RRB Group D Bharti 2026

RRB Group D Recruitment 2026 : ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (Railway Recruitment Boards – RRBs) દ્વારા 7મા પગાર પંચના પે મેટ્રિક્સના લેવલ-1 હેઠળ વિવિધ પોસ્ટ્સ માટે ગ્રુપ D (Group D) ની વિશાળ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ કેન્દ્રીયકૃત ભરતી જાહેરાત (CEN No. 09/2025) દ્વારા અંદાજે 22,000 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.

RRB ગ્રુપ D ભરતી 2026 – મુખ્ય વિગતો

સંસ્થારેલવે ભરતી બોર્ડ (RRBs)
પોસ્ટનું નામગ્રુપ D (લેવલ-1 પોસ્ટ્સ)
જાહેરાત ક્રમાંકCEN No. 09/2025
કુલ જગ્યાઓ22,000 (અંદાજિત)
લાયકાત10 પાસ / ITI / NAC
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણલેવલ-1 (₹18,000/- શરૂઆતનો મૂળ પગાર + ભથ્થાં)

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ-10 (SSC) પાસ કરેલું હોવું જોઈએ અથવા NCVT/SCVT માન્ય સંસ્થામાંથી ITI અથવા નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ (NAC) ધરાવતા હોવા જોઈએ.
  • વય મર્યાદા: ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ. (અનામત વર્ગના ઉમેદવારોને રેલવેના નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે).

પસંદગી પ્રક્રિયા (Selection Process)

ઉમેદવારોની પસંદગી નીચેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:

  1. કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (Computer Based Test – CBT)
  2. શારીરિક કાર્યક્ષમતા કસોટી (Physical Efficiency Test – PET)
  3. દસ્તાવેજ ચકાસણી (Document Verification)
  4. મેડિકલ પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  1. સૌ પ્રથમ RRB ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ (દા.ત. RRB Ahmedabad).
  2. હોમપેજ પર ‘CEN No. 09/2025 Recruitment for Level 1 Posts’ લિંક પર ક્લિક કરો.
  3. તમારું નવું રજીસ્ટ્રેશન કરો અને લોગિન કરો.
  4. અરજી ફોર્મમાં જરૂરી તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
  5. ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
  6. નિયત અરજી ફી ઓનલાઇન ભરો અને ફોર્મ સબમિટ કરો.

અગત્યની તારીખો

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ21/01/2026
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ20/02/2026
Short Notification PDF:Click Here
RRB Ahmedabad Website:Click Here
ઓનલાઈન અરજી લિંક:21/01/2026 થી ચાલુ થશે.

Leave a Comment