 |
| નર્મદા | 59 |
| નવસારી | 52 |
| પંચમહાલ | 94 |
| પાટણ | 48 |
| પોરબંદર | 36 |
| બનાસકાંઠા | 110 |
| બોટાદ | 27 |
| ભરૂચ | 104 |
| ભાવનગર | 84 |
| મહિસાગર | 70 |
| મહેસાણા | 33 |
| મોરબી | 57 |
| રાજકોટ | 98 |
| વડોદરા | 105 |
| વલસાડ | 75 |
| સાબરકાંઠા | 81 |
| સુરેન્દ્રનગર | 85 |
| સુરત | 127 |
| કુલ | 2389 |
રેવન્યુ તલાટીની ભરતીમાં પ્રિલિમરી પરીક્ષા 200 માર્કની રહેશે, જે MCQ આધારિત લેવાશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં 3 પેપર રહેશે. જેમાં અંગ્રેજી ભાષાનું 100 માર્ક્સનું પેપર, ગુજરાતી ભાષાનું 100 માર્ક્સનું પેપર અને જનરલ સ્ટડીનું 150 માર્ક્સનું પેપર રહેશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપર ધોરણ 12 કક્ષાના આવશે. જેમાં ગુજરાતી વિષયના પેપરમાં નિબંધ, ગધ સમીક્ષા, સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર, પત્ર લેખન, અહેવાલ લેખન, ભાષાંતર અને ગુજરાતી વ્યાકરણ રહેશે. આમ મુખ્ય પરીક્ષા કુલ 350 ગુણ રહેશે.
જનરલ સ્ટડીઝના પેપરમાં સામાન્ય અભ્યાસ (મુખ્ય પરીક્ષા) જે વર્ણનાત્મક હશે. જેમાં ગુણભાર -150 માર્ક્સ હશે અને માધ્યમ-ગુજરાતી હશે, જેની માટે સમય 3 કલાકનો સમય રહેશે. જેમાં નીચે મુજબના વિષયો રહેશે.
(a) ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ
(b) સાંસ્કૃતિક વારસો (ગુજરાતને પ્રાધાન્ય)
(c) ગુજરાત તથા દેશની ભૂગોળ
(d) વિજ્ઞાન અને ટેકનોલોજી
(e) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, વર્તમાન પ્રવાહો સહિત
(f) ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
(g) ભારતીય અર્થતંત્ર અને આયોજન
(h) જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ વિષયક જાણકારી
(i) જાહેર સેવામાં શિસ્ત તથા નિતિમત્તા (Ethics) વિષયો હશે.
હવે 12 પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી
રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની ભરતી માટે બે સ્તરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા રહેશે. આ પરીક્ષા માટે તમામ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે જેમાં પ્રાથમિક કસોટીમાં 40 ટકા કે તેથી વધુ માર્કસ લાવનારને ફી રિફંડ કરવામાં આવશે. રેવન્યુ તલાટીની ભરતીના નવા નિયમો હેઠળ હવે 12 પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. આ સાથે ઉમેદવારોની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની જગ્યાએ 20 વર્ષ કરવામાં આવી છે.