UPI ટ્રાન્ઝેક્શન પર કેટલો ચાર્જ લાગશે? RBI ગવર્નરે આપ્યું સૌથી મોટું અપડેટ

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો નિયમ આવી શકે છે તેવી અટકળો વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોકોને રાહત આપી છે. જેમાં RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે, અમે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ પ્રસ્તાવ નથી લાવી રહ્યા અમે તેને ઝીરો કોસ્ટ પ્લેટફોર્મ બનાવી રાખવા માંગીએ છીએ.

શું UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે ?

બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ડિજિટલ પેમેન્ટ યુઝર્સને રાહત આપી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિ સમીક્ષા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. વર્તમાન નીતિ હેઠળ UPI સંપૂર્ણ રીતે ફ્રી રહેશે. સરકાર અને RBI બંનેનો ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો અને તેને દેશભરમાં વધુ લોકો સુધી પહોચાડવાનો  છે.

UPI સબસિડીમાં મોટો ઘટાડો

ગવર્નર મલ્હોત્રાએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, સરકાર અને RBI બંનેનો ટાર્ગેટ UPI ને ઝીરો કોસ્ટ પ્લેટફોર્મ તરીકે જાળવી રાખવાનો છે. જેથી ડિજિટલ પેમેન્ટ વધુ લોકો સુધી પહોંચી શકે. પરંતુ સાથે તમારે એ પણ જાણવું જરૂરી છે કે, સરકારે તાજેતરના બજેટમાં UPI સબસિડીમાં 78%નો નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો હતો. FY26 માટે સબસિડી ઘટાડીને માત્ર 437 કરોડ રૂપિયા કરવામાં આવી છે, જે FY25 માં 2000 કરોડ રૂપિયા અને FY24 માં 3631 કરોડ રૂપિયા હતી.

અટકળોનો અંત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાના પ્રસ્તાવ પર કહ્યું હતું કે, UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે UPI સતત રેકોર્ડ બ્રેક કરી રહ્યું છે અને ભારત વિશ્વનું સૌથી મોટું રીઅલ-ટાઇમ પેમેન્ટ માર્કેટ બની ગયું છે. પરંતુ UPIના ઝીરો કોસ્ટ મોડેલની સ્થિરતાને લઇ માર્કેટમાં અટકળો શરુ થઇ હતી કે, UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો નિયમ આવી શકે છે.

આ પણ વાંચો  SwaRail App | ભારતીય રેલવેએ લોન્ચ કરી સુપર એપ ટ્રેન લાઈવ ટ્રેકિંગ, બુકિંગ, ફૂડ ઓર્ડરિંગ એક જ એપ

ભારતની દેશી Payment એપ

ભારતની દેશી Payment એપ SD Pay એપ્લિકેશન ડાઉનલોડ કરો

PhonePe, Google Pay ને ટક્કર આપવા આવી ગઈ ભારતની દેશી એપ SD Pay : રેફરલ રિવોર્ડ અને ફ્રીમાં રિચાર્જ કરો

આ એપ્લિકેશન સાથે સાઇન અપ કરવાથી તમને ચોક્કસ ચુકવણીઓ પર વિવિધ કેશબેક ડીલ્સ ઓફર કરવામાં આવશે અને તમને રેફરલ્સ દ્વારા વિવિધ રોકડ પુરસ્કારો મળશે. કેશબેક અને બોનસ પુરસ્કારો મેળવવાની તક પૂરી પાડે છે.  દાખલા તરીકે, રેફરલ્સ. તમે આ એપ્લિકેશન ની લિંક બીજા સાથે શેર કરી ને જે લોકો આ એપ્લિકેશન ને ઇન્સ્ટોલ કરી અને આઇડી બનાવે તો તમને પૈસા મળી શકે છે. આ એપ્લિકેશન પર તમારા મોબાઈલ અથવા ડીટીએચ રિચાર્જ, વીજળી અથવા પાણીના બિલની ચૂકવણી અને ટિકિટ બુક પણ કરી શકો છો.

Leave a Comment