Indus App Store : Google અને Appleને ટક્કર આપવા આવી ગયું છે Made in India એપ સ્ટોર

ઇન્ડસ એપસ્ટોર એપ ડેવલપર્સ માટે ઘણા ફાયદા લઈને આવ્યું છે. આ પ્લેટફોર્મ પ્રારંભિક તબક્કામાં ડેવલપર્સને ઘણી છૂટ આપશે. તેના આવવાથી ગૂગલ અને એપલને ટક્કર મળશે. હવે એપ ડેવલપર્સ માટે ઇન્ડસ એપસ્ટોરના રૂપમાં એક નવો વિકલ્પ છે.

કોઈ એપ ડાઉનલોડ કરવા માંગતા હોય તો લોકો સીધા ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર જાય છે. એપ સ્ટોર્સ માટે ગૂગલ અને એપલનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હવે આ બે અમેરિકન કંપનીઓને ટક્કર આપવા માટે મેડ ઇન ઇન્ડિયા એપ સ્ટોર આવી ગયું છે. સ્વદેશી Indus Appstore લોન્ચ કર્યું

ભારતીય એપ સ્ટોર પાછળ 10 વર્ષથી ચાલી રહી છે કામગીરી 

ભારતમાં અત્યારે 75 કરોડ લોકો સ્માર્ટ ફોન સાથે જોડાયેલા છે અને બહુ મોટુ બજાર છે. ભારત વિશ્વની અન્ય બજાર કરતા ભાષા, સંસ્કૃતિ અને વ્યવહારની દ્વષ્ટિએ અલગ છે, બીજું, માત્ર બે કંપનીઓના ઇજરાના બદલે સ્પર્ધા વધે તો એપ ડેવલપર અને એપ પબ્લિશર્સને પણ ઇનોવેશન માટે તક મળે એટલે સંપૂર્ણ ભારતીય એપ સ્ટોર પાછળ 10 વર્ષથી કામગીરી ચાલી રહી હતી. 

ભારતીયોને ધ્યાનમાં રાખીને ઈન્ડસ એપ સ્ટોર બનાવાયું છે 

લોન્ચિંગ સમયે ઈન્ડસ એપ સ્ટોર કઈ રીતે ભારતીયોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે તે અંગે વિગતો આપતા સમીર નિગમે જણાવ્યું હતું કે, “90 ટકા ભારતીયો પોતાની માતૃભાષામાં કામ કરવા ટેવાયેલા છે. ઈન્ટરનેટ ઉપર સર્ચ પણ પોતાની ભાષામાં કરે છે. જેના કારણે તેમાં હાલ ગુજરાતી, હિન્દી, તમિલ, બંગાળી સહિત 12 ભાષા સામેલ કરી છે. બીજુ, માત્ર મોબાઈલ નંબરના આધારે તેમાં રજિસ્ટ્રેશન કરી શકાય છે. અન્ય એપ સ્ટોરમાં ઇ મેઇલ ફરજિયાત છે. દરેક ભારતીયો પાસે ફોન છે પણ ઈમેલ નથી હોતા એટલે કોઈ બીજી વ્યક્તિના નામે તેના એપ સ્ટોરનો ઉપયોગ થાય છે.” 

આ પણ વાંચો  Jio પછી હવે Airtel નો ભાવ વધારો, નવા પ્લાન્સની કિંમત જાણીને ચોંકી જશો!

નવા એપ ડેવલપરને આપવામાં આવશે આ સુવિધા 

અત્યારે એપ સ્ટોરમાં બે લાખ જેટલી એપ વિવિધ 45 કેટેગરીમાં ઉપલબ્ધ છે. નવા એપ ડેવલપર ઈન્ડસ સાથે જોડાય તેના માટે કંપની એક વર્ષ સુધી ડેવલપર પાસેથી કોઈ ફી વસુલશે નહિ. આ ઉપરાંત, એપ ડેવલપમેન્ટ માટે 24 કલાક મદદ, ટેક મોડ્યુલ પણ પૂરા પાડવામાં આવશે. કંપનીએ લોન્ચિંગ વખતે જણાવ્યું હતું કે એપ લિસ્ટીંગ માટે આવે ત્યારે કંપની પોતાના સોફટવેરની મદદથી જરૂર હોય તો બધી 12 ભાષામાં લિસ્ટીંગ કરવાની સગવડ આપે છે, ડેવલપરે આ માટે વિગતો ટ્રાન્સલેટ કરવાની જરૂર નથી.

Indus Appstore: પ્રથમ વર્ષ માટે બિલકુલ મફત

ઇન્ડસ ડેવલપર પ્લેટફોર્મ આજે રજૂ કરવામાં આવ્યું છે. PhonePeના એપ સ્ટોર પર નોંધણી અને એપ્લિકેશન અપલોડ કરવાનું પ્રથમ વર્ષ માટે મફત છે. આ માટે, કોઈપણ પ્રકારની પ્લેટફોર્મ ફી અથવા ઇન-એપ ખરીદી કમિશન ચૂકવવાની જરૂર નથી. આ છૂટછાટોને જોતા એવું માનવામાં આવે છે કે ઇન્ડસ એપસ્ટોર ગૂગલના વર્ચસ્વને ગંભીરતાથી પડકારી શકે છે.

Indus Appstore: ફીચર્સ

લોકલ માર્કેટ માટે નવા એપ સ્ટોરમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આમાં, થર્ડ-પાર્ટી પેમેન્ટ પ્રોવાઈડર, 12 ભારતીય ભાષાઓનો સપોર્ટ અને ફોન નંબર આધારિત લોગિન સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ એપ સ્ટોર ડેવલપર્સ માટે ટાર્ગેટ આધારિત રિલીઝ મેનેજમેન્ટ ફીચર લાવ્યા છે. આની મદદથી એપ અપડેટ જાહેર કરવા અને એપને મોનિટર કરવા જેવા કામ કરી શકાય છે.

એપ્લિકેશન માટે નવો વિકલ્પ

AIની મદદથી ડેવલપર્સ એપ વર્ઝન લોન્ચ દરમિયાન એપ પર નજર રાખી શકશે. Google એપમાં ખરીદી પર 15-30 ટકા કમિશન વસૂલ કરીને ભારતીય ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપ્સના નિશાન પર છે. ગૂગલનો યુઝરબેઝ ઘણો મોટો છે કારણ કે ભારતમાં મોટાભાગના લોકો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, PhonePe એ ડેવલપર્સને એક નવો વિકલ્પ આપ્યો છે.

આ પણ વાંચો  BSNL નો ધમાકેદાર રિચાર્જ પ્લાન લોન્ચ, Jio અને Airtel ના મોંઘા રિચાર્જ કરતાં સસ્તા પ્લાન

Leave a Comment