લાઈફ સર્ટિફિકેટ જેને જીવન પ્રમાણપત્ર પણ કહેવામાં આવે છે, એક એવો ઓનલાઈન ડોક્યૂમેન્ટ જે એ વેરિફાઈ કરે છે કે, પેન્શન લેનારો વ્યક્તિ જીવિત છે. દરેક સર્ટિફિકેટનો એક યૂનિક નંબર હોય છે.
શું હોય છે લાઈફ સર્ટિફિકેટ?
લાઈફ સર્ટિફિકેટ જેને જીવન પ્રમાણપત્ર પણ કહેવામાં આવે છે, એક એવો ઓનલાઈન ડોક્યૂમેન્ટ જે એ વેરિફાઈ કરે છે કે, પેન્શન લેનારો વ્યક્તિ જીવિત છે. દરેક સર્ટિફિકેટનો એક યૂનિક નંબર હોય છે. જેમ સર્ટિફિકેટ બની જાય છે, તે આપમેળે જ પેન્શન જારી કરનારી સંસ્થાને મોકલી દેવામાં આવે છે, જેથી પેન્શન કોઈ રુકાવટ વિના ચાલુ રહે.
ઘરે બેઠાં કેવી રીતે મળશે સુવિધા?
EPFO અને IPPBની આ પાર્ટનરશિપમાં પોસ્ટ ઓફિસનું મોટું નેટવર્ક ઉપયોગમાં લેવામાં આવશે. દેશભરની 1.65 લાખથી વધારે પોસ્ટ ઓફિસ અને 3 લાખથી વધારે પોસ્ટલ કર્મચારી હવે પેન્શનર્સના ઘરે જઈને તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તૈયાર કરશે. તેમની પાસે એવા ડિવાઈસ હશે, જેમાં ફિંગરપ્રિન્ટ અને ફેસ બાયોમેટ્રિક બંને સિસ્ટમ હશે, જેનાથી ઓળખ એકદમ સટીક રીતે થઈ શકશે. સૌથી ખાસ વાત એ છે કે, આ પૂરી સર્વિસ EPFO પેન્શનર્સ માટે બિલકુલ મફત રહેશે.
ક્યારે જમા કરવાનું છે સર્ટિફિકેટ?
દર વર્ષે નવેમ્બર મહિનામાં લાઈફ સર્ટિફિકેટ અપડેટ કરાવવું જરૂરી હોય છે. આ વખતે બધા પેન્શનર્સ માટે ટાઈમ લાઈન 1 નવેમ્બરથી 30 નવેમ્બર 2025 છે.
કેવી રીતે બનાવવું લાઈફ સર્ટિફિકેટ?
આ પ્રક્રિયાને સરળ રાખવા માટે ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે. જો લોકો ડિજિટલ પ્રોસેસ કરવા માંગે છે, તેઓ મોબાઈલ, લેપટોપ કે બાયોમેટ્રિક ડિવાઈસ લગાવીને લાઈફ સર્ટિફિકેટ પોર્ટલ પર સર્ટિફિકેટ બનાવી શકે છે. વૈકલ્પિક રીતે, પેન્શનરો તેમના નજીકના જીવન પ્રમાણ કેન્દ્ર, જેમ કે બેંક, CSC સેન્ટર અથવા સરકારી ઓફિસની મુલાકાત પણ લઈ શકે છે. નજીકના કેન્દ્રનું સ્થાન jeevanpramaan.gov.in વેબસાઇટ પર સરળતાથી મળી શકે છે.
